________________
૫૪
જન શિન્યત્ર " પ્રસાદે ક્ષાયિકાદિકની પરે વિશિષ્ટ તે નહિ પણ સામાન્ય પણે અલપકાલીન ઉપશમનામા સમક્તિ પામે, તે શી રીતે પામે, તેની ઉપમા કહે છે. જેમ સુભટ હોય, તે રણને વિષે વેરીને જીતવાથી પરમાનંદ પામે, તેમ અનાદિના જે રાગદ્વેષરુપ મહટા શત્રુ, તજજનિત ગુરૂ કમ સ્થિત્યાદિ અનંતાનુબધિયા ચાર વૈરીને જીતવાથી પરમાનંદ સરિખું સમ્યકત્વ જીવ પામે અહિંયાં ગ્રંથાંતરથી પૂકત જીવ અંતરકરણમાં પહોંચતા કે આનંદ પામે, તેની ઉપમા પ્રકાર તર કહી દેખાડે છે - જેમ કેઈક પંથી જન ગ્રીમકાલમાં મધ્યાન્હ સમયે નિજળ વનમાં સુર્યના પડેલા કિરણને પરિતાપે પડેલા લના સખ્ત તાપે કરી અતિ વ્યાકુલ થયે હેય, તેને કઈ શીતળ સ્થાનક મલે, વળી તિહાં કઈ બાવનાચંદનને રસ છાંટે, તેવારે તે પંથી શાતા પામે, તે આનંદમગ્ન હોય છે.
હવે સમ્યકત્વ કેટલે ભેદે હેય, તે આગમની ગાથાઓ કહે છે.
તં ચિંગવિહે, દુવિહં, તિવિહં તહ ચÚવહં ચ પંચવિહં; તથ્યગવિહં તુહ, પણીયભાવેસુ તત્તરાઈ. ૮.
ભાવાર્થ_એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, અને પાંચ પ્રકારે પણ આગમમાં સમ્યકત્વ કહ્યું તે ભેદનું સ્વરૂપ વિવરીને કહે છે તિહાં એકવિધ સમ્યકત્વ છે, જે હે પરમેશ્વર ! તારા પ્રકાશ્યા જે જીવાદિકભાવ–પદાર્થો, તેને વિષે તત્વ રૂચિ હેય, અર્થાત્, પરમાર્થબુદ્ધિ હેય, તે તત્વરૂચિ શ્રધાન મિથ્યાત્વદલના રસની મંદતાયે જાતિસમરણાદિક નિમિતે, ઉહાપોહ કરતાં કરતાં સહેજે પિતાની મેલે તત્વશ્રધાન પામે, તે નિસગ સમ્યકત્વ કહેવાય; અથવા શુદ્ધગુરૂની ઉપાસના કરતાં, સિદ્ધાંતવાણી સાંભળતાં, જે પામે, તે ઉપદેશિક શ્રદ્ધાન કહિયે, ઇત્યાદિક લક્ષણ જે તત્વરૂચિ તે એકવિધ સમ્યકત્વ કહિયે. ૮. હવે દ્વિવિધ સમ્યકતવ ત્રણ પ્રકારે કહે છે.
દુવિણં તુ દવભાવ, નિચ્છશ્ય વવહારીઓ વિ અહવાવિક નિસગુએસા, તુહવયણ વિઊહિં નિદિ, ૯
ભવાઈ...હે જીનેશ્વર, તાહરા ભાખ્યાં જે દ્વાદશાંગ, તેને જાણ એવા જે પ્રવિણ પુરૂષ, તેણે એક દ્વવ્યસર્ષીત્વ, અને બીજુ ભાવસમ્યકત્વ, એ બે પ્રકારે સમ્યકત્વ કહ્યું છે, અથવા એક નિશ્ચય સમ્યકત્વ, અને બીજું વ્યવહાર સમ્યકત્વ, એ રીતે પણ બે પ્રકાર કહ્યા છે, તથા વળી એક નિસર્ગ સમ્યક્ત્વ, એ રીતે પણ બે પ્રકાર કહ્યા છે, એમ ત્રણ પ્રકાર દ્વિવિધ સમ્યકત્વના તાહરાં વચનવેરા એટલે આગમાર્થના જાણુ પુરુષે દેખાયા છે. ૯. હવે ત્રણ પ્રકારે દ્વિવિધ સમ્યક્ત્વ કહ્યું, તેના લક્ષણ કહે છે.
તુહ વયણે તત્તરુઈ, પરમથ્થમજાણુઓ વિ દગચં;
સમ્મ ભાવગય પુણુ, પરમ વિયાણુઓ હોઈ. ૧૦.
ભાવાર્થહે પ્રભુ, તારાં વચનને પરમાર્થ જે રહસ્ય, તેને અજાણ છે, તારાં વચનને વિષે તવરૂચિ છે, કેમકે જે, રાગ, દ્વેષ, અજ્ઞાન, એ ત્રણદોષને નાશ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org