________________
છેતાલીસમું પદ દઈને નિવૃત્તિ નગરીમાં જવાનો પ્રયાસ કરે છે અને તે નગરીમાં તે પિતાથી જઈ પણ શકાય તેવું નથી, ત્યારે ચેતનજીને છેતરવા માટે પિતાના અનુયાયીઓને મેકલે છે તેનાથી ચેતનજી ફેલાતા નથી, ત્યારે તેની સામે લડાઈ કરવા સૈન્ય મેકલે છે. મેહરાજાના પ્રબળ સૈન્ય સાથે ચેતનજીનું મહાતુમુલ યુદ્ધ થાય છે તેનું વર્ણન ઉપમિતિભવપ્રપંચ કથામાં બહુ વિસ્તારથી ચોથા પ્રસ્તાવમાં બતાવ્યું છે. તેમાં વિષયાભિલાષ મંત્રી, પાંચ ઇન્દ્રિયો, કષાયે. નોકવા વિગેરે બહ આગળ પડતો ભાગ લે છે. એ યુદ્ધ વાંચવા લાયક છે.* અહીં ચેતનજીને ઉદ્દેશીને કહે છે કે-હે ચતુર ચેતનજી ! તમે ચેગનમાં આવે, ખુલ્લા મેદાનમાં આવીને મહારાજા સાથે યુદ્ધ કરો. ગઢની અંદર રહીને લડવું એ તે કાયરનું કામ છે. જેને પૂરતી હિંમત ન હોય અથવા જેની પાસે બહાદુરીથી લડી શકે તેવું પૂરતું લશ્કર ન હોય તે બાયેલા બની ગઢની અંદરથી લડે છે અને માત્ર પિતાને બચાવ જ કરે છે. જ્યારે પિતાના બળ ઉપર પાકે ભરોસે હોય ત્યારે તે ચોગાનમાં આવી લડવું એ રજપૂતનું કામ છે. બહાદુર રજપૂતે મરણીઆ થઈને લડતા ત્યારે ગઢને આશ્રય લેતા નહિ. હે ચેતનજી ! તારી લડાઈ છે તે બહાદુરની લડાઈ છે, કાયરની લડાઈ નથી, બાયેલાની લડાઈ નથી, નામર્દીની લડાઈ નથી. તું એકલે હો તે પણું તારામાં એટલી શક્તિ છે કે તું અનેક સુભટને મારી હઠાવે અને તારી સામે મોટું લશ્કર હોય તેને દાણદાણું કરી નાખે. રજપૂતાના ઈતિહાસમાં વાંચીએ છીએ કે સ્થૂળ લડાઈમાં જ્યારે સમરસિંહ અને પ્રતાપસિંહ ઉતર્યા હતા ત્યારે બંને હાથમાં બે તરવાર લઈ સામા લશ્કરના હજારે માણસને સંહાર કરી નાંખ્યો હતો, એવી લડાઈ તે નકામી છે, એ આગળ ઉપર તને આ જ પદમાં જણાશે, પણ આ આત્મિક લડાઈ તે બહુ ઉપયોગી અને શુભ પરિણામ નિપજાવનારી છે. તું અનેક સુભટને એકલે મારી હઠાવી શકે તેવી તારામાં શક્તિ છે, માટે તું મેદાનમાં આવીને મેહરાયના કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર, રતિ, અરતિ, વેદ આદિ અનેક સુભટો છે તે સર્વને મારી હઠાવીને છતનિશાન ચઢાવ અને અત્યારે લશ્કર તૈયાર નથી, શરીર સારું નથી વિગેરે ન્હાનાં કાઢવાની ટેવ તને અનાદિ કાળથી પડી ગઈ છે તે છોડી દઈને મેદાનમાં આવ. હજુ તને તારા પિતાના બળમાં ભરોસો નથી તે તારી ભૂલ છે. તારામાં એટલી અચિંત્ય શક્તિ છે કે મહારાજાના આખા લશ્કરને તું ઉડાવી દે અને તારે વિજયડંકો વગાડી શકે. આખા જંગલમાં એક સિંહ હોય છે તેને કદિ એમ લાગતું નથી કે આટલાં બધાં જંગલવાસી પ્રાણીઓને તે એકલે કેમ પહોંચી શકશે? કે તેને ચારે બાજુથી એ બધાં પ્રાણીઓ ઘેરી
* ઉપમિતિભવપ્રપંચ ગ્રંથનો સંક્ષેપ છપાઈ ગયેલ છે. મોટા ગ્રંથનું ભાષાંતર વિવેચન કર્તા તરફથી બહાર પડી ગયેલ છે, તેમાં આ મહરાજના યુદ્ધને જે ભાગ થા પ્રસ્તાવમાં બતાવ્યું છે તે ખાસ વાંચવા લાયક છે.
+ જુઓ આ પદની ત્રીજી ગાથા પરનું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org