________________
વિધી સંગ્રહ
८२७ કહેવું, પછી બે હાથ જોડી, લલાટે લગાડી જય વીયરાય કહેવા. આ ભવમખેડા સુધી કહ્યા પછી હાથ નીચે ઉતારી લેવા. પછી ઉભા થઈ અરિહંતચેઈઆણું, અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી, નમેહતું કહી દેય કહેવી. ૧૫. શ્રાવક પિષધ સામાયિક વ્રત સંબંધી સામાચારી વિધિ.
પસહ સ્વરૂપ पासेई सुहमावे असुहाई खवेंई नस्थि संदेहो
छिन्नई नरय तिरिय गई, पोसहविहि अप्पमत्तोय । જે પ્રાણ પિતાના આત્માને પૌષધ એટલે શુભ ભાવે કરીને પિસે, તે અશુભ કર્મોને ખપાવે તેમાં સંદેહ નથી; વળી જે અપ્રમત્ત પણે પોસહ વિધિ પૂર્વક કરે તે નરક તિર્યંચ ગતિને છેદી નાંખે ૧. પૌષધ એટલે જે વ્રત કરવાથી આમધમની પુષ્ટિ થાય, અર્થાત્ આત્મા નિમલતાએ પિસાય તેને પિસહ કહીએ. શ્રાવકના બાર વ્રતમાં એ અગ્યારમું વ્રત છે, અષ્ટમી ચતુર્દશી વિગેરે પર્વ તિથિને વિષે, એ વ્રત ચાર પહોરનું અથવા આઠ પહોરનું કરવામાં આવે છે, એના મુખ્ય ચાર ભેદ છે. ૧. આહાર ત્યાગ પિસહ દેશથી કે સર્વથી. ૨. શરીર સત્કાર ત્યાગ પિસહ સર્વથી. ૩. બ્રહ્મચર્ય પોસહ એટલે, અબ્રહ્મને ત્યાગ સર્વથી, ૪, અચાપાર પિસહ સવથી, અર્થાત્ સંસાર વ્યાપારાદિ સર્વ સાવઘ કાયને પરિત્યાગ–સૂચના દેશથી એટલે થેડે ભાગે ત્યાગ, અને સર્વથી એટલે સર્વથા ત્યાગ. જેમકે, આહાર પિસહમાં ચૌવિહાર ઉપવાસ કરે તે સર્વથી જાણ; અને તિવિહાર ઉપવાસ, આંબિલ, નીવી, અને છેવટ એકાસણું, એ સર્વ તપ, દેશ થકી એટલે થોડે ભાગે જાણવા. હવે પિસહ કરનારે તે દિવસે ઓછામાં ઓછો, એકાસણું સુધીને તપ તે અવશ્ય કરજ જોઈએ.
પિસહ કરનારને ખાસ સૂચના પિસહ કરવાને ઈચ્છનારે, પ્રભાતમાં વહેલા ઉઠીને, રાઈ પ્રતિક્રમણ જરૂર કરવું જોઈએ. પછી પડિલેહણ કરવું, તે સવારના પડિલેહણ કરવાની વિધિ આ પ્રમાણે–પ્રથમ ઈરિયાવહિ પડિકક્કમીને, ખમાસમણ દઈ, ઈછાકારેણ સંદિસહ ભગવત્ પડિલેહણું કરું? ઈચ્છ, કહી સવારે પહેલાં મુહપત્તિ, ચરવલે, અને પછી કટાસણું, (બપોરના પડિલેહણમાં પ્રમથ મુહપત્તિ, પછી કટાસણું અને પછી ચરવલે પડિલેહ, એટલે ફેર છે.) પછી સઘળાં વસ્ત્રો એટલે ધોતીયું, માત્રીયું, અને ઉત્તરાસંગ વિગેરે વસ્ત્રો પડિલેડવા, અને તે પડિલેહતી વખતે, મુહપત્તિના અંગ સહિત પચાસ બોલ, કટાસણાના પચ્ચીશ. તથા ચરવલાના દશ બેલ, અને ધોતીયાના પચ્ચીશ બેલ, અને શેષ વસ્ત્રો ઉત્તરસંગ વિગેરે પહેલા દશ બોલ મુહપત્તિ આદિન ૫૦ બેલ મનમાં ચિંતવતાં થકાં પડિહવાં, પછી દંડાસણથી, અથવા ચરવાલાથી કાજે લેઈને ત્રણ પંજ કરી, તેમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર, દ્રષ્ટિએ પડિલેહી, જીવાદિકને જતનાપૂર્વક પાઠવી કાજે શુદ્ધ કરી, ત્યાંજ ઈયાવહિ પહિકમીને વિધિપૂર્વક પરઠવવે; અને ત્યાર પછી જિન મંદિરે જઈને, પૂજા કરવી, અને પછી ઉપાશ્રયે આવી ઘેરે જે પ્રતિક્રમણ ને પડિલેહણ કર્યું હોય તે અહીં ઉપાશ્રયે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org