________________
સક્ઝાય અને પદ-વિભાગ ઉત્તમ વણજ જે એમ કરે, વ પ નમે વારંવાર. અ. ૭.
૨૨ શીયલ વિષે પુરૂષને શિખામણની સઝાય (ચાલ) સુણ સુણ કંતા રે, શીખ સહામણી; પ્રીત ન કીજે રે, ૫રનારી તણી. (ઉથલ) પરનારી સાથે પ્રીત ઉડા, કહે કિણ પરે કીજીયે, ઉંઘ વેચી આપણી, ઉજાગરે કેમ લીજીયે; કાછડી છુટે કહે લંપટ, લેક માંહે લાજીયે, કુલ વિષય ખંપણ રખે લાગે, સગામાં કેમ ગાજીયે. ૧. (ચાલ) પ્રીતિ કરતાં રે, પહેલાં બીહજીયે, રખે કંઈ જાણે રે, મન શું ધ્રુજીયે. (ઉથલ) ધ્રુજીયે મનશું ભૂરીયે પણ, જગ મલ છે નહીં, રાત દિન વિલ૫તાં જાયે, અવટાઈ મરવું સહી; નિજ નારીથી સંતોષ ન વલ્ય, પરનારીથી કહે શું હશે; જે ભવે ભાણે તૃપ્તિ ન વલી તે, એઠ ચાટે શું હશે. ૨. મૃગ તૃષ્ણથી રે, તૃષ્ણા નવિ ટલે, વેલ પીલ્યાં રે, તેલ ન નીસરે. (ઉથલે) ન નીસરે પાણી વલોવતાં, લવલેશ માખણને વલી, બૂડતાં બાચક ભરીયાં પાણી તે, તર્યા વાત ન સાંભલી; તેમ નાર રમતાં પર તણી, સંતેષ ન વલ્ય એક ઘડી, ચિત્ત ચટપટી ઉચ્ચાટ લાગે, નયણે નાવે નિદ્રડી. ૩. (ચાલ) જેવો છે રે, રંગ પતંગને તેવો ચટકે રે, પરસ્ત્રી સંગને. (ઉથલ) પરનારી સાથે પ્રેમ પિઉડા, રખે તું જાણે ખરે; દિન ચાર રંગ સુરંગ રૂડે, પછી નહીં રહે નિધરે, જે ઘણું સાથે નેહ માંડે, છાંડ તેહશે પ્રીતડી. એમ જાણે મ મ કર નાહલા, પરનારી સાથે પ્રીતડી; ૪. (ચાલ) જે પતિ વહાલે રે, વંચે પાપિણી; પર શું પ્રેમે રે, રાચે સાપિણી. (ઉથ) સાપિણી સરખી વયણ નીરખી, રખે શીયલ થકી ચલે; આંખને મટકે અંગ લટકે, દેવ દાનવને છલે, એ માંહે કાલી અતિ રસાલી, વાણી મીઠી શેલડી, સાંભલી રે ભલા રખે ભલે જાણજે વિષ વેલડી ૫. (ચાલ) સંગ નિવારે છે, પરરામા તણે; શેક ન કીજે રે, મન મિલવા તણે. (ઉથલ) શેક શાને કરો ફેગટ, દેખવું પણ દેહિલ ક્ષણ મેડીએ ક્ષણ શેરીએ, ભમતાં ન લાગે સોહિલું; ઉશ્વાસ ને નિશ્વાસ આવે, અંગ ભાંજે મન ભમે વલી કામિની દેખી દેહ દાજે, અન્ન દીઠું નવિ ગમે. ૬. (ચાલો જાયે કહાલે રે, મનશું કમલે ઉન્મત્ત થઈને રે, અલલ પલલ લવે. (ઉથલ) લવે અલલ પલલ જાણે, મેહ ગતિલા મન રડે, મહામદન કેદન કઠિન કારી, મરણ વારૂ ત્રેવડે; એ કશ અવસ્થા કામ કેરી, કેત કાયાને દહે; એમ ચિત્ત જાણી તજે રાણું, પારકી તે સુખ લહે. ૭. (ચાલ) પરનારીના રે, પરાભવ સાંભળે; કરતા કીજે રે; ભાવ તે નિમલે, (ઉથલ) નિમલે ભાવે નહિ સમજો, પરવધૂ રસ પરિહરે, ચાંપીઓ કીચક ભીમસેને, શિલા હેઠલ સાંભલે રણ પડયાં રાવણ દશે મસ્તક, રડવડ્યાં ગ્રંથ કહા; તેમ મુંજપતિ દુઃખjજ પામ્ય, અપજશ જગ માંહે લો ૮. (ચાલ) શીયલ સલણ રે, માણસ સોહીએ, વિણ આભરણે રે, જગ મન મોહીએ. (ઉથલ) મહીએ સુર નર કરે સેવા, વિષ અમિય થઈ સચરે કેસરી સિંહ શિયાલ થાયે, અનલ તિમ શીતલ કરે, સાપ થાયે ફૂલમાલા લચ્છી ઘરે પાણી ભરે પરનારી પરિહરી, શીયલ મન ધરી, મુક્તિવધુ હેલા વરે. (ચાલ) તે માટે હું રે, વાલમ વિનવું, પાયે લાગીને રે, મધુર વયણે સ્તવું. (ઉથલે) વયણ મહારું માનીયે, પરનારીથી રહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org