________________
મંગલ પ્રવેશિકા અતિ પ્યારી. ૧. આષાઢી શ્રાવક સમક્તિ ધારી, અતિત ચોવીશી થયે ઉપગારી આઠમાં જિન દામોદર વારે, પુછે મુજને મુગતિ કે વારે. ૨. વલતું જિનવર ધણી પરે ભાખે, પાર્શ્વનાથને વારે ઉલ્લાસે, થા ગણધર શિવ ગતિગામી, પાર્શ્વનાથ ગુરુ અંતરજામી. ૩. આયઘોષ નામે ગણધર, વિનયવંત બહુ ગુણ ભંડાર; આવતી ચોવીશી ચોથે આરે, પંચમિ ગતિ લે નિરધારે. ૪.
ઢાલ બીજી વસ્તુ છંદ-આષાઢી છ પાવક, કરમ વન દહવા ભણી; અતિ ભાવ આણી, લાભ જાણિ, નિપાયે ત્રિભુવન ધણી. ૧. શ્રી પાર્શ્વનાથનું બિંબ મનેહર, જિસે શશિધર દિપ, જાગતિ જાતિ જિjદ કેરી, તેજ તરણિને જીપતે. ૨. નીત ભગતિ આણિ સુણે વાણિ, હમ સુરપતિ નિજ ધરે; તેહ પાર્શ્વનાથને બિંબ મનહર ઈદ્રિ, પૂજે સુભ પરે. ૩. બહુ કાલ સુધી નિરવિરોધી, શિવદાયક જાણ કરી; પૂજે તે મનમાં લાભ જાણું, ઈદ્ર ઈંદ્રાણું હેત ધરી. ૪. વૈતાઢ્ય ઉપર નામિવિનમિ, રુષભ વારે અતિ ઘણું પૂજિત પ્રતિમા જનમ સુધિ, અજવાળ્યું કુલ આપણું. ૫. ઈતિભીતિ ને સબલ ભય તે, પાશ્વ નામે સવિ ટલે, ગુણવંત ગિવા મેક્ષ વરવા, સ્વગ સુખ આવિ મલે. ૬. તવ સેહમ સુરપતિ તેહ પ્રતિમા, પૂજતે ઉલટ ધરિ, ભવભીતી નાસન સુખ વિકાશન, પાશ્વજિન હેજે કરી. ૭. સુરાસુરપતિને વચન સુણિને, તેહ સુરપતિ હરખીયે; તેહ પાશ્વનાથનું બિબ મનહર, શિવ સુખદાયક નિચ્ચે પરખી. ૮.
ઢાલ ત્રીજી છંદ-બહ કાલ સુધી તે પૂજે રિજે, મન ધરિ હર્ષ અપાર; પદ્માવતી દેવી ઈણિ પરે, પ્રેમે પૂજે પુન્ય ભંડાર. ૧. ધરણેન્દ્ર નાગકુમાર તે હરખે, નિરખે જીમ જગન્નાથ ઉલટ બહુ આણે મનમાં જાણે, સાચો સાહિબ નાથ. ૨. એણપરે સુરપતિ સુરનર કિન્નર, વિદ્યાધરની કેડિ; પ્રભુ પૂજે પાતિક ધ્રુજે તેહના, પ્રણમે બેકર ડિ. ૩. ગિરનારે મુકે સહમિ ટુંકે, પૂજે નાગ કુમાર; તે કંચન બાલા સહુકે જાણે, સદગુરુ ને અનુસાર. ૩.
દેશી છંદ –જબ જરાસંગ મુકુંદ ઉપર સેન સબેલો લાવિયે, બલવંત નેમકુમાર સાથે, દ્વારા પુરપતિ આવિયે; કરે યુદ્ધ સબલા નાહિ નબલા, ગરવ મદભર પૂરિયા, ગજરાજ હાર્યા ન રહે વાર્યા, શત્રુ સઘલા ચૂરિયા. ૧. ઈમ કુંત બાણ કબાણ ખડગ ને નાલ ગેલા ઉછલે, ધીરા તે પગ પાછા ન દિયે, કાયર કંપે કલમેલે, ઈમ યુદ્ધ કરતા ક્રોધ ધરતા, હારે ન કે જીતે નહિ, તવ જરાસંઘ ક્રોધવશ હુએ મુકે જરા અવસર લહિ. ૨. તવ જરા ધારા સર્વે હાર્યા, શ્રીપતિ મને ચિંતા વસી, તવ નેમનાથ જિણુંદ બોલે, નારાયણ ચિંતા કિસી, કહો સ્વામિ સીસ નામિ, સુભટ સહુ આવી જરા, કિમ જુધ કિજે જય વરિજે. કહે શ્રી નેમ જિનેશ્વરા. ૩. તવ કહે જદુપતિ સુણે શ્રીપતિ, અઠ્ઠમ તપ તમે આદરી, ધરણંદ્ર સાધિ મન આરાધિ, પાર્શ્વ પ્રતિમા હિત ધરી, તસ* નમણુ જલસુ સીંચી તે કરી, અવર ચિંતા છે કિસી ધરદ્ર સાધિ મન આરાધિ, પાશ્વ પ્રતિમા આણી ઉદ્ભસી. ૪. તવ નમણુ નીરે સહુ શરીરે, સુભટ હવા સજજએ, જરાસંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org