________________
સ્તુતિ (થા )
૩૪૭ સુપનાં ચારજી ત્રીજે સુપન પાઠક વલી થે, વીર જનમ અધિકારજી; પંચમે દિક્ષા છઠું શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે થિરાવલી સંભળાવી, પિઉડા પૂરી જગીશજી. ૨. છઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી; વરશી પડિકામણ મુનિ વંદન, સંઘ સયળ ખામીજે; આઠ દિવસ લગે અમર પરાવી, દાન સુપાત્રે દીજે; ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજે. ૩. તીરથમાં વિમળાચળ ગીરીમાં, મેરુ મહીધર જેમજી; મુનિવર માંહી જિનવર મહટા, પરવ પજુસણ તેમજ; અવસર પામી સહમ્મી વચ્છલ, બહુ પકવાન વડાઈજી; ખીમાવિજય જિન દેવી સિદ્ધા, દીન દીન અધિક વધાઈજી. ૪.
મણિ રચિત સિંહાસન, બેઠા જ ગદાધાર, પયુંષણ કે, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ; એ પર્વ પર્વમાં, જિમ તારામાં ચંદ. ૧. નાગ કેતુની પરે, કપ સાધના કીજે; વ્રત નિયમ આખડી, ગરૂ મુખ અધિકી લીજે; દય ભેદે પૂજા, દાન પાંચ પ્રકારનું કર પડિક્કમણું ધર, શીયલ અખંડિત ધાર. ૨. જે ત્રિકરણ શુદ્ધ, આરાધે નવ વાર; ભવ સાત આઠ-નવ શેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર; તે શ્રવણે સુણીને, સફળ કરો અવતાર. ૩. સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણા કીજે; કરી સહમ્મી વત્સલ, કુમતિ દ્વારપટ દીજે; આઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈફ ઈમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ. ૪.
વરસ દિવસમાં અષાડ ચેમાસ, તેહમાં વલી ભાદર માસ, આઠ દિવસ અતિ ખાસ, પર્વ પજુસણ કરોઉલ્લાસ, અઠ્ઠાઈધરને કર ઉપવાસ, પિસહ લીજે ગુરૂ પાસ; વડા કલ્પને છઠ્ઠ કરીને, તેહ તણો વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીને; પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિસરાય. ૧. બીજ દિને દીક્ષા
અધિકાર, સાજ સમય નિરવાણ વિચાર, વીર તણે પરિવાર; ત્રીજા દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમીસરને અવદાલ, વલી નવભવની વાત; ચેવિશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ ધવલ મંગલ ગીત ગહૂલી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨. આઠ દિવસ લગે અમર પળાવે, તેહ તણે પડહો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવે; સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભલે થાય, બારસા સૂત્ર સુણાય; થિરાવલીને સમાચારી, પટાવલી પ્રમાદ નિવારી, સાંભલજે નરનારી, આગમ સૂત્રને પ્રણમીશ, ક૯૫સુત્રશું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩. સત્તર ભેદી જિન પૂજા રચા, નાટક કેરા ખેલ મચાવો, વિધિશું સ્નાત્ર ભણાવો; આડંબર શું દેહરે જઈએ, સંવત્સરી પડિકકમણું કરીએ, સંધ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, યથાશક્તિએ દાનજ દીજે, પુન્ય ભંડાર ભરીએ; શ્રી વિજયક્ષેમ સૂરિ ગણધાર, જસવન્તસાગર ગુરૂ ઉદાર, જિમુંદસાગર જયકાર. ૪.
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org