SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલન માટે પ્રાયશ્ચિત્તનું વિધાન, પ્રકારે અને તેનું સ્વરૂપ]. ૪૭ "आलोअणपडिक्कमणे, मीसविवेगे तहा विउस्सग्गे । तवच्छेयमूलअणवठ्ठया य पारंचिए चेव ॥” प्रवचनसारो० ७५०॥ ભાવાર્થ–આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્યતા અને દશમું પારાગ્નિત, એમ પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનાં કહ્યાં છે. તેમાં– કુમારપાલ, વિગેરે તથા મંત્રીશ્વર શ્રી અભયકુમાર, વિમળશાહ, પેથડશાહ, વસ્તુપાલ, તેજપાલ, વિગેરે ઉત્તમ કોટિના શ્રાવકોને પણ અભાવ થયે જ છે. જેની ભક્તિથી સાતે ક્ષેત્રો વ્યવસ્થિત નભતાં હોય તેવા શ્રાવકોને અભાવ એ પણ ઉત્તમ સાધુઓના અભાવનું કારણ છે. એમ ગૃહસ્થ અને સાધુ ઉભયને ધર્મ પરસ્પરની નિર્મળતાથી નિર્મળ અને મલિનતાથી મલિન થાય છે એ એક રહસ્ય છે. એ કારણે ગૃહસ્થ પિતાના માટે અને સાધુધર્મની નિર્મળતા માટે પણ પિતાના જીવનને સાધુનું ઉપાસક બનાવે અને જ્ઞાની ગુરૂઓ પિતાના અને ગૃહસ્થાના ઉપકાર માટે ચારિત્રનું નિર્મળ પાલન કરે એ ધર્મવૃદ્ધિનો ઉત્તમ માર્ગ છે. હા, બેમાંથી એકને પણ બદલો લેવાની આશા હોવી જોઈએ નહિ. આ માગે નહિ ચાલતાં એક બીજાની નિર્બળતાનું આલેખન લેવાથી જીવન નીચે ઉતરતું જાય છે. આ હકિકતથી એ સમજાશે કે જ્યારે જેને જે સંગે પ્રાપ્ત થાય ત્યારે તેણે તે સંગને તિરસ્કાર-અનાદર નહિ કરતાં સફળ કરવા જોઈએ. તિરસ્કારનું પાત્ર કઈ છે નહિ, છતાં તિરસ્કારવૃત્તિને ટાળી ન શકાય તો યેગ્ય-ઈષ્ટ કે ઉપકારક સંગ-સામગ્રી ન મળવામાં કારણભૂત પિતાની અયોગ્યતા ઉપર તિરસ્કાર કરો, તેને ટાળવાને અને યોગ્યતા પ્રગટાવવા પ્રયત્ન કરવો તે હિતાવહ છે. એમ છતાં અનાદિ કર્મસંગથી જીવનો સ્વભાવ અપ્રાણપ્રિય છે, તેથી તેને પ્રાપ્તસામગ્રીની મહત્તા સમજાતી નથી. તે હંમેશાં અમાસને મેળવવા મથતા હોય છે. પણ વસ્તુ સ્વભાવ એવે છે કેપ્રાસને સદુપગ કરવાના અભાવે બીજું મળે તે પણ તે ઉપકારક ન થાય, નહિ મળેલું અને તે પણ સારૂં-હિતકર મેળવવાને સારો ઉપાય પ્રાપ્તને સદુપયોગ કરવામાં છે. એ વિના સારું કે અધિક કદી મળતું નથી અને મળે તે હિત કરતું નથી. માટે મેહને દૂર કરીને પ્રાપ્તને સદુપયોગ કરવો જોઈએ. નિસરણી ચઢતાં પણ ઉપરના પગથીયાને પ્રાપ્ત કરવા માટે જે પગથીયે પગ મૂકેલો હોય તેને તિરસ્કાર નહિ કરતાં બરાબર પગ ઠરાવીને તેના આલંબનથી ઉપરના પગથીએ પગ મુકવાનું બળ દ્ર જયાં ઉભે હોય તે પગથીયાના સાથ વિના તેમ નથી બનતું. તેમ અહીં પણ મને ભીષ્ટ-હિતકર સામગ્રીસંગને મેળવવા માટે પ્રાપ્તસંગેના સદુપયોગ દ્વારા ગ્યતા પ્રગટાવવી પડે છે. માત્ર ઇચ્છાથી કે પ્રાપ્તિના અનાદરથી ઈષ્ટ કદાપિ મળતું નથી. બીજી વાત એ પણ છે કે-પ્રાપ્તસંગને અનાદર-તિરસ્કાર કરવાથી પિતે પણ ઉત્તરોત્તર અયોગ્ય બને છે અને અણગમતા-અહિતકર સંગે મેળવવામાં પિતાની અયોગ્યતા કારણભૂત છે” એમ માનવાથી તેને ટાળવાની અને યોગ્યતા પ્રગટાવવાની પ્રેરણા મળે છે, તે આત્માની પવિત્રતા માટે ખૂબ મહત્ત્વની છે. વર્તમાનમાં બકુશ-કુશીલ ચારિત્રને પણ આત્માપકારક બનાવવું એ જ ગુરૂપદની સેવાને માર્ગ છે. એ માટે વર્તમાન સાધુએ પણ મારી યોગ્યતાના વર્તમાન સાધુઓ પણ મારી યોગ્યતાના પ્રમાણમાં મને અવશ્ય ઉપકાર કરી શકે તેમ છે. તેઓની સેવાથી મારા આત્માને લાભ છે, માટે મારે તેઓની ઉપાસના કરવી જોઇએ. આવી સમજ પૂર્વક ગુણસેવા કરનારને લાભ થાય જ છે. અન્યથા તીર્થકરો વર્તમાન ગુરૂની સેવાને ઉપદેશ ન કરત પણ નિષેધ કરત. માટે સાધુતાના પાલક સાધુએ કે અન્ય આત્માઓએ પણ વર્તમાન ચારિત્રનું મૂલ્ય આંકીને તેની ઉપાસના દ્વારા હિત સાધવું જોઈએ. જે શરીર પિતે ગર્ભમાં બાંધ્યું અને જેમાં વ, જ, તે શરીરની સહાયથી સંપૂર્ણ જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy