________________
૧૩૨
જૈનદર્શન આ સામર્થ્યનું એક કારણ એ છે કે તે સૂક્ષ્મ છે. તેથી મન સૂક્ષ્મ ઈન્દ્રિય પણ કહેવાય છે.
- જૈન દર્શન મન દ્વારા ગ્રહણ થતાં પદાર્થોની યાદીમાંથી આત્માને બાકાત રાખે છે. જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા ઈન્દ્રિય કે મનની સહાય. વિના પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા સમર્થ છે અને તેથી એ સ્પષ્ટ છે કે મનને તેની મર્યાદાઓ છે. પ્રત્યક્ષ જ્ઞાનપ્રાપ્તિ માટેની તેની બિનઅસરકારકતાને લીધે જૈન દર્શન મનને કેવળજ્ઞાન માટે વિધાયક અંતરાય માને છે. આત્મા અને મન બંને એકબીજાથી જુદાં છે. પૂર્ણતામાં માનસિક પ્રવૃત્તિઓ કે ઈન્દ્રિય-પ્રત્યક્ષોનાં કઈ ચિહ્નો નથી.
મનના પ્રકારે ?
જેમ ઈન્દ્રિયના કન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે પ્રકારો છે તેમ મનના. પણઃ ૧. દ્રવ્ય મન (physical mind) અને (૨) ભાવ મન (psychica mind) એવા બે પ્રકારે છે.
(૧) દ્રવ્ય મનઃ તે મનમાં રૂપાંતરિત થયેલ સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્ય છે અને તેથી તે પદગલિક મન તરીકે પણ ઓળખાય છે. જિનભદ્રજીના મતે, પૌદગલિક મન. પુદ્ગલના અનંત સંખ્યાનાં સૂક્ષ્મ અને સંવાદી તર-અંશે-નું બનેલું છે.
(૨) ભાવ મનઃ તે માનસિક પ્રક્રિયાઓ માટે છે. આત્મા માટે અંતરાયરૂપ જ્ઞાનાવરણ કર્મને નાશ ન થાય ત્યાં સુધી કે જ્ઞાન શક્ય નથી. જ્ઞાનાવરણ કર્મને નાશ અને મનની ગ્રહણશીલતા માટેની તત્પશ્ચાત્ તત્પરતા લબ્ધિ તરીકે નિર્દેશાતું કાર્ય છે. આમ છતાં, આ ઉપરાંત ચેતનમય માનસિક પ્રવૃત્તિ (ઉપયોગ)માં આત્માનું વિધાયક રૂપાંતર પણ અહીં અપેક્ષિત છે. આ રીતે મનનાં બે પાસાં છે ઃ ૧. લબ્ધિ અને ૨. ઉપગ. આ બે વચ્ચે ભેદ પાડવે મુશ્કેલ છે. આ બે એક અને સમાન કાર્ય (મનની પ્રવૃત્તિ)નાં બે પરસ્પર સંબંધિત પાસાં છે. શ્રી ભટ્ટાચાર્ય દર્શાવે છે કે જ્યાં સુધી આત્મા લબ્ધિ અર્થાત તુલના, વિચાર વગેરે શક્તિ ધરાવતે ન હોય ત્યાં સુધી આંતરિક ચેતનમય પ્રવૃત્તિઓ દા.ત., તુલના, વિચાર વ. અશક્ય છે. જ્યાં સુધી ઉપગ ન હોય અર્થાત જ્યાં સુધી આ માનસિક પ્રક્રિયાઓ ચાલુ રાખવા કઈક આત્મલક્ષી પ્રયાસ (ધ્યાન) ન હોય ત્યાં સુધી આ આંતરિક પ્રક્રિયાઓ અશકય છે. આ રીતે જેન મંતવ્ય મુજબ, એગ્ય માનસિક કાર્ય માટે આત્માનું રૂપાંતર થાય છે. * Bhattacharya, H. S., Reals in Jaina Metaphysics,
p. 243 244.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org