________________
આચાર્યું પ્રતિદિન શિષ્યને વ્યાખ્યાન કરવાનો વિધિ]
૪૬૩ માટે ફરે નહિ (૧૨૫), ઉપરાન્ત આચાર્ય ભિક્ષા જવા ઈચ્છે છે એમ જાણ્યા પછી વૃષભ સાધુ રોકે નહિ તે તેને “ચતુર્લધુ પ્રાયશ્ચિત્ત, રેકવા છતાં આચાર્ય ન રેકાય તે તે સાધુ નિર્દોષ ગણાય અને આચાર્યને “ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત લાગે. ગીતાર્થ સાધુ ન રેકે તે તેને “માસગુરૂ પ્રાયશ્ચિત્ત, અગીતાર્થ સાધુ ન રેકે તે તેને “માસલઘુ પ્રાયશ્ચિત્ત અને બંનેએ રેવા છતાં ન રોકાય તે આચાર્યને પ્રત્યેકનું “ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે, ઉપરાન્ત જિનાજ્ઞાને ભષ્મ વિગેરે બીજા પણ દો થાય (૧૨૬). અન્ય સાધુએથી ગચ્છને જઘન્ય પણ નિર્વાહ થતું હોય તે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક, એ પાંચે ગોચરી ન જાય અને મધ્યમ કે ઉત્કૃષ્ટ નિર્વાહ થતું હોય ત્યારે તે નિયમ ન જાય, પણ અન્ય સાધુઓથી ગચ્છને જઘન્ય પણ નિર્વાહ ન થઈ શકે તે આચાર્ય (પણ) સ્વયં ગામમાં આહારાદિ લેવા માટે જાય (૧૭૩).
અનુગની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્યને વ્યાખ્યાન કરવાને વિધિ કહે છે કે– મૃ–“ તો સૌ નિત્યકૃયુ, વર્ષે પ્રવચનસ્થ જા
વ્યથાને તેડફૈશ્યક, સિદ્ધાન્તવિધિના રહું ” રૂરૂ છે. મૂળને અથ–આચાર્યપદની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્ય શાસનનાં (સંઘનાં) કાર્યોમાં નિત્ય ઉદ્યમ કરવા સાથે આગમોક્ત વિધિથી એગ્ય સાધુઓને અવશ્ય વ્યાખ્યાન સંભળાવે.
ટીકાને ભાવાર્થ –આચાર્ય પદવી આપ્યા પછી તે નૂતન આચાર્ય નિત્ય (હંમેશાં) આગમનાં અથવા સંઘનાં કાર્યોમાં અવશ્ય ઉદ્યમ કરે અને આગમોક્ત વિધિને અનુસારે યોગ્ય શિષ્યોને નિશે વ્યાખ્યાન (વાચના) પણ આપે તે સાપેક્ષયતિધર્મ છે, એમ વાક્યને સંબન્ધ જેડ. અહીં જેઓ સર્વવિષયમાં રાગ-દ્વેષ રહિત, બુદ્ધિમાન અને પરલોકના ભયવાળા હોય તેઓને સામાન્યતયા સિદ્ધાન્તને સાંભળવાની યોગ્યતાવાળા સમજવા. કારણ કે-સર્વ વિષયમાં “ અસદાગ્રહને વશ થયા વિના તેવાઓ ન્હાની મેટી પિતાની ભૂલને સ્વીકારી શકે છે અને હડની પેઠે વિનયથી નમ્ર એવા તે ધન્યઆત્માઓ અજ્ઞાનરૂપ (અગાધ)જળથી તરી પણ શકે છે. (આગમ ભણનારા) પ્રાપ્ત વિગેરે વિશેષણથી વિશિષ્ટ હોવા જોઈએ, તેઓને જ વિશિષ્ટ સૂત્રોને ભણવા માટે એગ્ય (અધિકારી) કહ્યા છે. અહીં પ્રાપ્ત એટલે પર્યાયથી અને ગ્રતાથી અધિકારી બને, એવા પ્રાપ્તને (ગ્યને) જૈન આગમમાં “કલ્પિક કહ્યો છે. તેમાં પણ આવશ્યક વિગેરે સૂયગડાંગસૂત્ર સુધી ભણેલો હોય તેને પ્રાપ્ત સમજ. અર્થાત્ વિશિષ્ટ સૂત્ર ભણવામાં
ગ્ય સમજ. અહીં સૂયગડાંગ સુધી ભણેલો એમ કહેવામાં એ અપેક્ષા છે કે એટલું ભણનારે તર્કથી નિર્મળ અને (સુકુમ)બુદ્ધિવાળો બને છે, અર્થાત જેની બુદ્ધિ તર્ક–સમાધાનથી નિર્મળ (સૂમ) બની હોય તેને એગ્ય સમજ. છેદ ગ્રન્થ વિગેરે સાંભળવામાં ભણવામાં) તે પર્યાયથી યોગ્ય બન્યું હોય તે પણ જે સભાવયુક્ત, (ચારિત્ર અને શ્રુત) ધર્મમાં પ્રીતિવાળો, પાપભીરૂ, અને પરિણામિક (પરિણત) હેય તેને અધિકારી સમજ. પરિણામિક એટલે તે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિગેરે તે તે અપેક્ષાઓને અનુસરીને ઉત્સર્ગના વિષયમાં ઉત્સગને અને અપવાદના વિષયમાં અપવાદને, એમ જ્યાં જે ઉચિત હોય ત્યાં બનેનો વિવેક કરી
૩૦૦-હડ નામનું વૃક્ષ નમેલું રહે તેમ અસદાગ્રહથી રહિત હોવાથી સત્યને પામી શકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org