________________
આચાર્યના પાંચ અતિશયો]
૪૬૧ આપીને બને નિરૂદ્ધ કરે અને બનેર સઝાય પઠાવીને કાલમાંડલું કરે. શ્રી વ્યવહાર ભાષ્યમાં આ પ્રમાણે આચાર્યના પાંચ અતિશયે કહ્યા છે.
“મત્તે પાપો ધોવ, પસંસાં સ્થપાયો છે
आयरिए अइसेसा, अणाइसेसा अणायरिए ॥२२९।। उप्पन्ननाणा जह नो अडंती, चु(चो)त्तीसबुद्धाइसया जिणिंदा । एवं गणी अट्ठगुणोववेओ, सत्था व नो हिंडइ इद्धिमं तु ॥१२५॥ गुरुहिंडणंमि गुरुगा, वसभे लहुगाऽनिवारयंतंमि (तस्स)। गीआगीए गुरुलहु, आणाईआ बहू दोसा !। १२६॥ पंचवि आयरिआई, अच्छंति जहन्नएवि संथरणे ।
gઈ પિ (ક)મંથરતે, તમેવ (m) ; જામે રૂા” (ઉદ્દે-૬) ૨૯૬-“નિરૂદ્ધ કરે એટલે ગણીપદ આપનાર-લેનાર બને તપનું પચ્ચક્ખાણ કરે, “નિરૂદ્ધ એટલે તપ એ અર્થ પૂ. આચાર્ય શ્રી વિદયસૂરિજી મહારાજને અભિપ્રેત છે.
ર૯૭–પદપ્રદાન પછી સજઝાય પઠાવવાને અને કાલમાંડલાં કરવાને વિધિ નૂતન આચાર્યને કરવાને સંભવે છે, છતાં અહીં તથા સામાચારી ગ્રન્થમાં “વિ' એ પાઠ હોવાથી અમે “બને” એમ લખ્યું છે.
૨૯૮-આચાર્ય પદ આપવાને અહીં કહેલે વિધિ અતિ મહત્વને છે. ગુરૂપરંપરાએ શાસન કાળથી ચાલ્યું આવતું અનેકાનેક આચાર્યો વિગેરેની આરાધનાનું બળ આ વિધિ કરવાથી નૂતન આચાર્યને પ્રાપ્ત થાય છે અને ચતુર્વિધ શ્રી સંઘને આશીર્વાદ મળવાથી પણ આમામાં વિશિષ્ટ ક્ષપશમ પ્રગટે છે. વધારે શું ? વિધિ પ્રત્યે એટલે આદર વધારે તેટલું મેહનીય કર્મ જલ્દી મન્દ પડે છે અને જ્ઞાનાદિ ગુણને આત્મામાં પ્રકાશ પ્રગટ થાય છે. હા, પાતાને વિધિ પ્રત્યે માન ન હોય તો તે કરવા છતાં તેને લાભ મળતો નથી. વાસક્ષેપનું બળ પણ અમાપ હોય છે, કારણ કે પૂર્વ પરંપરાથી ચાલ્યો આવતો પવિત્ર વાસ અનેકાનેક વિશિષ્ટ આત્માઓની આરાધનાના પવિત્ર અધ્યવસાયના બળે વિશિષ્ટ મંત્ર તુલ્ય બનેલા હોય છે, તે મસ્તક ઉપર પડતાં જ તેના પરમાણુએ આત્માને અપૂર્વ અધ્યવસાયો પ્રગટાવી શકે છે. સૂરિમંત્રના શ્રવણ માત્રથી પણ એ લાભ થાય છે અને પછી તે ઉત્તરોત્તર તેના જાપથી વિશિષ્ટ પ્રકાશ મળે છે. આ હકિકત માત્ર શબ્દથી સમજાય તેવી નથી પણ શ્રદ્ધાળુ આત્માને શ્રદ્ધા પૂર્વકના તે તે અનુભવોથી સમજાય તેવી છે. માટે જ વિશિષ્ટ યોગ્યતા પ્રગટાવવામાં સમર્થ આ વિધિને આરાધવો હિતકર છે. જે તેને અનાદર કરે છે તેને આચાર્યપદ પામવા છતાં અનાદર થવાનો સંભવ છે. યોગ્ય આત્માને યોગ્ય ગુરૂએ ચતુર્વિધ શ્રી સંઘની સંમતિ પૂર્વક ઉપયુકત વિધિથી આપેલું આચાર્યપદ તેને સફળ કરવાની યોગ્યતા પ્રારંભમાં ન હોય તે પણ ભવિષ્યમાં તેનામાં વિશિષ્ટ ગ્યતા પ્રગટ કરી શકે છે. ઉપરાંત અહીં કહેલાં ઉત્તમ ક્ષેત્ર, શુભલગ્નરૂપ ઉત્તમ કાળ, વિગેરે નિમિત્તનું પણ અચિત્ય બળ મળે છે. આત્મા ગમે તેટલો યોગ્ય છતાં તે તે પ્રકારનાં ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર, કાળ, ભાવ વિગેરે નિમિત્તને પામ્યા વિના સ્વગુણેને પ્રગટ કરી શકતો નથી, એ વ્યવહાર નયનું દઢ મનતવ્ય છે, એ કારણે જ વ્યવહારનય પ્રત્યેક ક્રિયામાં વિધિનું મહત્વ જણાવે છે. વિધિ એક નિમિત્ત તરીકે આત્મામાં શુદ્ધિ પ્રગટ કરી શકે છે, એ શુદ્ધિ જ નિશ્ચયનયનું સાધ્ય છે અને તે માટે કરાતે વિધિ તેનું સાધન છે. એમ સાધ્ય-સાધનને સંબન્ધ પરસ્પર સાપેક્ષ હેવાથી સાધ્યન જેટલું જ મહત્વ સાધનનું (વિધિનું) પણ છે, ઈત્યાદિ રહસ્ય યથામતિ સ્વયં વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org