________________
૪૬૪
[ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૩૩
શકે તે સમજ. એવા ગુણવાનને છેદ વિગેરે સૂનું વ્યાખ્યાન સંભળાવવું તે નિર્મળ વિગેરેમાં હેતુ બનવાથી હિતકર થાય, અતિપરિણામક કે અપરિણામકને સંભળાવેલું તે તેઓના વિચિત્ર કર્મોના દેષથી અહિતકર જ થાય એમ સમજવું. કારણ કે તેવાઓને તે વિષય સાંભળવાથી (પ્રાયઃ) અનર્થ થાય. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે –
" आमे घडे निहत्तं, जहा जलं तं घडं विणासेइ ।
સિદ્ધતા, કહાર વિના '' વચ્ચવતુ-૧૮૨ | ભાવાર્થ-જેમ કાચા ઘડામાં ભરેલું પાણી તે ઘડાને નાશ કરે તેમ અ૫ આધારને (અપાત્રને) આપેલું સિદ્ધાન્તનું રહસ્ય પણ તે આત્માને નાશ કરે છે. ૧૧
૩૦૧-જેમ કોઈ ભસ્મ કે રાસાયણિક ઔષધ લેતાં પહેલાં કાષ્ટિક ઔષધ-રેચ વિગેરેથી શરીર શુદ્ધિ કરવી પડે છે, તે વિના ગમે તે માણસ એવાં ઔષધે લે તે લાભને બદલે નુકસાન થાય છે, તેમ વર્તમાનમાં કરેગના નાશ માટે જિનભૂતિ અને જિનાગમ બે ઔષધતુલ્ય છે. તેમાં જિનભક્તિ કાછિક
ઔષધ તુલ્ય હોવાથી આરંભ-સમારંભ કરનારા ગૃહસ્થો પણ તે કરી શકે છે, જો કે તેમાં પણ અમુક યોગ્યતાને સ્થાન છે જ, સર્વ કેઈને લાભ થતું નથી. પણું આગમ ભણવા માટે તે વિશિષ્ટ શુદ્ધિ અવશ:
. કારણ કે તે રાસાયણિક ઔષધ તુલ્ય છે. શાસ્ત્રમાં તેનું ફળ પણ ઘણું મોટું કહેલું છે અને તે ભણવા માટે મુખ્યતયા શ્રમણ જીવનને યોગ્ય માન્યું છે. તે પણ સર્વ સાધુને તે ભણાવવા યોગ્ય નથી. વિશિષ્ટ વેરાગ્ય, પરિણત બુદ્ધિ, વિગેરે ગુણો પ્રગટ્યા હોય, મોહરૂપી મળને વિકાર મંદ હોય તેવા
ગ્ય સાધુને જ તે ભણાવી શકાય. આ વ્યવસ્થા મહાપુરૂની ભાવદયાના ઝરણારૂપ છે, હિત કરતાં પણ કોઇનું અહિત ન થાય તેવી જાગ્રતિ માંથી પ્રગટેલી છે, માટે તે ઉપકારક છે.
જિનેશ્વરે પ્રત્યે પૂર્ણ વિશ્વાસ-અને પૂજ્યભાવ પ્રગટાવવા માટે પ્રારંભમાં જિનભક્તિ કરણીય છે, તેના બળે મિથ્યાત્વ વિગેરે રોગે મંદ પડે ત્યારે આગમ ગ્રન્થાને પચાવવાની યોગ્યતા પ્રગટે છે અને એ યોગ્યતાના પ્રમાણમાં તે તે સૂત્ર ભણવાથી લાભ થાય છે. અન્યથા અહીં કહ્યું તેમ કાચ ઘડામાં પાણી ભરવાની જેમ ભણનારને અહિત થાય છે. એ યુક્તિસિદ્ધ છે.
સમ્યક્ત્વ જ્ઞાનની રક્ષા કરે છે અને સમ્યકત્વથી સમગ્ર બનેલું જ્ઞાન ચારિત્રને જન્મ આપે છે, રક્ષા કરે છે, વૃદ્ધિ કરે છે અને સફળ કરે છે. એથી જ પ્રથમ સમ્યક્ત્વ, તેના યોગથી સમ્યક્ જ્ઞાન અને પછી ચારિત્ર પ્રગટે છે તથા એ જ કમથી સાતમે, તેરમે અને ચૌદમે ગુણસ્થાને તે ગુણ અંતિમ ઉત્કર્ષને પણ પામે છે. દર્શન વિનાનું જ્ઞાન દશપૂર્વજૂન સુધી પણ વિશ્વાસપાત્ર હેતું નથી, તેને અજ્ઞાન પણ કહેવાય છે, સમ્યકત્વ પછીનું જ જ્ઞાન વિશ્વાસપાત્ર અને સમ્યમ્ બને છે. તેમ છતાં રાસાયણિક ઔષધ લેનારો યોગ્ય છતાં પરેજી ન પાળે તે અહિત થવાનો સંભવ છે, તેમ ચૌદપૂર્વના જ્ઞાતાને પણ તેનું જ્ઞાન સમ્યગ્ન છતાં મેહનીયના ઉદયની વિષમતાથી મિથ્યા બની જતાં ભવભ્રમણ વધી જવાને પણ સંભવ છે જ. એ કારણે જ મોહને સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન એકાન્ત વિશ્વાસપાત્ર બનતું નથી. એમ જ્ઞાન જેટલું વધારે ઉપકારક છે તેટલું તે અયોગ્યને અહિતકર પણ છે, એ કારણે જીવને અહિત ન થાય તેને પૂર્ણ ખ્યાલ રાખીને પાચન શક્તિ વધે તેમ તેમ ખારાકમાં વધારે કરાય છે તે ન્યાયે જ્ઞાન પણ આત્માને ઉપકારક બને તેમ વધારે આપવું જોઈએ. જે કેવળ જ્ઞાન મેળવવા કરતાં પચાવવાના લક્ષ્યવાળા હોય છે તેઓ પિતાની યોગ્યતાને અનુસરે ભણે છે અને સફળ કરે છે, એવી ગ્યતા વિનાના કાચા ઘડા જેવા આત્માને ભલે જ્ઞાન મેળવવાની તીવ્ર ભૂખ હોય, પણ તેના હિતાહિતને વિચાર કરી લાભપ્રદ થાય તેટલું જ મૃત તેને ભણાવવું જોઈએ અને તેને પચાવવા (સફળ કરવા) માટે તપ- જપ-ત્યાગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org