________________
સજજન સન્મિત્ર અને મનુષ્યભવે અધક હોય, તેથી ઉપરાંત સિદ્ધજ થાય. એમ પાંચે સમ્યકત્વનો કાળ કહ્યો. વિશેષ સ્વરુપ ગ્રંથાંતરથી જાણવું. ૨૧.
હવે સંસારમાં ભ્રમણ કરતાં જીવ એ પાંચે સમ્યકત્વમાં કયું કયું સમ્યકત્વ કેટલી વાર પામે? તે કહે છે –
ઉકકોસ સાસયણ, ઉવસમિયા હુતિ પંચારા;
યગ ખય ઇક્કસી, અસંખ્યવારા ખાસમા. ૨૨. ભાવાર્થ–ઉત્કૃષ્ટ મોક્ષાવધિ સુધી સંસારમાં ભમતાં ભમતાં જીવ સાસ્વાદન તથા ઉપશામક સમ્યકત્વ પાંચ વાર પામે તેમાં એક તે પ્રથમ સમ્યકત્વ લાભ કાળે અંતરકરણ ગત ઉપરામિક હય, અને ઉપશમશ્રણ ચાર વખત પામે, તિહાં ચાર વખત ઉપશમનો લાભ હેય; તથા વેદકસભ્યત્વ અને ક્ષાયકસભ્ય. એ બે એક જ વાર પામે. અને ક્ષયે પશમસમ્યકત્વ તે ક્ષાવધિ સંસાર ભમતાં અસખ્યાતિવાર પામે, એ રીતે સમ્યકત્વ પ્રાપ્તિની સંખ્યા કહી. હવે કેટલીક વાત પ્રસંગે કહીયે છીયે –એક ભવમાં જીવને કેટલા આકર્ષ કરે, તે કહે છે, તિહાં આકર્ષ એટલે ઉત્તરોત્તર ગુણની ફરસના કરીને વળી તે ગુણથી મંદતા થાય, વળી તે ગુણની ફરી સાવધાનતા થાય, એમ મુકી મુકીને ગ્રહણ કરવું, એવી જે પરિણામની હિલચલ, તેને આકર્ષ કહીયે; તે આકર્ષ એક શ્રત સામાયિક, બીજું સમ્યકત્વ સામાયિક, અને ત્રીજુ દેશવિરતિ સામાયિક એ ત્રણ ગુણની પનામાં જીવને ભવમાં ઉત્કૃષ્ઠ સહસ્ત્ર પ્રથકત્વ, એટલે બે હજારથી નવ હજાર વાર હોય; તથા સર્વવિરતિમાં બસેથી નવસે વાર હોય, અને જઘન્યથી એકજ હોય, એ તે એક ભવ આશ્રીને જાણવું, અને અનેક ભવ આશ્રયી શ્રત સામાયિક, સમ્યકત્વસામાયિક, અને દેશવિરતિસામાયિક એ ત્રણમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા હજાર આકર્ષ હોય, સર્વવિરતિમાં નાના ભાવમાં મોક્ષ જાતાં સુધીમાં બે હજારથી નવ હજાર સુધી આકર્ષ હાય, એ રીતે સમ્યકત્વ પ્રાપ્તિ સંખ્યાને પ્રસંગે આકર્ષસંખ્યા કહી. ૨૨.
હવે કયા ગુણઠાણે કયું સમ્યકત્વ હેય? તે કહે છે
બય ગુણે સાસાણ, તુરિઆઈસ અહૃગાર ચઉ ઉસુ; ઉવસમગ ખડગ વેગ, ખાવસમાં કમ્માં હુંતિ. ૨૩.
ભાવાર્થ-સાસ્વાદસમ્યકત્વ તે બીજા સાસ્વાદન ગુણઠાણામાંહેજ હાય પણ અન્ય ગુણસ્થાનકે ન હોય, અને ઉપશમસમ્યકત્વ તે ચેથા ગુણઠાણાથી માંડી આઠમાં ગુણઠાણ સુધી હોય. પણ અન્ય ગુણસ્થાનકે ન હોય, અને ક્ષાયિકસભ્યત્વ અગ્યાર ગુણઠાણે હોય, એટલે ચોથા ગુણઠાણાથી માંડીને ચૌદમા અયોગી ગુણઠાણ સુધી હોય, અને ક્ષાપશમ સમ્યકત્વ તથા વેદક સમ્યકત્વ, એ બે અનુક્રમે ચાર ચાર ગુણઠાણુની સંખ્યા સુધી પામીયે, અર્થાત્ વેદક, અને ક્ષયોપશમ, એ બે ચેથા ગુણ ઠાણાથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણઠાણા સુધીજ હોય, પણ અન્ય ગુણઠાણે ન પામીયે, એ વાત સત્તા આશ્રી જાણવી, પણ પરમાથે તે વેદક સમ્યકત્વ અને ક્ષયપસમસમ્યકત્વ એ બે એકજ કહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org