________________
જેન તત્વવિજ્ઞાન ટકી શકે નહીં. અહિંસાને આધ્યાત્મિક ખ્યાલ પર આધારિત હોવા છતાં બુદ્ધનું સુંદર નીતિશાસ્ત્ર-તેને અત્યંત સરળ અષ્ટાંગ માર્ગ ભારતના સામાન્ય જનસમુદાયને આકર્ષી શક્યો નહીં, કારણ કે તેનું તરવવિજ્ઞાન ભારતીય માનસને પ્રતીતિજનક લાગ્યું નહીં. નક્કર અને પ્રતીતિકર તરવવિજ્ઞાન સમયના જુવાળની ઝીંક ઝીલી શકયાં છે. ભારતમાં તારિક સિદ્ધાંત અને વ્યવહારને ઇતિહાસ દર્શાવે છે કે નીતિશાસ્ત્રવિહેણું તત્ત્વવિજ્ઞાન પોકળ છે તેવી રીતે તત્ત્વવિજ્ઞાનવિહોણું નીતિશાસ્ત્ર પણ અંધઅર્થહીન છે. ભારતીય નીતિશાસ્ત્રના ગતિશીલ અને વિકાસશીલ લક્ષણ માટે આ હકીકત જ જવાબદાર છે. જૈન તત્ત્વવિજ્ઞાન અને નીતિશાસ્ત્ર વચ્ચે પણ અવિભાજ્ય સંબંધ છે. જૈન દર્શન તત્ત્વતઃ નૈતિક-તાત્ત્વિક દર્શન છે. તત્ત્વવિજ્ઞાન વિના નીતિશાસ્ત્ર અવ્યવહારુ, અતાર્કિક અને સંપૂર્ણ રીતે બિનઅસરકારક બની જાય. સાચે નીતિમાન માનવી તત્ત્વતઃ તત્ત્વજ્ઞ પણ હોય છે, અને સાચે તત્ત્વજ્ઞ માત્ર સત્યને જ્ઞાતા જ નથી, પરંતુ તે તેના વ્યાવહારિક જીવનમાં તાત્ત્વિક નિકને ઉપયોગ કરનાર પણ છે. સર્વ દર્શનનું તત્ત્વવિજ્ઞાન ભિન્ન હોવા છતાં દર્શનમાત્રનું નેતિક લક્ષ્ય સમાન-માનવકોય છે. ૨. તાત્વિક અને નૈતિક વગીકરણે વચ્ચે સંબંધ (Relation
between Metaphysical and Ethical Classifications):
દ્રવ્યના તાવિક વર્ગીકરણ અને તત્વના નૈતિક વર્ગીકરણ વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રથમ વર્ગીકરણ માનવમનની તાત્ત્વિક જિજ્ઞાસાની અભિવ્યક્તિ છે, જ્યારે દ્વિતીય વર્ગીકરણ તેના નૈતિક-ધાર્મિક અન્વેષણને આવિષ્કાર છે. સ્થાનાંગસૂત્ર, સમયસાર જેવા ગ્રંથમાં તત્વનું વિભાજન નવ પદાર્થોમાં કરવામાં આવે છે. આ નવ પદાર્થો કે તો નીચે મુજબ છે :
૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. અત્રવ–આશ્રવ, ૬. બંધ, ૭. સંવર, ૮, નિર્જર, અને ૯. મેલ
આમાંથી પુણ્ય અને પાપને આસ્રવ અને બંધમાં સમાવિષ્ટ કરીને ઉમાસ્વાતિ અને અન્ય કેટલાક ચિંતકે તરોની સંખ્યા સાત આપે છે. આ ૭ કે ૯ ત સંસાર અને તેના કારણ તેમ જ મોક્ષ અને તેના કારણ સાથે સંબંધિત છે. આ રીતે મુમુક્ષુ માટે બંધ અને તેનું કારણ (અસ્ત્રવ) તેમ જ મોક્ષ અને તેનાં કારણે(સંવર અને નિર્જર)નું જ્ઞાન આવશ્યક છે. તદુપરાંત, જીવ-આત્મા–નું જ્ઞાન પણ તેને માટે આવશ્યક છે, કારણ કે તે જ બંધનમાં છે અને મુક્ત થવાને છે. નવ-તત્ત્વનું નૈતિક વર્ગીકરણ મોક્ષના ખ્યાલના સંદર્ભમાં આવશ્યક બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org