________________
જેન નીતિશાસ્ત્ર (ડ) રસ કે અનુભાગબંધ કે અનુભાવબંધ
આત્માને અસર કરતાં કર્મોને આધાર એગ (મન-વાણી-શરીરની પ્રવૃત્તિઓ) અને કષાયક્રોધ-માન-માયા-લોભ)ની તીવ્રતા પર છે. જેમ વ્યક્તિ વધારે સંડોવાયેલી હોય, જેમ મેહ વધારે હોય તેમ કર્મના બંધનની શક્તિ પણ વધારે પ્રબળ હોય છે. એ જ પ્રમાણે, કર્મની શક્તિને આધારે, કર્મની અસરરૂપે મંદ કે તીવ્ર અનુભવ હોય છે. કર્મનું આ પાસું કર્મની તીવ્રતા તરીકે નિર્દેશવામાં આવે છે.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ “યોગને આભારી છે, જ્યારે સ્થિતિબંધ અને. અનુભાગ બંધ કષાય પર આશ્રિત છે. (૯) કમના પ્રકારે કે મૂળ પ્રકૃતિઓ
૧. જ્ઞાનાવરણીય કર્મ
આ કર્મ આત્માના વિશુદ્ધ જ્ઞાનને આવૃત્ત કરે છે-આચ્છાદિત કરે છે. આ કર્મ પ્રબળ થાય તેમ તેમ તે જ્ઞાનને વધારે ને વધારે આછાદિત કરે છે. આ કર્મને સ્વભાવ જ્ઞાન-વિકાસ કુંતિ કરવાને છેતેથી આ કર્મ જ્ઞાનને આવૃત્ત કરનાર, કર્મ તરીકે ઓળખાય છે. આ કર્મની પકડ શિથિલ થતાં બુદ્ધિ (જ્ઞાન) વિકાસ અધિકાધિક થાય છે. જગતમાં વ્યક્તિગત બૌદ્ધિક ભિન્નતાની સમજૂતી આ કર્મની, વિભિન્ન અવસ્થાઓ દ્વારા આપી શકાય. આ કર્મને સંપૂર્ણ ક્ષય થતાં “કેવળજ્ઞાન” (પૂણે પ્રત્યક્ષ જ્ઞાન) પ્રકટે છે.
જ્ઞાનના પાંચ પ્રકારે (મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય-કેવળ) છે અને તેથી આ કર્મના પણ પાંચ પ્રકાર (મતિજ્ઞાનાવરણ–શ્રુતજ્ઞાનાવરણ-અવધિજ્ઞાનાવરણ-મન--- પર્યાયજ્ઞાનાવરણ-કેવળજ્ઞાનાવરણ) છે.
૨. દશનાવરણીય કર્મ
જૈન દર્શનમાં “દર્શન’ શબ્દ બે અર્થો સૂચવવા વપરાય છે: (૧) માન્યતા અભિપ્રાય કે શ્રદ્ધા અને (૨) પદાર્થની પરિચિતતા કે પદાર્થનું તેના સામાન્ય સ્વરૂપમાં જ્ઞાન. જ્ઞાનને પ્રથમ તબક્કો અસ્પષ્ટ જ્ઞાન તરીકે જાણીતું છે. અહીં દર્શન શબ્દને બીજો અર્થ અભિપ્રેત છે. જ્ઞાન અને દર્શનમાં ઝાઝું અંતર નથી. પ્રારંભમાં થતું સામાન્ય આકારનું જ્ઞાન (જેમકે કઈ માણસને દૂરથી જોતાં તેનું સામાન્ય પ્રકારનું ભાન) દર્શન' કહેવાય છે અને ત્યારબાદ તેના વિશષ્ટ પ્રકારના બોધને જ્ઞાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org