SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ અન્યગચ્છમાં જવાને વિધિ, લબ્ધિક અને તેના વિહારને વિધિ] બીજા ગરછમાં સંક્રમણ (પ્રવેશ) કરવાનું ચાર ભાંગાથી ઘટે, ૧–સંવેગી સાધુ સંવેગીગરછમાં, ૨-સંવેગી સાધુ અસંવેગી ગ૭માં, ૩–અસંવેગી સાધુ સંવેગી ગ૭માં અને ૪– અસંવેગી સાધુ અસંવેગી ગચ્છમાં સંક્રમણ કરે. તેમાં પહેલા ભાંગામાં જેટલા દિવસો (વચ્ચે) સંગીઓથી છૂટે (દર) રહે, તેના પહેલા દિવસથી આરંભીને (જ્યાં જાય ત્યાં આચાર્યાદિની સમક્ષ) વિહારાદિની આલોચના ન કરે ત્યાં સુધી અશુદ્ધ અને આલોચના કરે ત્યારથી શુદ્ધ સમજ. બીજા ભાગમાં (અસંવેગી એવા પાસસ્થાદિને આશ્રય લેવાથી જ્ઞાનાદિ ગુણેને નાશ વિગેરે) ઘણા દેશે થાય, ત્રીજા ભાંગામાં (અસંગી છતાં) જનારે ગીતાર્થ હોય તે સ્વયં મહાવ્રતને ઉચ્ચરીને માર્ગમાં જ (પૂર્વની દેષિત ઉપધિને તજી દે.) નવી ઉપાધિ મેળવીને અન્ય ગચ્છમાં જાય, અને અગીતાર્થ હોય તે ત્યાં જઈને ગુરૂદ્વારા વ્રતને સ્વીકારીને પૂર્વની (દષિત) ઉપધિને ત્યાગ કરે ત્યારે શુદ્ધ થાય. ચોથા ભાંગે તે સંક્રમણ કરવામાં જ અવિધિ છે, વિગેરે વિસ્તાર બૃહત્કલ્પ (ના ચોથા ઉદ્દેશાની ભાષ્યની ગા૫૪૫૮) વિગેરેમાંથી જોઈ લે. એ વિષયમાં વધારે વિસ્તારનું પ્રયોજન નથી. હવે “સ્વલબ્ધિક સાધુની ચોગ્યતાનું વર્ણન કરે છે કે – ૩૦૩-દેવ, ગુરૂ અને ધર્મ, એ ત્રણ તોમાં ધર્મતત્વની સાધના માટે દેવ અને ગુરૂ બે મુખ્ય આલમ્બનરૂપ છે, આલમ્બન જેટલું વિશુદ્ધ અને દઢ તેટલું કાર્ય સુન્દર થઈ શકે તે સમજાવવું પડે તેમ નથી, માટે જ જનદર્શનમાં તેને અંગે સૂમ અને ગંભીર વિચાર કરેલો છે. ભેજન જીવન માટે આલ– અનરૂપ છે તો સુખી જીવન જીવવા માટે તેના સારા-નરસાપણાને વિચાર આવશ્યક છે, માત્ર સ્વાદ કે રૂપ-રંગને વશ થઈ ભેજન કરનારે પ્રાયઃ રિગી બને છે, તેમ આ જીવનમાં (ધર્મમાં) આલખનભૂત દેવ-ગુરૂ તત્ત્વને પણ વિચાર સૂકમ અને ગંભીર બુદ્ધિથી કરવો આવશ્યક છે જ, કેવળ સ્થૂળદષ્ટિએ વિચારવાથી એ તત્તની સાચી ઓળખ થતી નથી અને આંધળું અનુકરણ કરવા માત્રથી તેની સાધના પણ થતી નથી. ઉપાસ્ય દેવ જેમ વીતરાગ-સર્વજ્ઞ-ત્રણલોકથી પૂજા એલા-પદાર્થને સત્યસ્વરૂપે પ્રરૂપનારાઅષ્ટપ્રાતિહાર્યાદિ સમ્પત્તિ યુક્ત છતાં નિમમ અને અઢારદેષથી રહિત હેાય તે જ શુદ્ધ છે, તેમ જે ગુરૂના શરણે રહી (સમપિત બની) સર્વ કર્મોનું ઉમૂલન કરવાનું છે તે ગુરૂ પણ છદ્મસ્થ છતાં માનવશ્રેષ્ઠ હાય તો શુદ્ધ છે. ગુરૂ મહાવ્રતના અખંડ ઉપાસક, ધીર, માત્ર ભિક્ષાવૃત્તિથી જીવનારા છતાં અદીન અને પૂરીષહ-ઉપસર્ગોને સહન કરવામાં જાગ્રત હાવા સાથે જિનવચનને યથાર્થરૂપે સમજનારા અને સમજાવનારા જોઈએ. એવા ગુરૂના આલમ્બનથી અનાદિ દોની શુદ્ધિ કરી શકાય, પણ શુદ્ધ ધર્મ ત્યારે જ પ્રાપ્ત (પ્રગટ) થાય કે આ જન્મ કે પૂર્વ જન્મમાં તેવા વિશિષ્ટ ગુરૂનું આલમ્બન સેવ્યું હોય ! કે જે હકિકત આમ છે તે ગુરૂપદને પ્રાપ્ત કરનાર અમામાં તેવી વિશિષ્ટ યંગ્યતા જોઇએ જ. આ કારણે ચાલુ અધિકારમાં અયોગ્ય આત્માને પદપ્રદાન કરવામાં મહાપાપ જણાવ્યું છે. મહાનિશિથની સાલ આપીને ઉત્તમ ગુરૂની યોગ્યતાનું વર્ણન કર્યું છે, છતાં અવસર્વિણુ કાળના મહિમાથી એવા વિશિષ્ટ ગુરૂ ન મળે ત્યારે પણ જૈનશાસન અવિચ્છિન્ન ચાલુ રહે-નિર્ણાયક ન બની જાય, એ લક્ષ્યથી હીનષ્ણુણવાળા પણ તે તે કાળે વિશિષ્ટ યોગ્યતા ધરાવનારને ગુરૂપદે સ્થાપી શકાય એમ જણાવ્યું છે. શાસ્ત્રકથિત સર્વગુણ તેઓમાં નહિ છતાં તત્કાલીન ભવ્ય આત્માઓનું તેઓના ધર્મનું) રક્ષણ કરવામાં તેમને સમર્થ માન્ય છે, માટે તત્કાલીન આરાધકોએ તે ગુરૂને પૂર્વર્ષિએની તુલ્ય માની સ્વકલ્યાણના એક લયથી સૈવવા જોઈએ. આ તત્ત્વને સમજાવવા માટે લૌકિક વ્યવહારમાં સ્વીકારાએલાં વાવડીઓ, વૃષભ, વૃધ્યા, વિગેરેનાં દષ્ટાતો આપી વર્તમાનમાં યોગ્ય ગુરૂઓને અભાવ માનનારાઓને સન્માર્ગનું દર્શન કરાવ્યું છે. એથી આગળ વધીને વિશિષ્ટ વાત એ પણ જણાવી છે કે ગણીપદ આપનાર-લેનાર ગુરૂ-શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy