________________
૭૭૪
સજજન સન્મિત્ર જે તેના સ્વામી કહેવાય છે તે વિરતિધારી જ તેના પિતા પણ છે-તેને જન્મ આપનાર છે. વિરતિ
ર પિતામાંથી જ તેને પ્રગટાવે છે. વળી તે વિરતિધારી આખા જગતના સર્વ પ્રાણીના હિતેચ્છુ હોય છે.
હવે તે બાળા (વિરતિ)ને આઠ દીકરી..પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તપ-થઈ, છતાં તે સ્વભાવે બ્રહ્મચારિણી જ કહેવાય છે. તે આઠ પુત્રીને પૂર્ણ ચંદ્ર જે શુદ્ધસ્વરુપી આત્મા તેની સાથે પરણવી છે, તેણે તેને પિતાની કરીને સ્વીકારી છે, પણ તેઓ એક શયા ઉપર સૂતા નથી. સહજ માત્ર પણ પ્રમાદ સેવતા નથી અથવા એક શિયાએ શયન કરવાનું તે આઠ પ્રવચન માતા કહેવાતી હોવાથી તેનું કામ પણ નથી. (૨)
હવે તે આઠ કન્યાઓને બાર પુત્ર (બાર પ્રકારની અવિરતિના ત્યાગરુપ) થયા પરંતુ તે પુત્રો અજમા કહેવાય છે; કારણ કે તેને કર્તા કોઈ નથી, તેઓ પોતે જ આમારુપ છે. (૩)
આ માતા, પિતા ને પુત્ર એક દિવસના જન્મેલા છતાં નાના મોટા કહેવાય છે. એટલે તેઓ આત્માના ગુણરૂપ હોવાથી તેનો જન્મ સાથે જ કહી શકાય, છતાં પ્રથમ વિરતિધારક ને પછી તેની આઠ પુત્રી ને પછી બાર પુત્ર એમ નાના મોટા કહી શકાય છે. તે બધાનું મૂળ પરમાત્મા અથવા તેમની વાણી છે એમ સૌ જાણે છે, છતાં તેની બધી આશા ને બધા ભેદ કઈ છઘસ્થ મનુષ્ય જાણી શકતા નથી. (૪)
હવે જે એના કુળની બધી શાખા જાણે છે એટલે કેવળજ્ઞાની થાય છે તે તો પછી ખેજરુપ જે મતિશ્રુતજ્ઞાન તેને ગુમાવે છે, પરંતુ ખોજ (મશ્રિત) ગુમાવ્યા છે તો કેવળજ્ઞાની થવાથી તે સૌથી મોટા (2) કહેવાય છે. (૫)
આ વિરતિ નર, નારી ને નપુંસક સૌની માતા છે. ત્રણ પ્રકારના વેધવાળા (અમુક ભેદ સિવાય)તેને ધારણ કરી શકે છે. અને આ સમતા અથવા વિરતિને છએ મતવાળા બાળકુમારી એટલે એક સ્વામી ધારણ કર્યા વિનાની કહે છે તે આશ્ચર્યની વાત છે, કેમ કે વ્યક્તિગત તેના સ્વામી ઘણું છે. (૬)
લૌકિકમાં કે લોકોત્તરમાં-સર્વ કાર્યમાં તે સમતા વિના ચાલતું નથી. ચિદાનંદ મહારાજ કહે છે કે-આ વિરતિ અથવા સમતારુષ સ્ત્રી સાથેનું રમણ–તેની સાથે રહી આનંદ મેળવો તે મુનિ મહારાજ મનમાંથી કોઈ પણ વખત ક્ષણવાર પણ વિસરતા નથી. ૭)
૧૮૨ પદ ૪૧ મું. રાગ-પ્રભાતી ઉઠોને મેરા આતમરામ, જિનમુખ જેવા જઈએ રે'—એ દેશી. વિષય વાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગો રે આંકણી ત૫ જપ સંજમ દાનાદિક સહ, ગિણુતિ એક ન આવે રે, ઇંદ્રિય સુખમે જેલ એ મન, વક તુરંગ જિમ ધાવે રે. વિષય૦ ૧. એક એક કે કારણ ચેતન, બહુત બહુત દુઃખ પાવે રે, દેખે પ્રગટપણે જગદીશ્વર, ઈહુવિધ ભાવ લિખાવે છે. વિષય ૨. મન મથવશ માતંગ જગતમેં, પરવશતા દુઃખ પાવે રે, રસના લુખ્ય હાય ઝખ મૂરખ. જાળ પાયે પિછતાવે છે. વિષય ૩. ઘાણ સુવાસ કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે છે, તે સાજસંપુટ સંચુત ફૂન, કરીકે મુખ જાવે રે વિષય) ૪. ૨૫ મનહર દેખ પતગા, પડત દીપમાં જાઈ રે. દેખો યાકું દુઃખ કારનમેં, નયન ભયે હૈ સહાઈ છે. વિષય છે. શ્રોત્રેઢિય આસક્ત મિરગલા છિનમે શીશ કટાવે ૨, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે છે. વિષય ૬. પંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org