________________
૫૦૪,
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૧૫ર ૨-કેબિપિકી-૧-દ્વાદશાંગીરૂપશ્રુતજ્ઞાન, ૨-કેવલી, ૩-ધર્માચાર્ય, ૪-સર્વ સાધુઓ, એ ચારના અવર્ણવાદ બલવા તથા પ–સ્વદોષને છૂપાવવા માટે કપટ કરવું, એમ પાંચ પ્રકારે કૅબિષિકી ભાવનાના છે. કહ્યું છે કે –
__ " नाणस्स केवलीणं, धम्मायरिआण सव्वसाहूणं ।
મા વાકાર્ડ, ક્ષિત્રિસિષ્ય માવા ” પત્રવતુ. ૧૬૩૬ . ભાવાર્થ–શાસ્ત્રોમાં–એ જ છકાય જીવોની કે ઘતે વિગેરેની વાતે વારંવાર કહી છે, વારંવાર અપ્રમાદનું જ વર્ણન કર્યું છે, મોક્ષ માટે જ્યોતિષ વિગેરે નિમિત્ત શાસ્ત્રોની શું જરૂર છે? ઇત્યાદિ દુષ્ટ બોલવું તે ૧-શ્રુતજ્ઞાનની નિન્દા, કેવળી છતાં સર્વને તારતા નથી માટે પક્ષપાતી છે, સર્વને સરખે ઉપદેશ કરતા નથી, વિગેરે અવર્ણ બોલવા તે ૨-કેવલજ્ઞાનીઓની નિન્દા, આ અમુક આચાર્યની જાતિ હલકી છે, વિગેરે તેઓની સાચીખોટી નિન્દા કરવી, પ્રસંગે પણ સેવા નહિ કરવી, છિદ્રો જેવાં, ઈત્યાદિ ૩-આચાર્યની નિન્દા તથા સાધુઓ નિષ્ફર છે, સહનશીલ નથી, વિહાર કરતા નથી, અથવા ગામેગામ રખડે છે, લાચાર ભીખારી છે, વારંવાર રેષતષ કરે છે, ઇત્યાદિ અનેક પ્રકારે વિરૂદ્ધ બોલવું તે ૪–સર્વ સાધુઓની નિન્દા જાણવી. પિતાના દેને છૂપાવવા, બીજાના છતા પણ ગુણને છૂપાવવા, ચારની જેમ સર્વથી શંકાશીલ રહેવું અને સર્વ કાર્યોમાં ગૂઢ હૈયાવાળા રહેવું તે ૫-માયાકરણ, એ પાંચ પ્રકારે બિષિકી ભાવના છે. ( ૩-આભિયોગિકી ભાવના-કૌતુક, ૨-ભૂતિકર્મ, ૩-પ્રશ્ન, ૪-પ્રશ્નાપ્રશ્ન અને પનિમિત્ત, એ પાંચ ઉપાથી આજીવિકા મેળવવી, તે પાંચ પ્રકારે આભિગિકી ભાવનાના છે. કહ્યું છે કે
___ "कोउअ भूईकम्मे, पसिणा इअरे णिमित्तमाजीवी।
इढिरससायगुरुओ, अभिओगं भावणं कुणइ ।।" पञ्चवस्तु० १६४३ ॥ ભાવાર્થ-કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રશ્નાપ્રશ્ન અને નિમિત્તોથી જીવનારે તથા રસ, ઋદ્ધિ અને શાતાગારવવાળો જીવ આભિગિકી ભાવનાવાળો જાણવો. તેમાં ૧-કૌતુક એટલે બાલક વિગેરેની રક્ષા માટે (મંત્ર) સ્નાન કરાવવું, (માથે અથવા શરીરે મંત્રોચ્ચારપૂર્વક) હાથ ફેરવે, થુથુકાર કરો, કે બલિદાન-ધૂપ વિગેરે કરવા. ૨-ભૂતિકર્મ એટલે મકાનની, શરીરની, કે પાત્ર વિગેરે વસ્તુઓની રક્ષા માટે ભસ્મ કે માટી ચેપડવી-લગાડવી, અથવા સૂત્ર (રા) વીંટવા (બાંધવા). ૩–પ્રશ્ન એટલે લાભ–હાનિ વિગેરે જાણવા માટે બીજાને પ્રશ્ન પૂછવા, અથવા સ્વયં અંગુઠો, દર્પણ, ખગ, પાણી, વિગેરે જેવું, ઈત્યાદિ. ૪-પ્રશ્નાપ્રશ્ન એટલે સ્વયં કે વિદ્યાએ (અધિષ્ઠાતા દેવીએ) કહેલું (ગા) બીજાને કહેવું અને પ-નિમિત્ત એટલે ત્રણે કાળની વસ્તુને જણાવનાર જ્ઞાન વિશેષ ભણવું-જાણવું. રસગારવ વિગેરે ગારમાં આસક્ત થઈને તે તે પદાર્થો મેળવવા માટે એ પાંચ પ્રકારે સેવનારા સાધુને તે સમજવાનું છે કે અહીં જણાવેલી ભાવનાએ રૂપ કાયિક-વાચિક વ્યાપાર તેવા તેવા માનસિક ભાવને થાગે સંભવિત છે, અથવા બીજાઓને તેવો તે મને ભાવ પ્રગટાવનારો છે, માટે તેને ભાવનાઓ કહેવી અનુચિત નથી. સામાન્યતયા સાધુજીવન જ ઔચિત્ય-શિસ્તથી સુશોભિત હોય, ત્યાં આવી દૃષ્ટ પ્રવૃિત્ત ઘટતી જ નથી, તે પણ અનાદિવાસનાઓથી વાસિત જીવને આવું વર્તન થવું અસંભવિત નથી, માટે તેને ત્યાગ કરવાનું અને અનશનમાં તો તેને અવશ્ય તજવાનું જણાવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org