________________
૨
અજન સન્મિત્ર બોધ આપી સુધારે છે, તેવા મુનિ મહાત્માને જ શુદ્ધ ગુરૂ માનું અને પ્રતિદિન જોગ હેય ત્યાં સુધી તેમને શુદ્ધ ભાવથી વંદન કરી તેમના વચનામૃતનું પાન કરૂં. ૩. સદ્દ ગુરૂની અમૃત તુલ્ય વાણી સાંભળી મારી છતી શક્તિ પવ્યા વગર બની શકે તેટલી ગૃહસ્થ એગ્ય ધમ કરણ કરવા નિરંતર ખપ કરૂં; દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધમની શ્રદ્ધા રાખી યથાશક્તિ તેને આદર કરૂં; સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરુપ શુદ્ધ ધમને મને યથાર્થ બોધ થાય, તેની યથાર્થ પ્રતીતિ થાય અને અનુક્રમે તેની પ્રગટ પ્રાપ્તિ થાય, તેવા લક્ષથી સદ્દગુરૂની આજ્ઞાને આધીન રહી તેમણે આત્મ-કલ્યા@ાથે આપેલી રૂડી શિખામણને દયાનમાં રાખી કાળજીથી અનુસરૂ, પ્રમાદવશપણાથી મૂલ પડે તે ગુરૂમહારાજને નિષ્કપટપણે નિવેદન કરી, ક્ષમા માગી ફરી ભૂલ ન કરવા વિશેષ કાળજી રાખું, તેમની પવિત્ર આજ્ઞાનુસાર પ્રતિવર્ષ શ્રી શત્રુંજયાદિક તીર્થની યાત્રાદિક કફ અને આશાતનાદિક દેષને ટાળી, દેવગુરુ સંઘ-સાધર્મિક ભકિતને બની શકે તેટલો લાભ લઉં, અને વ્રત-પચ્ચખાણુને ભાવ રાખું.
૧. સ્થૂલ પ્રાણાતિપાત વિવરણ વ્રત (પહેલું અણુવ્રત.) ૧. મરણદિક મહા ભયથી પ્રગટ પણે કંપતા ત્રાસ પામતા કેઈ પણ નિરપરાધી જીવને કઇ પણ પ્રબળ કારણ વગર તેના પ્રાણ નીકળી જાય તેમ જાણી બુઝીને મારા મન, વચન અને કાયાથી હું જાતે હણું નહિં તેમ જ અન્યકને હણાવું નહિ. ૨. માંસ, દારુ, શિકાર, મધ, માખણ, રાત્રી ભોજન પ્રમુખ અભક્ષ્ય અને ડુંગળી, લસણ, ગાજર, બટાટા પ્રમુખ જમીન કંદ વિગેરે અનંત કાય ભક્ષણ કરવાને ત્યાગ કરું છું.
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (બીજુ અણુ વ્રત)
આ વ્રતમાં કન્યાદિક વિગેરે પાંચ મોટા જજૂઠાણને સદાય ત્યાગ કરું છું અને જિન વચનથી વિપરીન જાણતાં થકાં બોલવાને ત્યાગ કરૂં છું.
૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ત્રીજું અણુ વ્રત.) આ વ્રતમાં કઈ પણ પ્રકારની શેરી, વિશ્વાસઘાત, દાણ ચેરી, બેટી લેવડ દેવડ, દગાબેર ભેળસેળ, વિગેરે ધર્મને કલંક લાગે તેવું કાંઈ પણ અપ્રમાણિક વર્તન કરૂં નહિં. ૪. સ્વદારા સંતેષ અથવા સ્થલ મિથુન વિરમણ વ્રત (ચોથું અણુ વ્રત.)
૧. વસ્ત્રી કે સ્વપતિ સિવાય દેવ મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયભોગ સર્વથા ત્યાગ કરૂં છું.
પરિગ્રહ પ્રમાણ વ્રત (પાંચમું આણુ વ્રત) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સોનું, રૂપું, અન્ય ધાતુ, દાસ, દાસી અને ગાય, બેલ, હાથી, ઘોડા પ્રમુખ ચતુષ્પદ એમ નવ પ્રકારના બાહૃા પરિગ્રહનું જુદું જુદુ પ્રમાણ કરી તેથી અધિક દ્રવ્યની પ્રાપ્તિ થતાં તત્કાળ તેને એ દુપગ પરમાર્થ માગે કરું, પરંતુ પ્રમાણથી અધિક થયેલું દ્રવ્ય દેખી નિયમ બગાડું નહિં.
૬ દિગ્રપરિમાણ વ્રત (પહેલું ગુણ વ્રત.) ચાર દિશા, ચાર વિદિશા તેમજ ઉંચે અને નીચે એમ દશે દિશામાં સ્વાર્થવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org