SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરીમાં પાંચસમિતિઓનું સ્વરૂપ ૩૬૫ કરવી તેનું નામ સંકૂતિ=સમિતિ સમજવી. તે ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને પારિષ્ઠાપનિકા, એવા નામથી પાંચ પ્રકારની છે. કહ્યું છે કે " इरिआ भासा एसण, आयाणाईसु तह परिट्ठवणा। सम्मं जा उ पवित्ती, सा समिई पंचहा एवं ॥" प्रवचनसारो० ५७१।। ભાવાર્થ_“ચાલવામાં, બેલવામાં, એષણામાં, આદાન-નિક્ષેપ વિગેરેમાં અને (નિરૂપગી વસ્તુને) પાઠવવામાં જે આગમાનુસારિણી પ્રવૃત્તિ તે સમિતિ શાસ્ત્રમાં આ પાંચ પ્રકારે કહી છે.” ૧-ઇસમિતિ-તેમાં ત્રસ–સ્થાવર જીવોના સમૂહને (અર્થાત જગતના સર્વ જીને) અભયદાન દેવા (અહિંસા) માટે દીક્ષિત થએલા સાધુને કેઈ અવશ્ય પ્રજને બહાર જતાં (આવતાં) તે જીવોની અને પિતાના શરીરની રક્ષા નિમિત્તે પગના આગળના ભાગથી આરશ્લીને એક યુગ (ધુંસરી) અર્થાત ચાર હાથ પ્રમાણ ભૂમિને નેત્રોથી આગળ જેવા પૂર્વક “ઈરણ એટલે ગતિ કરવા (ચાલવા)રૂપ સમ્યગ્ન પ્રવૃત્તિ કરવી તે ૧-સમિતિ જાણવી. કહ્યું છે કે "पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । वज्जतो बीअहरिआई, पाणे अ दगमहि ॥ ओवायं विसमं खाणं, विज्जलं परिवज्जए। સંજમેળ ન છ(ચ્છિ), વિમાને છે . અખ, ૩૦૨,રૂ-કા' ભાવાર્થ-મુનિ પગથી આગળ ધુંસરીના આકારે શરીરપ્રમાણ જમીનને જે જેતેબીજ, લીલી વનસ્પતિ, બેઈન્દ્રિયાદિ ત્રસજી, તથા પાણી, પૃથ્વી અને ઉપલક્ષણથી અગ્નિ, વાયુ, એ સર્વજીને તજને સ્પર્શાદિ ન થાય તેમ) ચાલે. (૩) તથા ચાલવામાં ખાડે, ઉંચી-નીચી ભૂમિ, ઉભું કરેલું કાષ્ટાદિ અને કાદવને પણ તજે ત્યાં ન ચાલે અને બીજો માર્ગ મળે ત્યાં સુધી પાણી વિગેરેને ઓળંગવા માટે ગૃહસ્થાદિએ મૂકેલાં (છૂટાં) પત્થર, કાષ્ટ, વિગેરેની ઉપર પગ મૂકીને પણ ન ચાલે. એ પ્રમાણે ઉપયોગથી ચાલતા સાધુને કેઈ કારણે હિંસા થાય તે પણ તે પાપ નથી. કહ્યું છે કે ર૪૧-કરણસિત્તરીમાં આગળ કહેવાશે તે ત્રણ ગુપ્તિસાધુને યાવન્યજીવ સુધી મન, વચન અને કાયાને અનાદિ અકુશળ પ્રવૃત્તિઓમાંથી રેકીને કુશળ પ્રવૃત્તિમાં જોડવા રૂપ છે અને અહીં કહેવાતી સમિતિઓ સંયમ જીવનના આહાર, નિહાર, વિહાર, લેવું, મૂકવું વિગેરે, અથવા જ્ઞાનાદિ ગુણે વિગેરેની સાધના માટે વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય કાયોત્સર્ગ વિગેરે વિવિધ વ્યાપાર કરતી વેળા મન, વચન, અને કાયાને સમ્યગ્ર પ્રવર્તાવારૂપ છે. એમ ગુપ્તિએ સતત ચાવજજીવ હેાય છે અને સમિતિઓનું પાલન અમુક વિવણિત પ્રવૃત્તિ કરતાં હોય છે, એ બેમાં ભિન્નતા છે, સમિતિઓ તે તે વ્યાપારરૂપ હેવાથી કેવળ સપ્રવિચાર છે અને ગુપ્તિએ અકુશળમાંથી નિવૃત્તિ અને કુશળમાં પ્રવૃત્તિ એમ ઉભયરૂપ ટવાથી સપ્રવિચાર-અઢવિચાર ઉભયમિક હાય છે. એથી જ કહ્યું કે-સમિત નિયમાં ગુપ્ત હેાય છે, ગુપ્ત સમિત હેય એ એકાન્ત નથી પણ ભજના છેઅર્થાત્ સમિતિના પ્રસંગે મુનિ સમિત હાય શેષ કાળે ન હેય. સંયમના:વિવિધ વ્યાપારને પાંચ પ્રકારેમાં વહેચીને તે વ્યાપા દ્વારા આત્મવિકાસ (ચારિત્રને પ્રકર્ષ) સાધવા માટે સમ્યક્ પ્રવૃતિ કરવારૂપ પાંચ સમિતિએનું વિધાન છે, અર્થાત્ આ 'પાંચ પ્રકામાં સંયમના બાહ્ય સર્વ વ્યાપારને સમાવેશ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy