________________
સજજન સન્મિત્ર ઉચ્ચરી, ગણધરે તે રચના કરી, પીસ્તાલીશ આગમ જાણીયે, અથ તેના ચિત્તે આયે. ૩. ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિનશાસનની રખવાલીકા; સમરુ સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખ હાઈક. ૪.
નેમિ જિનેસર, પ્રભુ પરમેસર, વંદે મન ઉલાસજી, શ્રાવણ શુદિ પંચમી દિન જનમ્યા, હુએ ત્રિજગ પ્રકાશજી; જ-મ મહત્સવ કરવા સુરપતિ, પાંચ રૂપ કરી આવે છે, મેરુ શિખર પર ઓચ્છવ કરીને, વિબુધ સયલ સુખ પાવે. ૧. શ્રી શત્રુંજય ગિરનાર વંદુ, કાચનગિરિ વૈભાર, સમેતશિખર અષ્ટાપદ આબુ, તારંગગિરિને જુહારજી, શ્રી ફલવદ્ધિ પાસ મડવર, શખેસર પ્રભુ દેવજી, સયલ તીરથનું ધ્યાન ધરીએ, અહનિશ કીજે સેવજી. ૨. વરદત્તને ગુણમંજરી પ્રબંધ, નેમિ જિણેસર દાખે છે, પંચમી તપ કરતાં સુખ પામ્યા, સૂત્ર સાલમાં ભાગેજી; નમો નાણસ ઈમ ગણુણું ગણિયે, વિધિ સહિત તપ કીજે, ઉલટ ધરી ઉજમણું કરતાં, પંચમી ગતિ સુખ લીજે. ૩. પંચમીનું તપ જે નર કરશે, સાનિધ્ય કરશે અંબાઈજી, દોલત દાઈ અધિક સવાઈ, દેવી છે ઠકુરાઈજી; તપગચ્છ અબર દિનકર સરખે, શ્રી વિજયસિંહસૂરીશજી, વીર વિજય પંડિત કવિરાજા, વિબુદ્ધ સદા સુજગીશ. ૪.
૪
શ્રી ગિરનારશિખર સિણગાર, રાજમતિ હૈયાને હાર, જિનવર નેમકુમાર; પૂરણ કરૂણા રસ ભંડાર, ઉગાર્યા પશુઆ એ વાર, સમુદ્રવિજયે મહાર; મેર કરે મધુરા કિંગાર વિશે વિચે કેયલના ટઉકાર, સહસ ગમે સહકાર; સહસા વનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવલ સાર, પહોતા મુક્તિ મઝાર. ૧. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર,ચિત્રકૂટ વૈભાર સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વરદ્વીપ ઉદાર, જહાં બાવન વિહાર કુંડલ ચકને ઈસુકાર, શાસ્વતા અશાવતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર, ૨. પ્રગટ છઠું અંગ વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની વિધિસું કીધી ઉલટ આણી, નારદ મિયા દષ્ટિ અન્નાણી, છાંયે અવિરતિ જાણી; શ્રાવક કુલની એ સહિનાણી, સમક્તિ આલાવે આખ્યાણી, સાતમે અંગ વખાણું પૂજનીક પ્રતિમા અંકાણ, ઈમ અનેક આગમની વાણી, તે સુણો ભવિ પ્રાણી. ૩. કટે તટી મેખલા ઘુઘરીયાલી, પાયે નેઉર રમઝમ ચાલી, ઉજજતગિરિ રખવાલી, અધર લાલ જમ્યા પરવાલી, કચનવાન કાયા સુકુમાલી, કર લહકે અબડાલી, વૈરીને લાગે વિકરાલી, સંઘના વિજ્ઞ હરે ઉજમાલી, અંબાદેવી મયાલી; મહિમા એ દશે દિશ અજુઆલી, ગુરુ શ્રી સંઘવિજય સંભાલી, દિન દિન નિત્ય દીવાલી. ૪.
૫
યદુવંશકાશે ઉડુપતિસમા નેમિજિનજી! શરીરે રંભા ભારતી મદહરી રાજુલા તજી; ગ્રહી દીક્ષા ભારી ભવિજન વધે દિનકરી! કરે દષ્ટિ સ્વામી હરિણપશુ જૈસે * આ પદ્ધતિ વાનપંચમીની સ્તુતિમાં પણ ખેલાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org