________________
૯૫૦
સજ્જન સન્મિત્ર હીન; તે પ્રભુએ આપીએ, વતુ" ચરણાધીન ૧૨૫. આ દેહ્રાપ્તિ આજથી, વર્ષાં પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનાદીન. ૧૨૬. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન અતાન્યા આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭.
ઉપસંહાર
દર્શોન પઢે શમાય છે, આ ષટ્ સ્થાનક માંહિઁ; વિચારતાં વિસ્તારથી, સ્ર’શય રહે ન કાંઈ, ૧૨૮. આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પ નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯. જો ઇચ્છા પરમાથ' તેા, કરી સત્ય પુરૂષા, ભવસ્થિતિ આદિ નામ લઇ, છે નહિ આત્માર્થ. ૧૩૦, નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નાય; નિશ્ચય રાખી લક્ષમા, સાધન કરવાં સાય. ૧૩૧. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨. ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩. આગળ જ્ઞાની થઈ ગયા, વત માનમાં હાય, થાશે કાળ ભવિષ્યમાં, માગ' ભેદ નહીં કાય. ૧૩૪. સવ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણુ માંય. ૧૩૫. ઉપાદાનનું નામ વર્યાં, એ જે તજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મે; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનેા દ્રોહ. ૧૩૭. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮, મેહ ભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કડ્ડીએ જ્ઞાનીદશા, માકી કહીએ બ્રાંત. ૧૩૯. સકલ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ. જ્ઞાનીદશા, ખાકી વાચા જ્ઞાન. ૧૪૦, સ્થાનક પાંચ વિચારીને, અે વતે જે; પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સ ંદેહ, ૧૪૧, દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હા ! વદન અગણિત, ૧૪૨.
સાધન સિદ્ધ દશા અહીં, કહી સ્રવ'સ'ક્ષેપ; ષટ્ ઇશન સ‘ક્ષેપમાં ભાખ્યા નિવિ‘ક્ષેપ
ક્ષ માં ૫ ના
હું ભગવાન! હું બહુ ભૂલી ગયા, મે* તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યાં નહી. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મે' સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મે ઓળખ્યાં નહી. કે ભગવાન! હું ભૂલ્યા. આથડયા, રઝળ્યો અને અનંત સ`સારની વિટ બનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કમ'રજથી કરીને મિલેન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેક્ષ નથી. હું નિર ંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયા છું, મારામાં વિવેકશકિત નથી અને હું મૂડ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારું,તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સવ' પાપથી મુકત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપાના હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org