________________
વિધી સંગ્રહ
૮૩૧ પારવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, એમ કહી મુહપત્તિ પડિલેહવી, (અહીંયા પોષાતીએ, લીધેલા કુંડી પ્રમુખ સર્વ જાગેલી વસ્તુ છુટા ગૃહસ્થને ભળાવે) ૫છી ખમાસમણ દઈ, ઈચ્છા પોષહ પારું? યથાશક્તિ, પછી ખમાસમણ દઈ, ઈચ્છા, પિસહ પાયે? તહત્તી એમ કહીને એક નવકાર ગણી, ઘુંટણીયે પડી, ચરવાલા ઉપર હાથ રાખી, મસ્તક નમાવીને પિસહ પારવાને પાઠ બોલ, તે આવી રીતે. સાગર ચંદે કામો, ચંદવડી સુંદસ ધન્નો; જેસિ પિસહ પડિમા, અખંડીયા જીવિયતેવી; ધન્ના સલાહણજા, સુલસા આણંદ કામદેવાય; જાસ પસંસઈ યવં', દદ્રવયં ત મહાવી. પિસહવિધિ લીધું, વિધિ પાયું વિધિ કરતાં જે કઈ અવિધિ હુઓ હોય, તે સવે હું મન વચન કાયાએ કરી તસ મિચ્છામિ દુકકડે પછી ખમાસમણ દઈ, ઈચ્છા. મુહપત્તિ પડિલેહું? ઈચ્છે એમ કહી મુહપત્તિ પડિલેહી ખમાસમણ દઈ, ઇચ્છા સામાયિક પારું યથાશક્તિ, પછી ખમાસણમણ દેઈ, ઈચ્છા સામાયિક પાયું? તહરી, એમ કહીને એક નવકાર ગણું, ચરવલા ઉપર હાથ રાખીને, સામાયિક વય જુત્તોને પાઠ કહીને, સામાયિક પારવું.
૧૧ સામાયિકને ૩૨ દેષના દુહા રોષ સહિત અવિવેકથી કરે, ન અર્થો વિચાર મન ઉદ્વેગે જશ ઈચ્છા, વિનય રહિત ભય ધાર. ૧. વ્યાપાર ચિંતન ફલ સંદેહ, નિયાણ મેહ વશ; સામાયિકમાં મન તણ, ટાળો દોષએ દશ. ૨. કુવચન ટુંકારો કરે, દીયે સાવદ્ય આદેશ; લવલવતે વઢવાડને, દીયે આવકાર વિશેષ. ૩. ગાલ દીયે વલી મેહ વશે, હલાવે લઘુ બાળ; કરતે વિકથા હાસ્ય એ, વચન દેષ દશ ટાળ. ૪. ચપલાસન ચિહું દિશિ સૂવે, સાસઘં કામ સંઘટ; એ હિંગી અવિનીત પણે, બેસે જે ઉદભ. ૫. આળસ મેડે મેલ ખાજખણે, પાયપર રાખે પાય; અતિ પ્રગટ કે ગોપવે, નિદ્રા સહિત નિજ કાય. ૬. બાર દેષ એ કાયના, મન વચના થયા વિશ; સામાયિકમાં સર્વે મળી, ટાળે છેષ બત્રીશ. ૭.
૮ સમક્તિ સહિત બાર વ્રતની સંક્ષેપ ટીપ
( [ સમકિત ] ૧. રાગ દ્વેષાદિક દેષ થકી સંપૂર્ણ મુક્ત થયેલા સર્વજ્ઞ સવંદશી અરિહંત પરમાત્માને જ, શુદ્ધ દેવ માનું, અને જગત્ માત્રને પાવન કરનારા તેમનાં પવિત્ર નામ, સ્થાપના [ પ્રતિમા ] દ્રવ્ય અને ભાવનું સદાય રટણ કરું, નિરંતર અમુક વખત ચેખાઈ રાખી શ્રી જિન મંદિરે જઈ ત્યાં સ્થિર ચિત્ત રાખી પ્રભુના અદ્દભૂત જ્ઞાન, ક્ષમા, ગભીરતા પ્રમુખ ઉત્તમોત્તમ ગુણ સંભારી મારા આત્મામાં તેવાજ ગુણે પ્રગટાવવા નિમિત્તે પ્રભુનાં દર્શન, પૂજા અને ચૈત્યવંદન કરૂં અથવા નવકાર મંત્રને સ્થિર ઉપગ રાખી ૧૦૮ વાર જાપ કરું. ૨. શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસારે જ્ઞાન વૈરાગ્ય જાગવાથી સ૬ગુરૂ સમીપે જઈ જેમણે મેરુ પર્વત જેવા ભારે પાંચ મહાવ્રત ઉચ્ચરેલાં છે, અને મહાવ્રતાને જે રૂડી રીતે ગુરૂમહારાજની આણ માં રહીને પાળે છે, કચને કામનીથી જે સદાય દૂર રહે છે, જયણાથી સઘળી સંયમ કર ણી સાધે છે અને ભવ્ય જનોને સારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org