________________
સ્તવન સંગ્રહ
૪૧૫ વીર રે. ગિરનારી નેમ ૩. ગેખે બેસીને રાજુલ જોઈ રહ્યાં, કયારે આવે જાદવકુલને દિપ રે. ગિરનારી નેમ. ૪. તેમજ તે તરણ આવીયા, સુણી કાંઈ પશુને પિકાર રે. ગિરનારી નેમ, ૫. સાસુએ નેમજીને પંખીયા, હાલે મારે તારણ ચઢવા જાય છે. ગિરનારી નેમ. ૬. નેમજીએ શાળાને બોલાવીયા, શાને કરે છે પશુ પિકાર છે. ગિરનારી નેમ૦ ૭. રાતે રાજુલ બહેન પરણશે, સવારે દેશું ગેરવનાં ભેજન રે. ગિરનારી નેમ૦ ૮ નેમજીએ રથ પાછો વાળીએ, જઈ ચઢવા ગઢ ગિરનાર રે. ગિરનારી નેમ ૯. રાજુલ બેની રૂવે ધ્રુસકે, રૂવે રૂ કાંઈ દ્વારા પુરીના લોક છે. ગિરનારી નેમ. ૧૦. વીરાએ બેનીને સમજાવીયા, અવર દેશું નેમ સરીખે ભરતાર રે. ગિરનારી નેમ. ૧૧. પીયુ તે નેમ એકધારીયા, અવર દેખું ભાઈને બીજા બાપ રે. ગિરનારી નેમ૧૨. જમણી આંખે શ્રાવણ સરવરે, ડાબી આંખે ભાદરે ભરપુર છે. ગિરનારી નેમ૧૩. ચીર ભીંજાય રાજુલ નારનાં, વાગે છે કાંઇ કંટક અપાર છે. ગિરનારી નેમ. ૧૪. હીરવિજય ગુરુ હીરલે, લધિવિજય કહે કરજેડ રે. ગિરનારી નેમ. ૧૫. નેમિ તીર્થંકર બાવીશમાં, સખીયે કહે ન મળે એની જોડ છે. ગિરનારી નેમ. ૧૬.
૨૫ શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિન–સ્તવન
પરમાતમ પરમેશ્વર, જગદીશ્વર જિનરાજ, જગબંધવ જગભાણ બલિહારી તુમ તણી, ભવજલધિમાં રે જહાજ. ૧. તારક વારક મેહનો, ધારક નિજ ગુણ ત્રાદ્ધિ; અતિશયવંત ભદંત રૂપાળી શિવ વધૂ, પણ લહી નિજ સિદ્ધિ ૨. જ્ઞાન દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત; ઈમ દાનાદિ અનંત ક્ષાયિકભાવે થયા, ગુણ અનંતાનંત. ૩. બત્રીશ વર્ણ સમાય છે, એક જ શ્લેક મોઝાર; એક વણે પ્રભુ તુજ ન માયે જગતમાં, કેમ કરી ભૂણીએ ઉદાર. ૪. તુજ ગુણ કોણ ગણી શકે, જે પણ કેવલી હોય; આવિમવે તુજ સયલ ગુણ માહરે, પ્રછન્ન ભાવથી જોય. ૫. શ્રી પંચાસરા પાસજી, અરજ કરું એક તુજ; આવિર્ભાવથી થાય દયાલ કૃપાનિધિ, કરુણા કીજે જી. મુજ. ૬. શ્રી જિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ; પવિજય કહે એમ લહું શિવનગરીનું, અક્ષય અવિચલ રાજ. ૭.
શ્રી શામલા પાર્શ્વનાથ જિન સ્તવન.
રાતા જેવાં ફૂલડાં ને, શામલ જેવો રંગ; આજ તારી આંગીને કાંઈ, રૂડે બજો રંગ; પ્યારા પાસ હો લાલ, દીનદયાળ મુને નયણે નિહાલ. ૧. જોગીવાડે જાગતે ને, માતે ધિંગડમલ, શામલે સોહામણે કાંઈ, જીત્યા આઠ મહલ. પ્યા૦ ૨. તું છે મારો સાહિબે ને, હું છું તારે દાસ; આશા પૂરે દાસની. કાંઈ સાંભળી અરદાસ. પ્યારા ૩. દેવ સઘળા દીઠા માં, એક તું અવલ, લાખેણું છે લટકું તારૂં, દેખી રીઝે દિલ. પ્યારા ૪. કોઈ નમે પીરને ને, કેઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુ, મારે તમારું કામ. પ્યા૦ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org