________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૮૫૫ વિતરાગ થયા, તે અસત્ય ભાષણ કરે નહી, એટલે શ્રીજિનભાષિત વચન સર્વ સત્ય છે. એમ તે જાણે છે, તે એવી જે તત્વરૂચિ, તે દ્રવ્યગત સમ્યક્ત્વ કહિયે, બીજું ભાગવત સમ્યકત્વ, તે પરમાર્થના જાણ પુરૂષને હોય, માટે જે ભવ્યજીવ જવાદિક નવે પદાર્થને સમસ્તનય, ગમ, ભંગ નિક્ષેપ પ્રમુખ સ્યાદ્વાદ શૈલીપુર્વક જાણે, સહે, તે ભવ્યજીવને ભાગવત સમ્યકત્વ કહિયે, એમ ત્રિવિધ સમ્યકત્વ કહ્યું. ૧૦.
હવે નિશ્ચય વ્યવહાર રીતે બે પ્રકારના સમ્યકત્વનું લક્ષણ કહે છે. નિચ્છાએ સન્મત્ત, નાણાઈ મયપસુહ પરિણામે;
ઈયર પણ તુહ સમએ, ભણિયં સમ્મત્ત હેઊહિં. ૧૧.
ભાવાર્થ-જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધા, ભાસન, રમણતાપુર્વક રત્નત્રયીરૂપ આત્માના જે શુદ્ધ પરિણામ, તેને નિશ્ચય સમ્યકત્વ કહિયે, એટલે આત્માને જ નિશ્ચય સમ્યકત્વ કહિયે. કેમકે આત્માને આત્માના ગુણ તે કાંઈ જૂદા નથી; પરિણામે અનન્ય છે, એક છે, ગુણગુણીભાવે અભેદે જ રહ્યા છે, કેમકે અભેદપરિણામે પરિણમ્યો જે અત્મા, તે તદ્દગુણરૂપ જ કહેવાય. પ્રાયે અપ્રમત્ત સાધુને નિશ્ચયન સમ્યકત્વ પુર્ણ કહેવાય છે, કેમકે જેવું જાણ્યું તેજ ત્યાગભાવ છે, અને શ્રદ્ધા પણ તદનુરૂપ છે. માટે સવરૂપો પગી જીવને આત્મા તેહિજ જ્ઞાન, દર્શને ચારિત્ર છે. કારણ કે, આત્મા રત્નત્રયામક અભેદ ભાવે શરીરમાં રહ્યો છે, માટે રત્નસ્થીને શુદધેપગે વતતા જીવને નિશ્ચય સમ્યકત્વ કહિયે. બીજું વ્યવહાર સમ્યકત્વ છે, તે હે પ્રભુ! તારા સિદ્ધાંતને વિષે સમ્યકત્વના હેતુ, જે મિથ્યાત્વીનું સંસ્તવ, પરિચય પ્રમુખ, જે અતિચારાદિક દોષે છે, તેના ત્યાગથી થાય, તથા દેવ ગુરૂભક્તિ બહુમાન સહિત, ભક્તિ કરે, શાસાનેનતિ કરે, અવિરત ગુણઠાણે રહ્યો થકે પણ આગમક્ત વિધિ માગે નિરતિચાર સમ્યકત્વ પ્રવૃત્તિ સહિત હોય તેને વ્યવહાર સમ્યકત્વ કહિયે. ૧૧.
હવે ત્રીજા બે પ્રકારે સમ્યકત્વ કહે છે, તેમાં એક નિસર્ગ સસ્કૃત્વપ્રાતિ, અને બીજી ઉપદેશજન્ય સમ્યકત્વપ્રાપ્તિ. ઈહાં શિષ્ય પૂછે કે, સહેજે સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? તેવારે ગુરુ દ્રષ્ટાંતગર્ભિત સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય કહે છે.
જલ વલ્થ મગ્ન કદવ-જાઇનાએણુ જે પરં; નિસગ્ગવએ ભવં, સમ્મત્ત તસ તુઝ નમો. ૧૨
ભાવ–આ ગાથામાં પાંચ દ્રષ્ટાંત, કહ્યાં છે, તેમાં જલને, વસ્ત્રને અને કેદ્રવને, એ ત્રણ દ્રષ્ટાંત, આગલ પુંજત્રય ભાવનાવસરે કહી બતાવશે, અને માગને, ' તથા જવરને, એ બે પ્રસ્તુત છે, તે છે–જેમ કેઈક પંથી માર્ગમાં ભ્રષ્ટ થયા પછી બીજા કોઈને ઉપદેશ પામ્યા વિના જ ભમતે ભમતે પોતાની મેલે સહેજે માગ ચઢે, અને પંથ ભ્રષ્ટ થયેલ પંથી તથવિધ પાપના ઉદયથી કઈ સજજનને જેગ ન મલવાથી માગ પામેજ નહિ, તિહાંને તિહાંજ રહે, અને ત્રીજો પુરૂષ બીજાને પૂછી માગ પામે. વલી જવરને દ્રષ્ટાંત કહે છે :-જેમ કેઈને તાપ, જવર આવ્યા, તે કેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org