________________
સાધુ-સાવી ચાગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રો
૧
‘ક્રીત દોષ.’ ૯ સાધુને માટે ઉધારે અન્નાદિક લાવી આપવું તે‘પ્રામિત્યક દોષ.’ ૧૦ પાતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે અદલાબદલી કરીને મુનિને આપવી તે ‘પરાવિત' દોષ.’ ૧૧ સાહસું લાવીને આપવું તે ‘અભ્યાદ્ભુત દોષ.’ ૧૨ કુડલાદિકમાંથી ઘી, તેલ આદિક કાઢવા માટે તેના મુખ પરથી માટી વિગેરે દૂર કરવી તે ‘ઉભિન્ન દોષ.’ ૧૩ ઉપલી ભૂમિ-માળ ઉપરથી, સીંકથી કે ભોંયરામાંથી લઇને સાધુને આપવું તે ‘માલાપહત દોષ.’ ૧૪ રાજાઆદિ બલાત્કારથી કોઇની પાસેથી આંચકી લઇને આપે તે ‘ આચ્છેદ્ય દોષ.’ ૧૫ આખી મડળીએ નહીં દીધેલું (નહીં આપેલું) તેમાંના એક જણુ સાધુને આપે તે ‘અનાસૃષ્ટિ [અનાજ્ઞા] દોષ.’ ૧૬ સાધુનું આવવું સાંભળી પાતાને માટે કરાતી રસવતી–રસાઈ પ્રમુખમાં વધારે તે અદ્નાપૂરક દોષ.' આ સોળ દોષ અહાર દેનારથી લાગે છે. હવે સાધુથી થતા ઉત્પાદનના ૧૬ દ્વેષ આ પ્રમાણે−૧ ગૃહસ્થના બાળકને દૂધ પાવું, નવરાવવું, શણગારવું, રમાડવું તથા ખેાળામાં એસાડવું ઈત્યાદિ કમ કરવાથી મુનિને ધાત્રીપિંડ’ નામે દોષ લાગે છે. ૨ કૂતની પેઠે સદેશે! લઈ જવાથી સાધુને કૃતિપિંડ' નામે દોષ લાગે છે. ૩ ત્રણે કાળના લાભાલાભ, જીવિત, મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી ‘નિમિત્તપિંડ’ નામે દ્વેષ લાગે છે. ૪ ભિક્ષા માટે પોતાના કુળ, જાતિ, ક્રમ, શિલ્પ આદિન વખાણુ કરવાથી ‘આજીવ પિંઢ' નામે દોષ લાગે છે. પ ગૃહસ્થની પાસે દીનપણું જણાવીને શિક્ષા લેવાથી વનીપક પિંડ' નામે દ્વેષ લાગે છે. ૬ મિક્ષા પ્રાપ્તિ માટે ઔષધાદિક ખતાવવાથી ‘ચિકિત્સા પિંડ' નામે દોષ લાગે છે. ૭ ગૃહસ્થને ડરાવી શ્રાપ દઈને આહાર ગ્રહણ કરવાથી ક્રોધપિંડ' નામે દોષ લાગે છે. ૮ સાધુઓની પાસે એવી પ્રતિજ્ઞા કરે કે ‘હું તે લબ્ધિમાન છું, તેથી હું અમુક ઘરેથી સારો આહાર તમને લાવી આપું’ એમ કહી ગૃહસ્થને વિડંબના કરી આહાર ગ્રહણ કરે તેથી ‘માનપિંડ’ નામે દોષ લાગે છે. ૯ ભિક્ષા માટે જૂદા જૂદા વેષ તથા ભાષા બદલવાથી માયાપિંડ' નામે દોષ લાગે છે. ૧૦ અતિ લાભ વડે ભિક્ષા લેવા માટે ઘણું ભટકવાથી ‘લાભપિંડ’ નામે દોષ લાગે છે. ૧૧ પહેલાં ગૃહસ્થના માબાપની તથા પછી સાસુ સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાના પરિચય જણાવવાથી ‘પૂર્વ પશ્ચાત્ સસ્તવ’ નામે દોષ લાગે છે. ૧૨-૧૩-૧૪-૧૫ ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, નેત્રાંજન આદિ ચૂણ' તથા પાલેપાદિ યાગના ઉપયોગ કરવાથી વિદ્યાક્રિપિંડ’ નામે ચાર દોષ લાગે છે. ૧૬ ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, ગર્ભનું ધારજી, પ્રસવ તથા રક્ષાબધનાદિ કરાવવાથી ‘મૂળકમપિંડ’ નામે દોષ લાગે છે.
હવે સાધુ તથા ગૃહસ્થ બંનેના સાગથી ઉત્પન્ન થતા એષણાના દશ દોષ આ પ્રમાણે-૧ આધાકર્માદિક દોષની શકા સહિત જે પિંડ ગ્રહણ કરવા તે શક્તિદોષ.’ ર સચિત્ત અથવા અચિત્ત એવા મધુઆદિક નિંદનીય પદાર્થાના સંઘટ્ટવાળા પિંડ ગ્રહણ કરવા તે ‘અક્ષિત દોષ.’ ૩ કાયની (સચિત્તની) મધ્યમાં સ્થાપન કરેલું જે અર્ચિત્ત અન્ન પણ લેવું તે ‘નિશ્ચિમ દોષ,’ ૪ સચિત્ત ફળાદિકથી ઢંકાયેલું જે અન્નાદિ ગ્રહણ કરવું તે ‘પિહિતદોષ.’ ૫ દેવાના પાત્રમાંથી ખીજા પાત્રમાં નાંખીને તે વાસણથી જે દેવું તે ‘સંકૃત દોષ.' ૬ ખાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતા, આંધળા, મદોન્મત્ત, હાથપગવિનાના, એડીવાળા, પાદુકાવાળા, ખાંસીવાળા, ખાંડનાર, તોડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાતરનાર, જિંજનાર વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org