________________
સજજન સન્મિત્ર કરવું. પછી રાત પિસાતી, એક પોર સુધી, સઝાય ધ્યાન કરવું. પછી વિધિપૂર્વક સંથારે પાથરીને, સંથારા ઉપર બેસીને, ઈરિયાવહિયં પડકમીને ચઉદ્ધસાયથી, જયવિયરાય સુધી ચિત્યવંદન કરીને, ખમાસણ દેઈ, ઈચછા સંથારા પરિસિ ભણવા મુહપત્તિ પડિલેહતું ? ઈચ્છે, કહીને મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ, સંથારા પિરિસિ ભણવી. અને પછી શરીરે શુદ્ધ થઈ, કાનમાં કુંદન રાખીને માતરિયું પહેરીને, વિધિપૂર્વક જનતાથી શયન કરવું, અને છ ઘડી રાત્રી રહેતાં સાવધાન થઈ ઉપયોગ પૂર્વક ઇરિયાવહિયં પડિક્કમી, ચાર લેગસ્સને કાઉસ્સગ કરો, પછી સજઝાયધ્યાન કરીને, અવસર થયે, રાઈ પ્રતિક્રમણ કરવું, અને પછી પડિલેહણ કરી દેવ વાંદીને પોસહ પારો.
રાત પસાતી માટે વિશેષ વિધિ તથા સુચ માત્ર રાત્રીના ચાર પહેારને પસહ કરે છે, તેણે પડિલેહણ દેવ વંદન વગેરે વિધિ, દિવસ છતાં કરવાની હોવાથી, વહેલાં આવવું જોઈએ અને તે દિવસે ઓછામાં
છે એકાસણાને તપ કરેલે હવે જોઈએ. તેણે કરવાની વિધિ આ પ્રમાણે પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહિ પડિકમીને પડિલેહણ કરવું. તે પડિલેહણની વિધિ પ્રમાણે કરે, પછી ખમાસણ દેઈને, ઈરિયાવહિ પડિકામવાથી માંડીને, યાવત બહુવેલ કરશું પર્યત સવારના પિસહ લેવાની વિધિ પ્રમાણે કરે, અને ત્યાર પછી સાંઝની પડિલેહણમાં ખમાસમણ દઈ, પડિલેહણ કરું, આદેશ માગવાને છે, ત્યાંથી ઉપાધિ પડિલેહુને આદેશ માગવા પયંત, તે પ્રમાણે વિધિ કરે. પિસહના પચ્ચખાણમાં શેષ દિવસે, અહોરત કહેવું. બીજે કાંઈ ફેરફાર નથી. પછી દેવ વાંદે, તથા વીશ માંડલા કરે. તે પછી પડિકમણું કરે બાકીને વિધિ ઉપર લખ્યા પ્રમાણે જાણ.
સંથારા વિધિ પ્રથમ પડિલેહેલી જગ્યાએ સંથારીયું પાથરે, તેના ઉપર કામલી, અને પગની બાજુએ કટાસણું પાથરીને, અંતરપટ એટલે સુતરાઉ ચાદર પાથરે, મુહપત્તિ કેડે ભરાવે અરવલ પડખે મૂકે, અને માતરીયું પહેરીને, ડાબે પડખે હાથનું ઓશીકું કરીને સૂવે. રાત્રે ચાલવું પડે તે દંડાસણ વડે પડિલેહીને ચાલવું, માત્રાના ખપમાં આવતા પાણીમાં રાત્રે ચને નાંખી મૂકો, તથા કામલીને કાલ, ઉનાળામાં બે ઘડી; તથા ચોમાસામાં ચાર ઘડી અને શિયાળામાં છ ઘડીને છે. તે પ્રમાણે લક્ષમાં રાખીને, કાળ વિત્યા બાદ, માત્રા પ્રમુખ માટે ઉપાશ્રય બહાર જવું પડે તે, કામળી ઓઢી માથે કટાસણું રાખીને જવું વરસાદના છાંટામાં જવું પડે તે પણ એવી જ રીતે કરવાનું છે, ઉપાશ્રય બહાર જતાં ત્રણવાર આવરસહિ, અને પેસતાં ત્રણવાર નિસાહિ કહેવી પાછલી રાત્રે જાગીને નવકાર સંભારી ભાવના ભાવી, માત્રાની બાધા ટાલી આવે, અને કુસુમિણ દુસમિણને કાઉસગ ચાર લેગસ્સને સંપૂર્ણ કરે.
૧૦ પોસહ પારવાની વિધિ પ્રથમ ખમાસણ દેઇને, ઇરિયાવહિ પક્કિમને, ખમાસમણ દેઇને, ઈચ્છાસિહ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International