________________
૩૮૩
કરણસિરીમાં બાર પડિમાઓ વિગેરે બેઠે, કે ઉભા રહીને દેના, મનુષ્યોના, કે તિર્યચેના ઘોર ઉપસર્ગોને મનથી અને શરીરથી ચલાયમાન થયા વિના નિશ્ચિતપણે સહન કરે.
___ "दोचावि एरिसच्चिय, बहिया गामाइयाण णवरं तु ।
उकडलगंडसाई, दंडाययओ व्व ठाऊणं ॥" प्रतिमापश्चा० १६॥ ભાવાર્થ–સાતઅહોરાત્રની બીજી (નવમી) પણ (ચોથભક્ત તપ, પારણે આયંબિલ અને ગામ વિગેરેની બહાર રહેવું, ઈત્યાદિ) આઠમીના જેવી કરે. વિશેષ એટલો છે કે આ પ્રતિમામાં ઉત્કટ એટલે મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-વાંસાથી અદ્ધર રહીને અથવા લગંડ” એટલે વાંકા લાકડાની જેમ કેવળ પીઠના (વાંસાના) આધારે મસ્તક-પગ જમીનને ન સ્પશે તેમ), અથવા દંડની જેમ પગ લાંબા કરીને સુઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે.
__ " तच्चावि एरिसच्चिय, णवरं ठाणं तु तस्स गोदोही ।
वीरासणमहवा वि हु, ठाएज्जा अंबखुज्जो वा॥" प्रतिमापश्चा० १७॥ ભાવાર્થ-ત્રીજી(દશમી) પ્રતિમા પણ એ એના જેવી જ છે, માત્ર તેમાં બેસવાની રીતિ) ગાયને દોહવાની જેમ (પગનાં આંગળાંના આધારે) ઉભડક બેસવાનું છે, અથવા વીરાસનથી એટલે સિંહાસન ઉપર પગ નીચે લટકતા રાખીને (ખુરસીની બેઠકે) બેઠા પછી સિંહાસન લઈ લેવા છતાં એ જ પ્રમાણે બેસી રહે તેમ, અથવા આમ્રની (કેરીની) જેમ વક શરીરે બેસવાનું છે. એમાંના કઈ પણ આસનથી આ પ્રતિમાને વહન કરી (પાળી) શકાય.
___“एमेव अहोराई, छटुं भत्तं अपाणगं नवरं।
गामनगराण बाहिं, वाघारियपाणिए ठाणं ॥" प्रतिमापश्चा० १८॥ ભાવાર્થ_એક અહેરાત્રિકી ૧૧મી પ્રતિમા પણ એવી જ છે, વિશેષ એ છે કે તેમાં “છ ભક્તનો એટલે બે ઉપવાસના બે દિવસનાં ચાર ભેજનો અને આગળ પાછળના દિવસે (પારણેઉત્તર પારણે) એકાસણું કરવાનું હોવાથી તે બે દિવસના એક એક ભજનને, એમ કુલ છ
જનને પાણી સહિત ત્યાગ કરવાનું છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય, (આગળ પાછળ ઠામવિહાર એકાસણું અને વચ્ચે ચેવિહારા બે ઉપવાસ કરીને) ગામ કે શહેરની બહાર (કાઉસગ્ગ મુદ્રાની જેમ) હાથ લાંબા કરીને ઉભા રહીને એનું પાલન થાય. કહ્યું પણ છે કે-વફા તહં પછ છ ત્તિ ' અર્થાત્ એક અહોરાત્રિકી પ્રતિમાનું પાલન કરીને પછી તેમાં દૃને તપ કરવો.
મેવ ઈજારા, ગટ્ટામા વાહિશો.
ईसीपब्भारगओ, अणिमिसणयणेगदिट्ठीए ॥" प्रतिमापश्चा० १९।। ભાવાર્થ—એ જ રીતે એકરાત્રિકી (બારમી) પ્રતિમામાં અમભક્ત તપ કરે, ગામનગરાદિની બહાર સિદ્ધશિલાની સામે અનિમેષ દૃષ્ટિ જોડીને ઉભા ઉભા તેનું પાલન કરવું, અથવા નદીવિગેરેને કાંઠે, ઈત્યાદિ વિષમ ભૂમિએ ઉભા રહીને એક કેઈ યુગલ (પદાર્થ) ઉપર ખુલ્લી દૃષ્ટિથી નેત્રોને સ્થાપવાં. (ચલાયમાન કરવાં કે મીંચવાં પણ નહિ)
આ બારમી પ્રતિમામાં અવધિજ્ઞાન વિગેરે ત્રણમાંથી કઈ પણ એક જ્ઞાન આત્મામાં પ્રગટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org