________________
જજન સન્મિત્ર શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાયજીએ સેમ્યમ્ દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ છ સ્થાનક, સમક્તિની સડસઠ બેલની સજ જાયની બારમીઢાળમાં વિવરણ કર્યા છે તેના ઉપર સરળ ગુજરાતી ભાષામાં વિશેષ પ્રકારે સ્કુટ વિવેચન “શ્રીમદ્ રાજચંદ્રજીએ કર્યું છે તે
આ “આત્મસિદ્ધિ શાસ્ત્ર” વા
પ્રથમ પદ - “આત્મા છે.” જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક - એવી ચૈતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હવાનું પ્રમાણ છે.
બીજું પદ –“આત્મા નિત્ય છે.” ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળપત્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ ગ્ય થતા નથી. કઈ પણ સગીદ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુ૫ન્ન છે. અસંગી હવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેનો કેઈને વિષે લય પણ હેય નહીં.
ત્રીજું પદ –“આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અથક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિતજ સવ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ કિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી
સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા લાગ્યવિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમને કર્તા છે. ઉપચારથી ઘર, નગર ખાદિને કર્તા છે.
ચોથુ પદ –“આત્મા જોક્તા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પશથી તે અગ્નિસ્પશનું ફળ હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.
પાંચમું પદ -મેક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હેવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કમનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org