________________
સઝાય અને પદ-વિભાગ
૮૧૫ તારૂ તે ભવ તરે અથાગ; રૌરવ નરક તણે એ માગ, છાગ હણી જે મડે જાગ. ૧૩. દેહ માંહે સાર તે જહ, ધમ થાય તે લેખે દીહ; રસ માંહિ ઉપસમ રસ લીહ, થુલીભદ્ર મુનિ માંહે સિંહ. ૧૪. સાચું જપે તે જિનનું નામ, ગી તે જે તે કામ; ન્યાયવંત કહીએ તે રામ, જિન ધરમી વસે તે ગામ. ૧૫. એહ બોલ બેલ્યા મેં ખરા, સાર નથી એહ ઉપરા; કહે પંડિત લખમી કલ, ધરમ રંગ મન ધર ચેલ, ૧૬.
૧૨. ત્રિષષ્ઠિ શલાખા છત્રીશી ચેપાઈ-પ્રહ સમે પ્રણમુ સરસતીમાય, વલી સહગુરૂકે લાગું પાય; ત્રેસઠ શિલાકાનાં કહુ નામ, નામ જપતા સીઝે કામ. ૧. પ્રથમ વિશ તીર્થંકર જાણ, તેહ તણે હું કરીશ પ્રણામ; રીપભ અછતને સંભવ સ્વામ, ચોથા અભિનંદન અભિરામ, ૨. સુમતી પદ્મ પ્રભુ પૂરે આસ, સુપાશ્વ ચંદ્રપ્રભુ દે સુખવાસ; સુવિધી શિતલને શ્રેયાંસનાથ, એ છે સાચા શિવપુર સાથ. ૩. વાસુપુજયજિન વિમળ અનંત, ધમ શાંતી કુંથુ અરિહંત, અર મલ્લી મુનિસુવ્રત સ્વામ, એહથી લહિયે મુક્તિ સુ કામ. ૪. નમીનાથ નેમીસર દેવ, જસ સુરનરનીત સારે સેવ; પાશ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, તુઠા આપે અવિચળ રિદ્ધ. ૫. ચેરાશી બહુર્તર સાઠ પચાસ, ચાલીશ ત્રીશ વીશ દશ ખાસ; બે લાખ એક લાખ પૂરવ સવી જાણે, ચોરાશી બહુતેર સાઠ પ્રમાણ. ૬. ત્રીશ દશ એક લાખનું માન, વર્ષાયુ શાંતિ તાઈ વખાણ; પંચાણું ચુલસી પંચાવન ત્રીશ, દશ એક અઢીશે બહેતર કરીશ. ૭. ધણુશય પંચને સાડાચાર, ચાર શાર્ધ ત્રણ ત્રણશે અઢીશે ધાર; દેસત શાર્ધસત ને સત એક, આગે દશ દશ ઉણ પચાશે છે. ૮. ત્યાંથી પંચ પંચ ઉણ ગણુએ એમ, દસ ધનુષ સુધી પ્રભુ જાણે કેમ; હવે નવને સાત હાથે પ્રમાણ, અનુક્રમે પાસને વીરનું જાણ. ૯. એમ સવિ જિનને આયુ તનુમાન, જાણી કરે પ્રભુનું ગુણગાન; જિનનું જ્ઞાન ધ્યાન બહુમાન, કરતા લહીએ અવિચલ ધાન. ૧૦. હવે નામ ચકવતિ તણાં, બાર ચકી જે શાસ્સે ભણ્યાં, પહેલે ચક્રી ભરત નરેશ, સુખે સાધ્યા જીણે ખટ ખડ દેશ. ૧૧. બીજે સગર નામે ભૂપાલ, ત્રીજો મઘવરાય સુવિશાલ; ચેાથે કહીયે સતન કુમાર, દેવ પદવી પામ્યા છે સાર. ૧૨, શાંતિ કુંથુ અર ત્રણે રાય, તીર્થંકર પણ પદ કહેવાય; સુમૂમ આઠમેં ચકી થયે, અતી લેજો કરી નરકે ગયે. ૧૩. મહાપદ્મ રાય બુદ્ધિ નિધાન, હરિ દશમો રાજાન; અગ્યારમે જય નામ નરેશ, બારમો બ્રહ્મદત્ત ચકેશ. ૧૪. એ બારે ચકીસર કહ્યા, સૂત્ર સિદ્ધાંત થકી મેં લા; તનુ શત પંચ અને સાડાચાર, બેતાલી એકતાલી પર અર્ધા વિચાર. ૧૫ ચાલીસ પણુતીસ તીશ અડવીશ, વિશ પર બાર અને સાત ગણુશ; ધનુષ માન સવિ ચક્રી તણાં, અનુકમ લેહે તસ નામનાં. ૧૬. ચોરાશી બહેતર પૂરવ લાખ, પાંચ ત્રણ વલી એક લાખ; પંચાણું રાશી સાઠ અને ત્રીશ, દશ ત્રણ હજાર સાત સાત લડીશ. ૧૭. આયુ માન ચકીનાં ભણ્યાં, રિષભ અજિતવારે પહેલા બે સુણ્યાં, ધમનાથ વારે મધવા સનત, શાંતિ કુંથુ અરદે પદવી લહત. ૧૮. અરનાથ પછી સુભમ ચક્રીશ, મુનિસુવ્રત વારે મહાપ જગીશ નમિનાથ વારે હરિવેણુને જય, શ્રીમવારે બ્રહ્મદત્તને વિલય. ૧૯ હવે વાસુદેવ કહું નવ નામ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org