________________
૮૮૦
સાજન મિત્ર અત્યંત જાગનારને સૂનાર અત્યંત સૂનારને જાગનાર, સંજ્ઞાવાળાને (નામવાળાજ્ઞાનવાળા–અને ચેષ્ટાવાળાને) સંજ્ઞારહિત અતિ મોહવાળાને (મૂછવાળાને) સચેષ્ટ, આત્માલાઘામાં વાચાલને ભાષણરહિત, અને મુંગાને વાચાળ, એ રીતે આપ કહે છે. તેને અસબુદ્ધ જે માને છે તે આપના મતને-અનેકાન્તવાદને તે જ આપના મતને (ગભીર સ્યાદવાદને) સમજી શકે છે.
આને ભાવ નીચે પ્રમાણે છે. ૧ આત્મકલ્યાણની દ્રષ્ટિએ અત્યંત જાગનાર તે જગતના દ્રષ્ટિએ સૂનાર છે. ૨ દુનીયાની દ્રષ્ટિએ અત્યંત ઉંઘનાર તે આત્મકલ્યાણ દ્રષ્ટિએ જાગનાર છે. ૩ વ્યવહારની દ્રષ્ટિએ જે નામવાળો છે તે નિશ્ચયની દ્રષ્ટિ નામ રહિત છે. ૪ મોહમદિરાથી જે મૂચ્છિત છે તે દુન્યવી પ્રવૃત્તિમાં સચેષ્ટ–ચેષ્ટાવત્ છે ૫ આત્માની લાધા-પ્રશંસા કરનાર પરગુણને કહેવામાં ભાષણ રહિત છે. ૬ પરદૂષણ કહેવામાં મૌન પકડનાર પરગુણ કહેવામાં વાચાળ છે. આ રીતે અપેક્ષા ભેદથી મને કર એ આપનાર સ્યાદ્વાદ જગતમાં જયવતે વર્તે છે.
યદનામ જિગીષયાપિ તે નયતેયુર્વચનેવું વાદિન; ચિરસંગતમન્ય સંશય. ક્ષિણયુર્માન અનર્થ સંચયમ્ ૧૮
(હે વીર વિભુ!) ભલે એકાન્તવાદીઓ જીતવાની ઇચછાથી (જિનમતને નહી જાર્યો હોય તે તે કઈ રીતે જીતી શકીશું એ ભાવનાથી) આપના વચનનું અવગાહન કરે પરંતુ તેથી તેઓ ચિર સંચિત અભિમાન અને અનર્થના સંચયને જરૂર વિનાશ કરશે.
ઉદધાવિવ સર્વસિન્ધવ; સમુદીર્ણત્વયિ: સર્વદષ્ટય; ન ચ તાસુ ભવાનુદીર્ઘતે, પ્રાવભકતાસુ સરિસ્વિદધિ: . ૧૯
સવ નદીઓ જેમ મહાસાગરમાં જઈને મળે છે. પરંતુ છૂટી છૂટી રહેલી નદીઓમાં મહાસાગર દેખાતું નથી તેમ સવંદશનરૂપી નદીઓ આ૫ના સ્યાદ્વાદરૂપી મહાસાગરમાં (નયભેદથી) સંમિલિત થાય છે. પરંતુ એકાન્તવાદથી પૃથર્ પૃથગ રહેલ તે દર્શાનરૂપી નદીઓમાં આપને સ્યાદ્વાદરૂપી મહાસાગર દ્રષ્ટિગોચર થતું નથી તે જ ખરેખર આપની વિશિષ્ટતા છે
ન પરોડતિ ન ચાપરથિ પ્રતિબુદ્ધપ્રતિભર્યકશ્યન; ન ચ તાવવિભાજય પશ્યતિ, પ્રતિસંખ્યાન પદાતિ પૂરૂષ ૨૦
હે વીર પ્રભુ! આપને વિષે-આપના જિનસ્વરૂપને વિષે જેના પ્રતિભા આવિભવને (પ્રગટપણાને) પામેલી છે. એવા ઉત્તમજનને કઈ ૫૨–ઉત્કૃષ્ટ નથી અને અપર-અપષ્ટ (જધન્ય) નથી અથાત્ નિશ્ચયનયની દ્રષ્ટિએ સર્વને સમાન ગણે છે. વ્યવહારનયની દ્રષ્ટિએ તો પદે પદે આજીવ છે. આજીવ છે. ઇત્યાદિ વિચારીને પગલું ભરનાર ઉપર જણાવેલ પ્રતિભાસંપન્ન જીવ પર અને અપરના વિવેકને ભૂલીને જેતે નથી. અથાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org