________________
વ્રતાદિના પાલન માટે પરીષહને જય અને તેના ઉપા]
આ પરીષહ જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાયકર્મના ઉદયવાળાને સંભવિત છે (૨૪). તેમાં વેદનીયકર્મના ઉદયથી ૧સુધા, ૨-તૃષા, ૩-શીત, ૪-ઉષ્ણ, પ-ડાંસ (મચ્છર) વિગેરે ૬-ચર્યા (વિહાર), –વસતિ (ઉપાશ્રય), ૮-વધ, ૯-રોગ, ૧૦-તૃણસ્પર્શ અને ૧૧-મેલ પરીષહ સંભવે છે (૨૫), જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ૧૨-પ્રજ્ઞા, અને ૧૩-અજ્ઞાનપરીષહ હોય છે તથા અંતરાયકર્મના ઉદયથી ૧૪-અલાભપરીષહ હોય છે. આ ચૌદ છવસ્થને જ હોય છે
લાભને મેળવવાની જગતમાં કઈ બીજી કળા, બુદ્ધિ, કે શક્તિ છે જ નહિ, હા, પરીષહોને સહવાનું સમ્યમ્ જ્ઞાન જોઈએ. આહારની સુધાને સહવાથી મનની ભૂખ જે જગતના સવ અનર્થોનું બીજ છે તેને નાશ થાય છે અને આત્મા સ્વગુણની વૃદ્ધિને આનંદ મેળવી શકે છે. માટે જીવવાના ધ્યેયથી નિર્દોષ આહાર લેવો જોઇએ. સુધાને નાશ કરવાનું ધ્યેય સિદ્ધ કરવું હોય તે તેને જ સહવી જોઈએ, અનંત કાળથી ભૂખના દુઃખે વિવિધ પ્રયત્ન-પાપ કરવા છતાં અને પર્વતે જેટલાં અનાજ ખાવા છતાં જે ભૂખ ભાગી નહિ તેને માનવી શું શેરભર અનાજથી ભાગી શકવાને છે ? એ બુદ્ધિગમ્ય પણ નથી કે ખાવાથી સદાને માટે ભૂખ ટળે. ખાવાથી અસંતોષ–શરીરનું મમત્વ વધે છે અને ભૂખ સહવાથી તેને નાશ થાય છે, એ અનુભવસિદ્ધ સત્ય છે. માટે અહીં સુધાને સહવાનું અને માત્ર જીવન ટકાવવા પૂરતો નિર્દોષ આહાર લેવાનું વિધાન કર્યું છે. એ રીતે તૃષાને પણ સહવાથી મનની તૃષ્ણને જય થાય છે અને આત્મા સ્વસ્વરૂપની શીતળતાને અનુભવ કરે છે. જળપાન માત્ર પ્રાણની રક્ષા માટે જોઇએ. એવા ધ્યેયથી કર્મનિર્જરા થતાં તૃષાની સર્વથા શાન્તિ થાય છે. જે શરીરના સંબંધથી અનંતા જન્મ-મરણાદિ થયાં તે શરીરની મમતા તેડવી, તેને કેવળ ધર્મ સાધન બનાવવું, એ જ માનવદેહ પામ્યાનું ફળ છે. સાગરના પાણી જેટલું જળપાન કરવા છતાં જે તૃષા શમી નથી તેને શમાવવાને એક જ ઉપાય છે તૃષાને સહન કરવી તે. ઠંડું-ઉષ્ણ કે ભીનું હવામાન પગીને અસર કરે તે રોગ વધે છે માટે તેવી હવામાં જીવવા છતાં તેની અસરથી બચવું જરૂરી છે. એટલું જ નહિ, તે વિવિધ ઋતુના વિવિધ હવામાનથી શરીરનું આરોગ્ય મેળવવાનું છે તેમ શીત અને ઉષ્ણુ પરીષહેને સમતાપૂર્વક સહવાથી અનુકૂળતાને રાગ અને પ્રતિકૂળતાને દ્વેષ કે જે આત્માને રેગ છે તે ટળે છે, એ જેમ જેમ ટળે તેમ તેમ જીવને પ્રતિકૂળતા સહન કરવામાં આનંદ આવે છે, અનુકૂળતાથી ભય પામે છે, અને પરિણામે તેને સર્વત્ર અનુકૂળતા મળવા છતાં તેમાં તે જરા પણ ન લેપાય એવું વૈરાગ્યમય આત્મબળ પ્રગટ થાય છે. તેના બળે રાગ-દ્વેષનાં મૂળીયાં ઉખડી જાય છે અને પરિણામે જીવ વીતરાગતાને વરે છે. દંશ પરીષહને સહતાં એ વિચારવાનું છે કે મેં પૂર્વજન્મમાં ભૂખના ત્રાસથી અનેક જીવતા જીવેને પણ ચાવી ખાધા અને પ્રાણુમુક્ત કર્યા તે પાપ તેડવું હોય તો ભૂખથી રીબાતા આ ક્ષુદ્ર જીવોને રાહત આપવી જોઈએ. જે શરીરના સુખ માટે મેં અનંતા જીવોના પ્રાણ લીધા છે તો મારા શરીરથી બીજા છ તૃપ્ત થાય તેથી તે પાપ તૂટે, માટે આ શરીરના રૂધિરમાંસ આદિથી પણ બીજાઓને ભલે ઉપકાર થાય. તેઓને ઉપકાર થવાથી વસ્તુતઃ મને જ ઉપકાર થાય છે, ઇત્યાદિ વિચારવાથી શરીરની મમતા તટે છે. અચેલકપણાથી શરીરને શણગારવાની અને સંભાળવાની કુટેવ ટળે છે, એ ટળે ત્યારે જ આત્માના અલંકારરૂપ ગુણેની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિ થાય છે. માટે જિનાજ્ઞા છે કે “સાધુએ ટૂંકાં, જીરું અને તુચ્છપ્રાયઃ વસ્ત્રો પણ માત્ર સંયમની સાધનાના અને લોકવ્યવહારને અનુસરવાના ધ્યેયથી પહેરવાં જઇએ' માટે એની આજ્ઞાના પાલનથી મારે કેઈની આજ્ઞા માનવાની નહિ રહે અને આત્માનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે. સાચાં વસ્ત્રો તે અકાર્યની લજજા છે, તેને મારે અખંડ રાખવી જોઈએ. એમ વિચારતાં લજજા પ્રગટે છે, અહંતા ઘટે છે અને જીવન હલકુંસ્વાશ્રયી બને છે. સંયમનાં કષ્ટો વેઠવામાં અરતિ કરવાથી સંસારનાં કષ્ટોની પરંપરા વધે છે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org