SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦. [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૩ આરેપ કર્યો છે તે પદ (આત્મ)સંપત્તિ પ્રાપ્ત કરવાનું એવું ઉત્તમ સ્થાન છે કે જે સ્થાનને શ્રીગૌતમપ્રભુ, શ્રીસુધમ ગણધર, આદિ અનેકાનેક મહામુનિઓએ ભાવ્યું છે (૨). હે ભદ્ર આત્મા ! આ પદ ધન્ય પુરૂષને જ આપવામાં આવે છે અને ધન્ય પુરૂષો જ તેનાથી પાર ઉતરે છે (યથાર્થ સફળ કરે છે). એટલું જ નહિ, તે ધન્ય આત્માઓ પદને પાર ઉતરીને (આ પદની જવાબદારીને પૂર્ણ કરીને) આ સંસારસમુદ્રને પાર પણ પામે છે (૩), સંસારરૂપી અટવીથી ભયભીત બનેલો આ સાધુ સમૂહ (હવે પછી) સંસારથી મુક્ત કરાવવામાં સમર્થ એવા હારા શરણે આવ્યો છે (), માટે યથાયોગ્ય સારણા, વારણ વિગેરે કરીને, સઘળાં વિદથી બચાવીને, આ સંસારરૂપ અટવીથી ત્યારે પ્રયત્ન પૂર્વક તેને પાર ઉતાર જોઈએ. (૫)” એ પ્રમાણે નૂતનસૂરિની ઉપબૃહણ કરીને શિષ્યવર્ગને પણ હિતશિક્ષા આપે. જેમકે “તમારે પણ સંસાર સાગરથી પાર ઉતારનારા સુંદર વહાણ તુલ્ય આ ગુરૂને કદાપિ તજવા નહિ (૧). તેમાંથી પ્રતિકૂળ વર્તવું નહિ, સદા અનુકૂળ થવામાં પ્રયત્નશીલ બનવું, કે જેથી તમોએ કરેલો ગૃહત્યાગ (દીક્ષા) સફળ થાય (૨). તેઓને વિનયાદિ નહિ કરવાથી શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને લોપ કર્યો ગણાશે અને તેથી આ લોક-પરલોકમાં ઘર વિડમ્બનાઓ વેઠવી પડશે (૩), માટે કઈ કામમાં તે ઠપકો આપે તે પણ હે ભવ્યો ! કુળવતી સ્ત્રીની જેમ તમારે જાવજજીવ તેઓના ચરણનું શરણ છોડવું નહિ (ઈ), જેઓ સદા ગુરૂની સેવા કરે છે તેઓ સમ્યગ જ્ઞાનનું ભાજન બને છે. એટલું જ નહિ, તે ધન્ય છે, તે નિર્મળ સમકિતવાળા પણ છે, અને તે દઢ (નિર્મળ,ચારિત્રવાળા ૫ણું છે (૫).**એ પ્રમાણે હિતશિક્ષા ૨૫-અહીં કહેલી હિતશિક્ષા આચાર્યપદને સ્વીકારનાર આચાર્યની અને એ પદને આપનાર ગુરૂની, સમ્મતિ આપનાર છવાસી સાધુઓની તથા શ્રી સંઘની જવાબદારીને ખ્યાલ આપે છે. પદ આપ્યા પછી પદ સ્વીકારનારને અને આપનારને શિરે મેટી જવાબદારી આવે છે, પદ સ્વીકારનાર જેમ સંઘનું અને શાસનનું રક્ષણ કરવા માટે જવાબદાર બને છે તેમ આપનાર ચતુર્વિધ શ્રીસંઘ પણ તેના પદનું બહુમાન કરી આજ્ઞા પાલન કરવા માટે જવાબદાર બને છે. માટે તે ઉભયને ઘટિત હિતશિક્ષા આપવી તે ન્યાયસંગત છે. “બે હાથ વિના તાળી પણ ન પડે' એ પ્રસિદ્ધ લોકોક્તિ દરેક પ્રસંગમાં ઘણે બોધ પાઠ આપે છે. ઉત્સર્ગ માગે તે દરેકને પિતાની જવાબદારીને ખ્યાલ કરીને તે પ્રમાણે વર્તન કરવાનું જ હોય છે, તેમાં જે જે ક્ષતિ થાય તેને ન્યાય આપવાનું કાર્ય સર્વ કેઈનું નથી ૫ણ રાજ્યશાસનની જેમ ન્યાયાધીશ તુલ્ય શાસનના અગ્રેસરનું છે, એ પણ ચૂકે તે કર્મ સત્તા એને ન્યાય ચૂકવે જ છે. આ અટલ વ્યવસ્થાને તેડીને અનધિકાર ચેષ્ટા કરવાથી કે અધિકારી બન્યા પછી ઉપેક્ષા કરવાથી લાભને બદલે હાનિ થાય છે. સેવ્ય-સેવક ઉભય પોતાના કર્તા અને અનુસરે ત્યારે જ ઉભયનું કાર્ય સિદ્ધ થાય, એને બદલે પરસ્પર એક-બીજે પક્ષ સામાના કર્તવ્યને કરાવવાનો આગ્રહ સેવે તે વિગ્રહ પેદા થાય. અહીં ગુરૂને અને નિશ્રાગત ગચ્છને પિતપોતાના કર્તવ્યને માર્ગ બતાવે છે, એને અનુસરવાથી જ સર્વનું શ્રેયઃ સધાય છે. એક હાથ અટકે તે તાળી ન પડે તેમ બેમાંથી એક પક્ષ પણ સ્વકર્તવ્યને ચૂકે તે બીજે પક્ષ યોગ્ય છતાં પિતાને કર્તવ્યને સાધી શકે નહિ, કારણ કે ઉભયનું કર્તવ્ય ૫રસ્પર સાપેક્ષ છે. માટે ગુરૂ-શિષ્ય ઉભયને પિતાનું કર્તવ્ય બજાવવાની આ પ્રેરણ ઘણી ઉત્તમ છે, એને અનુસરવું એ જ પરસ્પર એક બીજાની ઉત્તમ સેવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy