________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૮૮૫ કહેવાને અસમર્થ છે, કેમકે સત્ય, યથાર્થ, યથાવસ્થિત પદાર્થ સ્વરૂપના કથનને કઈ પણ જગજીવ અસત્ય અન્યથા કહેવાને કે કરવાને સમથ થઈ શકે? કદાપિ નહિ ૧૨.
હવે જે પ્રભુનું શાસન કેઈથી પણ સંપૂર્ણ રીતે અખલિત છે, તે પછી અન્ય મતાવલંબીઓ તેની ઉપેક્ષા કેમ કરે છે તેને ઉત્તર હવે કતાં શ્રી હેમચંદ્રસૂરી મહારાજ આપે છે.
તદુ:ખમાકાલ ખલાયિતવા, પલિમ કમ ભવાનુકુલમુ; ઉપેક્ષતે યત્તવ શાસનાર્થ–મયં જને વિપ્રતિપદ્યતે વા. ૧૩.
ભાવાથ–હે જિને, જે જીવે, આપના સત્ય, યથાર્થ સમસ્ત પ્રકારે, સાપેક્ષ અનુભવ સિદ્ધ, એકાંત પરમાથી, એવા અનેકાંત દર્શનને અવગણે છે, નિદે છે, શત્રુપણું દાખવે છે, તેઓ કાં તે; આ મહા વિષમ પંચમ કાળનું મહાસ્ય દર્શાવે છે, જે તે, મિથ્યાત્વ મહિનિયાદી કિલષ્ટ કર્મોને તેઓને ગાઢ ઉદય હેવાથી, તેમનું ભારે કમી પણું. બહુલ સંસારીપણું સૂચવે છે; જેમ ઉંટને દ્રાક્ષ અરુચિકર છે, અને ગધંભને શાકર અપકારી છે; તેમ જાણવું. ૧૩.
હવે તપસ્યા, યોગાભ્યાસ, આદિ કરવાથી જ મેક્ષ પમાય છે, તે પછી જીન શાસનના અવલંબનનું શું પ્રયોજન છે? એમ જેઓ કહે છે, તેઓને ગુરૂમહારાજા ઉત્તર આપે છે.
પરે: સહસ્ત્રા: શરદસ્ત પાંસ, યુગાંતરે યોગમુપાસતાં વા: તથાપિ તે માગમનાતો , ન મેક્ષ્યમાણ અપિયાતિ મે ક્ષમૂ. ૧૪.
ભાવાર્થ–હે રવામિન, ચાહે તે હજાર વર્ષ પર્યત કેઈ તપ કરે, અથવા તે ભવ યુગાંત પયત, ગાભ્યાસને વિષે લીન રહે, તથાપિ આપના શુદ્ધ, નિપૂણ, દયામય, ધમમાગ પ્રાપ્ત થયા વિના કેઈ પણ પ્રાણી મોક્ષ પામવાને અસમર્થ છે; કેમકે સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન, અને સમ્યક ચારિત્ર પરિણિત, વિના જીવની મુક્તિ નથી, અને તે સમ્ફ દર્શનાદિ રત્નત્રયિની પ્રાપ્તિ તે આપના નિર્મળ સ્વાદુવાદમય, જનશાસનને વિષે જ છેમાટે તે શાસનની પ્રાપ્તિ વિનાં મેક્ષની પ્રાપ્તિ કદાપિકાળે થાય નહિ અહિંયા દ્રવ્ય થકી–પ્રાપ્તિ હે, વા ન છે, પરંતુ ભાવ જૈનપણું તે અવશ્ય પ્રાપ્ત થાય છે.
હવે પર મતાવલંબીઓનો ઉપદેશ જીન શાસનને વિષે કિંચિત્ માત્ર પણ આક્રોશ કે ખંડનાદિ કરવાને અસમર્થ છે, તે દેખાડે છે –
અનાપ્ત જાડ્યાદિ વિનિર્મિતિત્વ–સંભાવના સંભવિવિપ્રલમ્મા; પરોપદેશ: પરામાપ્તકલુપ્ત–પથોપદેશે કિમુ સંરભ તે ? ૧૫.
ભાવાર્થ-હે જિનેન્દ્ર, પરતીથીઓને ઉપદેશ શ્રી પરમાતમ કથનને વિષે લેશ પણ આક્રોશાદિ કરવાને અશક્ય છે, જેમ ખજુવે શું સૂર્ય મંડલને કેઈ પણ પ્રકારે વિડંબના કરવાને સમર્થ થાય? કદાપિ નહિ; તેમ યુક્તિહીન, કદાગ્રહી, માયાવી, અનાત પુરૂષના સ્વપળકલિપત કથને આપના શાસ્ત્રને લેશ માત્ર ખેદ પમાડી શકે તેમ નથી, જે કાંઈ પણ યુક્તિ પૂર્વકનું સત્ય કથન તેઓના શાને વિષે, કવચિત દ્રષ્ટિ ગોચર થાય છે, તે પણ આપના સ્વાવાદ સમુદ્રમાંથી જ ગ્રહણ કરેલા અમૂક બિંદુ રૂપ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org