________________
[૭૧૫
સક્ઝાય અને પદ-વભાગ મહાન જે જગતની વિચિત્રતા સર્વે અનુભવી કમબંધનના છેડયાં સકળ નિદાન જો. સત્ય ૨૯. સાકેતપુરનું રાજ્ય દઈ હિતાશ્વને દિક્ષા લીધી સોળમા જિનવ૨ પાસ જો કેવળ પામી શિવપુરમાં સીધાવીયા, નીતિ ઉદયને કરજો શિવપુર રાસ જો સત્ય. ૩૦.
૭૫ શ્રી સુબાહુ કુમારની સઝાય હવે સુબાહુકુમાર એમ વિનવે, અમે લેઈશું સંજમભાર; માડી મારીરે, મા મે વીર પ્રભુની વાણી સાંભળી; તેથી જા અથીર સંસાર. માડીરે, હવે નહિ રાચું રે સંસારમાં. ૧. અરે જાયા, તુજ વિના સુના મંદિર માળીયાં; તુજ વિના સુનારે સંસાર, જાયારે મોરારે કાંઈ માણેક-મોતી- મુદ્રિકા, કાંઈ અદ્ધિ તણે નહિ પાર; જાયા રે મોરારે, તુજ વિના ઘડી એક ન નિસરે. ૨. અરે માડી તન ધન-બન કામું, કાર કુટુંબ પરિવાર માડી, કારમાં સગપણમાં રહે, એ તે જાણ્ય અથિર સંસાર. માડી મોરી રે. ૩. અરે જાય, સંયમ પંથ ઘણે આકરે; જાયા વ્રત છે ખાંડાની ધાર, જાયા મેરારે, બાવીશ પરિષહ જીતવા, રહેવું છે વનવાસ. જયારે મારારે, તુજ. ૪. અરે ભાઇ, વનમાં રહે છે મુગલાં તેની કોણ કરેરે સંભાળ, માડી મોરી રે વનમૃગલાં પરે ચાલશું એમ એકલડા નીરધાર. માડી મોરી રે, હવે. ૫. હાં રે માજી નરકનિગોદમાં હું ભમ્ય અનતી અનતી વાર; માડી મેરીરે છેદન-ભેદન મેં ત્યાં સહ્યાં, તે કહેતાં નાવે પાર. માડીરે મેરીરે. હવે. ૬. અરે જાયા તુજને પરણાવી પાંચસે નારીઓ, રૂપ અપસરા સમાન; જાયારે મોરારે ઉંચા કુલમાં ઉપની રહેવા પાંચસે મહેલ, જયારે મોરારે, તુજ. ૭. હાં રે માંડીને ઘરમાં જે એક નીકળી નાગણી, સુખે નિંદ્રા ન લગાર; માડી મેરીરે. પાંચસેં નાગણીઓમાં કેમ રહું, મારું મન આકુલ-વ્યાકુલ થાય. માડી મોરી રે, હવે. ૮. હારે જાયા આટલા દિવસ હું તે જાણતી, રમાડીશ વહુનારે બાળ; જયારે મોરારે, દેવ અટારે હવે આવી છે તે લે છે સંજમ ભાર. જયારે મોરારે, તુજ. ૯ હારે માજી મુસાફર આવ્યો કે પરૂણલો, ફરી ભેગે થાય ન થાય; માડી મોરી રે. એમ મનુષ્ય ભવ પામે દેહિ, ધર્મ વિના દુગતિ જાય. માડી મોરી રે. હવે ૧૦. હવે પાંચસે વહરે એમ વિનવે, તેમાં વડેરી કરેરે જવાબ હાલમ મારારે, તુમ તે સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કોને છે આધાર; હાલમ મેરારે હાલમ વિના કેમ રહી શકુ. ૧૧. હરે માત-પિતા-ભાઈ-બેનડી, નારી-કુટુંબ ને પરિવાર, માજી મેરીરે અંત વેલાએ સહુ અળગા રહે, એક જિનધામ તરણ તારણહાર. માડી મોરી રે, હવે. ૧૨. હાંરે માજી કાચી કાયા તે કારમી, ચડી પડી વિણસી જાય; માડી રે મેરીરે, જીવડો જાય ને કાયા પડી રહેશે. મુવા પછી કરે બાળી રાખ, માડી મોરારે, હવે. ૧૩. હવે માતા ધારણ એમ ચિંતવે, આ પુત્ર નહિ રહે૨ સંસાર, ભવિક જોરે, એક દિવસ રાજ્ય ભગવ્યું, લીધે સંજમ શ્રી મહાવીર સ્વામીની પાસ. ભવિક જનરે, સોભાગી કુંવરે સંજમ આદયું ૧૪. હરે માડી તપ-જપ કરી કાયા શેષવી, આરાધી ગયા દેવલેક ભાવિક જનરે, પંદર ભવ પૂરાં કરી જાશે મહાવિદેહ ક્ષેત્ર મઝાર. ભાવક જનેરે સોભાગ્યવિજય ગુરુ એમ કહે. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org