________________
૩૦૪
[ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૨૫ આ કાયક્લેશ સ્વયં કરેલા કલેશના અનુભવરૂપ છે અને પરીષહ સ્વયં તથા બીજાએ કરેલા લેશના અનુભવરૂપ છે એમ કાયક્લેશમાં અને પરીષહમાં ભિન્નતા છે. ઈ-સીનતા-ગાવવાપણું. તે ૧-ઈન્દ્રિઓને, ૨-કષાયને અને ૩-ગોને ગોપવવાથી તથા ૪–પૃથર્ (નિર્જનાદિ પ્રદેશમાં) શયન-આસન કરવાથી (સુવા-બેસવાથી), એમ ચાર પ્રકારે થાય છે. તેમાં ઈન્દ્રિયને, કષાયને અને યોગોને ગોપવવાનું વર્ણન તે લગભગ પૂર્વે કહેવાઈ ગયું, પૃથફ સુવા-બેસવાને અર્થ એ છે કે-એકાન્ત, બાધારહિત, જીવસંસક્તિથી અને પશુ, નપુંસક, વિગેરેથી રહિત, એવાં શૂન્યઘરે, દેવકુલિકા, સભા, કે પર્વતની ગુફા, વિગેરે કઈ સ્થળે રહેવું. એ છ પ્રકારને બાહ્યતપ કહ્યો.
એનું બાહ્યપણું એ કારણે છે કે–એમાં બાહ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને તે પ્રત્યક્ષ હોય છે, બાહ્ય શરીરને તપાવે છે, અને અન્યધર્મીઓ તાપસ વિગેરે તથા ગૃહસ્થ પણ તે કરે છે. અભ્યન્તરત આ પ્રમાણે છે.
" पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ।
શા વરૂણોવિઝ, હિમંતરો તો હો ” (વૈ૦ નિ ૫૦ ૪૮) વ્યાખ્યા–શ્ચિત્તમુ=મૂલ-ઉત્તર ગુણોમાં લાગેલો અતિઅલ્પ (ન્હાને) પણ અતિચાર ચિત્તને મેલું કરે છે, એ કારણે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેની વ્યુત્પત્તિ એમ છે કેપ્રાયઃ અતિચારથી મલિન થએલા ચિત્તનું વિશેધન (વિશુદ્ધિ) કરે તે પ્રાયશ્ચિત્ત, અથવા પ્રકર્ષથી (વિશેષતયા) આચારરૂપ ધર્મ જેનાથી તે પ્રાપ્ત થાય તે “પ્રાય , અર્થાત મુનિલક (સાધુઓ), તેઓ અતિચારની વિશુદ્ધિ માટે “ચિન્તન=સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત, અર્થાત તે એક પ્રકારનું અનુષ્ઠાન સમજવું. તેના દશ પ્રકારે આગળ કહેવાશે. ર-વિન=આઠ પ્રકારનું કર્મ જેનાથી “વિનીયતે” =દૂર કરાય તે વિનય જ્ઞાનાદિ વિષયભેદે સાત પ્રકારનું છે. કહ્યું છે કે
“ના તંબ, મજાવવવવાર(રિવો)વિગો [A] ] नाणे पंचुवया(चपगा)रो, मइनाणाईण सद्दहणं ॥१॥ भत्ती तह बहुमाणो, तद्दिट्टत्थाण सम्मभावणया । विहिगहणब्भासोवि अ, एसो विणओ जिणाभिहिओ ॥२॥"
(વૈ૦ નિ જા ૪૮–ટી.) ભાવાર્થ-જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મને વિનય, વચનવિનય, કાયવિનય અને ઉપચાર વિનય, એમ વિનય સાત પ્રકારે છે. તેમાં જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. ૧–મતિજ્ઞાન વિગેરે તે તે “જ્ઞાનના સ્વરૂપમાં શ્રદ્ધા કરવી, તે તે જ્ઞાનવાળા જ્ઞાનીઓની કે જ્ઞાનનાં સાધનોની બાહ્યસેવારૂપ ભક્તિ કરવી, ૩-હૃદયથી તેઓ પ્રત્યે બહુમાન કરવું, તેમાં જણાવેલા “અર્થોને સમ્યફ (અવિપરીત) વિચાર કરે અને પ-વિધિપૂર્વક “જ્ઞાન ભણવું, વારંવાર અભ્યાસ કરે, શ્રીજિનેશ્વરેએ એ પાંચ પ્રકારે જ્ઞાનવિનય કહ્યો છે. “શુશ્રુષા” વિગેરે દશનવિનય માટે કહ્યું છે કે
“ सुस्सूसणा अणासायणा य विणओ अ दंसणे दुविहो । दसणगुणाहिएसुं, किज्जइ सुस्सूसणाविणओ ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org