________________
જન સમિત્ર ધારકાય નમઃ ૯ પ્રકૃતિ. ૩ શ્રી અવ્યાબાધ ગુણ ધારકાય નમઃ ૨ પ્રકૃતિ. ૪ ક્ષાયિક સમ્યત્વ ગુણ ધારકાય નમઃ ૨૮ પ્રકૃતિ. ૫ અક્ષયસ્થિતિ ગુણ ધારકાય નમઃ ૪ પ્રકૃતિ ૬ અમૂત ગુણ ધારકાય નમઃ ૧૦૩ પ્રકૃતિ. ૭. અગુરુલઘુ ગુણ ધારકાય નમઃ ૨ પ્રકૃતિ. ૮ અનન્ત વય ગુણ ધારકાય નમ: ૫ પ્રકૃતિ.
કાયોત્સર્ગ, સાથીયા, તથા ખમાસણ કમ પ્રકૃતિ પ્રમાણે કરવા. જે દીવસે જે કમને તપ ચાલતો હોય તે દીવસે તે કર્મની પૂજામાંથી એક ઢાળ અનુક્રમે ભણાવવી. ઉજમણુમાં આઠ કમંની ૧૫૮ પ્રકૃતિ સૂચવનારૂં આઠ શાખાને ૧૫૮ પત્રવાળું રૂપાનું વૃક્ષ અને કમવૃક્ષના છેદને માટે તેના મૂળમાં મૂકવાને સેનાને કુહાડ તથા ચોસઠ મોદક જ્ઞાનની પાસે મુકવા. જ્ઞાનની પૂજા કરવી તથા દાન દેવું. મોટી સ્નાત્રવિધિઓ જિનપૂજા કરવી. સંઘવાત્સલ્ય કરવું. એ રીતે પ્રથમ ઓળી થઈ. એવીજ આઠ ઓળી કરવી. એટલે ૬૪ દિવસે કમસૂદન તપ પૂર્ણ થાય.
૨. એકસોવીશ કલ્યાણક તપ. જે દિવસે તિર્થંકર પરમાત્માને ગર્ભાવસાર, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ થયો હોય તે દીવસે જે તપ કરાવે તે કલ્યાણતપ કહેવાય. જે દીવસે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું, બે કલ્યાણક હોય તે નીવી, ત્રણ હેય તે આંબીલ, અને ચાર હોય તે ઉપવાસ કરે. પાંચ કલ્યાણક હોય તે એકાસણું પુર્વક ઉપવાસ કરવો. ચોવીશ તિથ"કરના વન વિગેરે પાંચ કલ્યાણકના ૧૨૦ દિવસને વિષે ઉપવાસાદિક તપ કરવો. એકાસણાથી જે પાંચ કલ્યાણક આરાધે તે માગશર સુદિ ૧૦ નું આંબિલ કરે ને માગશર સુદ ૧૧ ને ઉપવાસ કરી ૬ કલ્યાણક આરાધે, અને ઉપવાસથી પંચકલ્યાણક આરાધે તે માગશર સુદિ ૧૦ ને અગ્યારસને પ્રથથ છઠ્ઠ કરી શરૂ કરે તે પાંચ વર્ષે કલ્યાણક ત૫ પુરા થાય. ઉજમણુમાં કનકસિંહ રાજાની જેમ વીશ જિનેશ્વરની પ્રતિમા ભરાવવી. તિલક ૨૪ તેમજ પુજાના ઉપકરણો દરેક ચોવીશ ચોવીશ મૂકવા, યવન કલ્યાણકે “પરમેષ્ઠિને નમઃ” જન્મ કલ્યાણકે “અહંતે નમઃ” દીક્ષા કલ્યાણ કે નાથાય નમઃ કેવળ જ્ઞાન કલ્યાણુકે “સવંઝાય નમઃ નિર્વાણ કલ્યાણ કે “પારંગતાય નમ:” એ બે હજાર પ્રમાણુ જાપ કરે એટલે ૨૦ નકારવાળી ગણવી, જે ઉપવાસથી આ તપ કરે તેણે દરેક કલ્યાણકે ઉપવાસ કર. વધારે કલ્યાણુક એક દિવસે હોય તે બીજા વર્ષોમાં આરાધન કરવું. જ્યાં ભગવંતની કલ્યાણક ભૂમિ હોય ત્યાં મોટા મહોત્સવ પુર્વક સંઘ સહિત યાત્રા કરવા જવું તથા સર્વ ભગવંતને પંચકલ્યાણક ઉત્સવ કર. કલ્યાણકોના દિવસે ગુરૂમહારાજાદિક થકી જાણી લેવા.
૩. અગિયાર અંગ તા. શુકલ એકાદશીથી આરંભીને અગ્યાર માસની એકાદશીએ યથાશકિત તપ કરવાથી અંગ તપ પુર્ણ થાય છે. આચારાંગ વિગેરે અગીયાર અંગને આ તપ હેવાથી અંગ તપ કહેવાય છે. તેમાં શુકલ એકાદશીને દિવસે યથાશકિત એકાસણું, નવી આબીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org