SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જેન મનોવિરાન છે. જેના મતાનુસાર, એગ્ય સજા જીવનની કક્ષામાં પણ અનુરૂપ અવનતિની અપેક્ષા રાખે છે. મૃત્યુ બાદ, માનવવ્યક્તિને આત્માનું તિયચ કે વનસ્પતિની કક્ષા પર્યત અધ:પતન પણ શક્ય છે. તે સ્વર્ગપર્યત પણ પહોંચી શકે અને ત્યાં કેટલાક સમય રહી પણ શકે. આ રીતે જેને મત આત્માની પીછેહઠ પણ સ્વીકારે છે. તે ચેતનાની નિમ્નતરથી ઉચ્ચતર સ્થિતિ પ્રત્યેને આત્માના વિકાસ અને પ્રગતિના સિદ્ધાંતને સ્વીકારતા નથી. ભગવતીસૂત્ર આત્માની ચાર ગતિને ખાસ ઉલ્લેખ કરે છે અને આ ચાર ગતિઓમાં પ્રવેશ માટે જવાબદાર વિભિન્ન પ્રકારનાં કર્મોને ઉલ્લેખ કરે છે. નારકી જીવનના બંધન પ્રતિ લઈ જતાં કર્મ અઢળક સંપત્તિ -સંગ્રહ, હિંસક કૃત્યેનું આચરણ, પંચેન્દ્રિયને ઘાત, માંસાહાર વગેરેનું પરિણામ છે. તિર્યંચ પ્રાણી, વનસ્પતિ વગેરે)ના જીવન પ્રતિ લઈ જતું કર્મ અન્યની તરપીંડી, છળકપટનું આચરણ, અસત્ય વક્તય વગેરેનું પરિણામ છે. માનવજીવન પ્રતિ લઈ જતુ કેમ વર્તનની સરળતા, નમ્ર ચારિત્ર્ય, માયાળુતા, કરુણ વગેરેનું પરિણામ છે. દેવી જીવનનો આનંદ પ્રતિ પ્રેરતાં કર્મ આત્મસંયમ, વ્રતપાલન વગેરેનું પરિણામ છે.' - આત્માની અવનતિ અંગેના જૈન મંતવ્યનું હિન્દુ મંતવ્ય સાથેનું નોંધપાત્ર સામ્ય નીચેના વિભિન્ન ઉપનિષદના અવતરણ દ્વારા સ્પષ્ટ રીતે દેખાય છે. ૧. બૃહદારણ્યક ઉપનિષદ: આ બે માર્ગે ન જાણનાર જતુ, ડાંસ, મચ્છર...થાય છે (૬. ૨. ૧૬). ૨. છાંદોગ્ય ઉપનિષદ: અહીં સદાચારી હોય તેઓ સારે જન્મ પ્રાપ્ત કરશે....અહીં દુરાચારી હોય તેઓ ખરાબ જન્મ, કૂતરાને જન્મ, મૂંડને જન્મ મેળવશે.... (૫.૧૦.૬) ૩. કઠોપનિષદ: કેટલીક વ્યક્તિઓ તેમના કર્મ અને મોવલણ મુજબ અન્ય અવતાર ધારણ કરે છે. અન્ય કેટલાક વળી વૃક્ષોની દશામાં અવનત થાય છે. (૨. ૨. ૭). ૪. કૌશિકિ-બ્રાહ્મણ તે આ પૃથ્વી પર કીડા તરીકે, ખડમાકડી, માછલી, પક્ષી, સિંહ, રીંછ, સાપ. વાધ કે અન્ય પ્રાણ તરીકે એક કે અન્ય સ્થળે તેના કર્મ અનુસાર જન્મે છે (૧. ૧. ૬) ૧ ભગવતીસૂત્ર ૮, ૯, ૪૧. & Quoted by Dr. Mehta, M, L., in his 'Jaina Psychology' p. 177, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy