________________
૨૯૪
સજન સભ્યત્ર ૧૭. શ્રી કુંથુનાથ ચૈત્યવંદન. કુંથુનાથ કામિત દવે, ગજપુર રાય; સિરિ માતા ઉરે અવતર્યો, સુર નરપતિ તાય. ૧. કાયા પાંત્રીશ ધનુની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણ, પ્રમે ધરી રાગ. ૨. સહસ ૫ ચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રભુમીયે, ભાવે શ્રી જિનરાય. ૩.
૧૮. શ્રી અરનાથ ચૈત્યવંદન. નાગપુરે અર જિનવ, સુદર્શન નુ૫ નદ; દેવી માતા જનમીયે, ભવિ જન સુખકંદ. ૧. લંછન નંદાવત્તનું, કાયા ધનુષ ત્રાશ; સહસ ચારાશી વરષનું, આયુ જાસ જગીશ. ૨. અરજ અજર અજ જિનવરુ એ, પામ્યા ઉત્તમ ઠાણું; તસ પદ પ આલબતાં, લહીયે પદ નિરવાણું. ૩.
૧૯. શ્રી મલિજિન ચિત્યવંદન. મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલાનયરી; પ્રભાવતી જશ માવડી, ટાલે કમ વયરી. ૧. તાત શ્રી કુંભ નરેસરુ, ધનુષ પચવીશની કય; લંછન કલશ મંગલ કરું, નિર્મમ નિરમાય. ૨. વરસ પંચાવન સાહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્યવિજય કહે તેહને, નમતાં શિવ સુખ થાય. ૩.
૨૦. શ્રી મુનિસુવ્રત જિન ચૈત્યવંદન. | મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન; પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧. રાજગૃહી નગરી ધણી, વિશ ધનુષ શરીર કમ નિકાચિત રેણુત્રજ, ઉદ્દામ સમીર. ૨. ત્રીશ હજાર વરસ તણું એ, પાલી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩.
- ૨૧. શ્રી નમિજિન ચૈત્યવંદન. મિથિલાનયરી રાજ, વિમા સુત સાચે; વિજયરાય સુત છેડીને, અવરા મત રાશે. ૧. નીલ કમલ લઇન ભલું, પન્નર ધનુષની દેહ નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિ ગેહ. ૨. દશ હજાર વરસ તણું એ, પાળ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમિયે તે જિનરાય. ૩.
૨૨. શ્રી નેમિનાથ ચૈત્યવંદન. - નેમિનાથ બાવીશમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વી પતિ, જે પ્રભુના તાય. ૧. દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શખ લંછન ધર સ્વામીજી, તજી રાજુલા નાર. ૨. શૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થાન. ૩.
ર૩. શ્રી પાર્શ્વજિન ચૈત્યવંદન. આસ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાશ; વામ માતા જનમિયે, અહી લંછન જાસ. ૧. અશ્વસેન સુત સુખકરુ, નવ હાથની કાયા; કાશી દેશ વાણુરસી, પુણ્ય પ્રભુ આમ, ૨. એકસો વરસનું આઉખું એ, પલી પાશ્વ કુમાર, પા કહે મુકતે ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org