________________
૮૫૮
સજજન સન્મિત્ર પણ બે માગ કહ્યા; એટલી વાત પ્રસંગથી કહી. ૧૬.
હવે કમગ્રંથની શૈલીયે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય કહે છે. અતિપુંજો ઉસરદવ-ઇલિય દä રૂખનાણું;
અંતરકરણવસમિઓ, ઉવસમિયો વા સસેણિગ. ૧૭.
ભાવાર્થ-જેણે ત્રણjજ પૂર્વે કર્યા નથી, એટલે પંજ કર્યાથી આગલ જેમ વન માં દાવાનલ બલતે હોય, ઉખરભૂમિ એટલે ખરી જમીન રણરૂપ હોય, અથવા કેવલ વેલુ એટલે રેતીની ભૂમિ હોય, સૂકી નદી પ્રમુખની. તેને ઉખર ભૂમિ કહિયે, તથા જે ભૂમિ ઉપર પૂવેર દવ લાગી ગયા હોય, અને ઘાસ, લાકડી તથા ઝાડ પ્રમૂખ બળી સાફ થઈ ગયા હય, તે દવદગ્ધ ભૂમી કહિયે, એકલે એક ઉખર ભૂમિ અને બીજી દવદગ્ધ ભૂમિ, એ બે ઠેકાણું જે બળતી અગ્નિ પામે, તે પિતાની મેલે ઓલવાઈ જાય, એ ન્યાયે મિથ્યાત્વવેદનરૂપ જે દાવાનલ, તે અંતકરણરુપ ઉખર ક્ષેત્ર પામીને સહેજે પિતાની મેળે ઉપશમી જાય, ઓલવાઈ જાય. તેથી જીવ ઉપશમસમ્યકત્વ પામે. એટલે અંતરકરણગત ઉપશમસમ્યકત્વ કહ્યું. વા અથવા ઉપશમસમ્યકત્વ સ્વશ્રેણીયે એટલે ઉપશમશ્રણ ચઢતાં પણ હેય. ૧૭.
હવે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહે છે. પ્રથમ ક્ષાયકની અનુક્રમણિકા કહે છે. મિચ્છાઈ ખએ ખઈએ, સે સત્તગખીણિ ઠાઈ બદ્ધાઊ; ચઉ તિ ભવભાવિ મુખે, તભવ સિદ્ધિ વિ ઇયરે વા. ૧૮.
ભાવાર્થ-પૂર્વ સિદ્ધાંતાભિપ્રાયે અપૂર્વકરણે કર્યા છે ત્રણ પુંજ જેણે, તે જીવ શુદ્ધ પંજોદયે વત્તાતે, યથા કર્મગ્રંથાભિપ્રાયે અંતરકરણગત ઉપશમ બુલ કર્યા છે ત્રણ પુંજ જેણે, તે જીવ જેવારે શુદ્ધ વિપાકેદય વેદતે એટલે ક્ષાપશમસમ્યક વત્તત થા ગુઠાણાથી માંડીને ક્ષાયિક પ્રારંભે, તિહાં પ્રથમ અનંતાનુબંધી ચાર કષાય તથા મિથ્યાત્વ મેહનીવ મુંજ, મિશ્ર મેહનીય પુંજ અને સમ્યકત્વ મેહનીય પુંજ, એ ત્રણ પુંજ અને પૂર્વોક્ત ચાર કષાય એ સાતે પ્રકૃતિને ક્ષય કરે, તેવારે લાયક સમ્યકત્વી થાય, તેના બે ભેદ છે, એક બદ્ધાયુ ક્ષાયિક સમકક્વી, બીજે અબદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વી, તિહાં જે અબદ્ધાયુ એટલે જે જીવે આગલા ભવનું આયુ બાંધ્યું નથી, એ ક્ષાયકસમ્યકત્વી જીવ તો તદ્દભવેજ મેક્ષે જાય, અને જેણે આવતા ભવનું આયુ બાંધીને પથી સાત પ્રકૃતિ ક્ષય કરી ક્ષાયકસમ્યકત્વ પામ્યા, તે જીવ ત્રણભવે અથવા ચાર ભવે મેક્ષે જાય; ઈહાં આયુ બાંધ્યા પછી કઈ જીવે ક્ષાયિક સમ્યકત્વ પામ્યું, તે તે જીવે સાત પ્રકૃતિ ક્ષય કરી છે એટલેજ રહે. પણ આગલ ક્ષપકશ્રેણીયે ચઢે નહી, તે ભવે તે ક્ષાયિકમાત્રે જ રહે, પછી પૂર્વોક્ત રીતે ત્રીજે ભવે અથવા ચોયે ભવે સિદ્ધિ વરે. આટલી વાત પ્રસંગથી કહી છે.
હવે ચાર પ્રકારે સમ્યકત્વ કહે છે –
ચઉહાઓ સાસાણું, ગુડાઈ વમણુવ માલપડયુવ્ય; ઉવસમિઓ ઉ પડે તો, સાસાણા મિચ્છમપ્પત્તો. ૧૯. ભાવાર્થ–ચાર પ્રકારે સમ્યકત્વ હોય, તે આવી રીતે કે ત્રણ સમ્યકત્વ તે પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org