________________
સજજન સન્મિત્ર
કર જોડ, ફલ હેજે મુજ વિનતિ, જિન સેવાનું કોડ. ૧૨.
- ૨૯ શ્રી પરમાત્મા ચિત્યવંદન.
પરમેશ્વર પરમાતમા, પાવન પરમિ, જય જગગુરૂ દેવાધિદેવ, નયણે મેં દીઠ. ૧. અચળ અકળ અવિકારસાર, કરુણ રસસિંધુ; જગતીજન આધાર એક, નિઃ કારણ બંધુ. ૨. ગુણ અનંત પ્રભુ તાહરાએ, કી મેહી કળ્યા ન જાય; રામપ્રભુ જિનધ્યાન સે, ચિદાનંદ સુખ થાય. ૩.
જય જય શ્રી જિનરાજ આજ, મળીયે મુજ સ્વામી; અવિનાશી અવિકાર સાર, જગ અંતરજામી. ૧. રૂપારૂપી ધમં દેવ, આતમ આરામી ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી. ૨. સિદ્ધબુદ્ધ તુજ વદતા, સકલ સિદ્ધ વર બુદ્ધ, રમે પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ રદ્ધ. ૩. કાળ બહુ થાવર ગ્રો, ભમીએ ભવમાંહિ; વિકલૈંદ્રિ એળે ગયો, પણ થિરતા નહિ ક્યાંહિ. ૪. તિરિપ ચેંદ્રિય દેવમાં, વળી કરમે હું આવે; કરી કૂકમ નરકે ગયે, તુમ દરિશન નવિ પા. ૫. એમ અનંત કાળે કરીએ, પામ્યો નર અવતાર; હવે જગ તારક તુહી મળે, ભવજળ પાર ઉતાર. ૬.
તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તલસે તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ૧. કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરશે, તો સેવક તાર્યા વિના, કહ કિમ હવે સરસે. ૨. એમ જાણીને સાહિબાએ, એક નજર મોહી જોય; જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તેહશું જે નવિહોય. ૩.
૩૦ એક સિનેરજિનનું ચિત્યવંદન. સોળે જિનવર શામલા, રાતા ત્રીશ વખાણું; લીલા મરકત મણિ સમા, આડ: ત્રિશે ગુણ ખાણું. ૧. પીળા કંચન વર્ણ સમા, છત્રીશે જિનચંદ, શંખવરણ સોહામણું, પચાશે સુખકંદ. ૨. સર સે જિન વદિયે એ, ઉતકૃષ્ટા સમકાલ; અજિતનાથ વારે હુવા, વદ્દ થઈ ઉજમાલ. ૩. નામ જપતાં જિન તણું દુગતિ દ્વરે જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહોદય થાય. ૪. જિન વર નામે જશ ભલે, સફળ મને રથ સાર; શુદ્ધ પ્રતિતી જિન તણી, શિવ સુખ અનુભવ ધાર. ૫.
- ૩૧ ચોવીશ જિનના વર્ણનું ચિત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દે રાતા કહીએ; ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ; દે ઉજજવલ લહીએ. ૧. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દે નીલા નિરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. ૨. સેળે જિન કચન સમા એ, એવા જિન ચેવસ; ધીરવિમળ પવિતતણ, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org