________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ
હ૫૧ ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સવરૂપનો પ્રકાશ કરે છે.
તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદરવરૂપ, સહજાનહી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ઐક્ય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું.
એક પળ પણ તમારાં કહેલાં તરવની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કઈ અજાયું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. જેણે આત્માને જાણે તેણે સર્વ જાણ્યું “મુમુક્ષ “સેવના સ્વાધ્યાય.”
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા શું કહું પરમસ્વરૂપ? ૨. નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઊર માંહિ આપતો વિશ્વાસ દઢ, ને પરમાદર નહિ. ૩. જોગ નથી સત્સંગને, નથી જોવા જેગ; કેવળ અર્પણતા નથી નથી આશ્રય અનુગ. ૪. “હું પામર, શું કરી શકું? એ નથી વિવક; ચરણ, શરણ, ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫. અચિંત્ય તુજ માહાસ્યને, નથી પ્રકુલિત ભાવ, અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬. અચળરૂપ આસક્તિ નહી, નહી વિરહને તાપ; કથા અલપ તુજ પ્રેમની નહી તેને પશ્તિાપ. ૭. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દૃઢ ભાન સમજ નહી નિજ ધમની, નહી શુભ દેશે સ્થાન. ૮. દેષકાળકળિથી થયે, નહી મર્યાદા ધર્મ તેય નહી વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કમ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેન્દ્રિય માને નહી, કરે બાહ્યપર રાગ. ૧૦. તુજ વિયોગ કુરતો નથી, વચન, નયન, યમ નાંહિ; નહી ઊદાસ અનભક્તથી, તેમ ગૃહાદીક માંહિ. ૧૧. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મસંચય નહિ; નથી નિવૃત્તી નિર્મળ પણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨. એમ અનત પ્રકારથી, સાધન રહીત હુંય નહી એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય. ૧૩. કેવળ કરૂણા-મૂત્તિ છે, દીનબંધુ, દીનાનાથ; પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. ૧૪. અનંત કાળથી આથડ, વિના ભાન ભગવાન; સેવ્યા નહી ગુરૂ સંતને મૂકયું નહી અભિમાન. ૧૫. સંતચરણઆશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬. સહ સાધન બંધન થયાં, રો ન કેઈ ઊ પાય: સત સાધન સમયે નહિ. ત્યાં બંધન શું જાય. ૧૭. પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડયે ન સદ્દગુરૂ પાય; દીઠા નહિનિજ દેષ તે, તરિયે કેણ ઊપાય? ૧૮. અધમાધમ અધીકે પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે ? ૧૯. પડી પડી તુજ પદપંકજે, ફરિ ફરિ માગું એજ સદ્દગુરૂ, સંત, સ્વરૂપ જ, એ દ્રઢતા કરિ દેજ. ૨૦.
ગુણસ્થાનક સ્વાધ્યાય. અપૂર્વ અવસર એ કયારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેડીને, વિચરશું કવ મહાપુરૂષને પંથ ? અપૂર્વ. ૧. સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org