SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ્થાપનાનો વિધિ અને મહાવ્રતોનું સ્વરૂપ]: ૩૩૫ કરાય છે, બીજામાં “ સ વેલું શબ્દથી સર્વદ્રવ્યમાં મૃષાવાદને અને ચરિમ એટલે પાંચમા મહાવ્રતમાં પણ ‘ચિત્તાવિત્તમ | શબ્દથી સર્વદ્રવ્યના પરિગ્રહનો ત્યાગ કરાય છે, માટે તે સર્વવિષયક છે, શેષ મહાવતે દ્રવ્યના અમુક એકદેશના ત્યાગવાળાં છે. જેમકે--ત્રીજામાં ગ્રહણધારણીય (લઈ શકાય, રાખી શકાય તેવાં) દ્રવ્યોના અદત્તાદાનને, ચોથામાં રૂ૫ અને રૂપવાળા પદાર્થોના વિષયમાં અબ્રહ્મને ત્યાગ છે અને છટકું તે મહાવ્રત નથી, રાત્રિએ અભેજનરૂ૫ હોવાથી તેને “પત્રિભેજનવિરમણવ્રત કહેવાય છે. એ પ્રમાણે નામ માત્રથી તેને કહ્યાં, હવે તે દરેકનું લક્ષણ જણાવવાની ઈચ્છાથી પહેલા “અહિંસા વ્રતનું લક્ષણ જણાવે છે કે – મૃ–“મારતોડશેષ-નીવાડકુવ્યોગપતિ निवृत्तिः सर्वथा यावज्जीवं सा प्रथमं व्रतम् ॥१११॥" મળીને અથપ્રમાદને વેગે સર્વ કઈ જીવના પ્રાણને નાશ કરવાને સર્વથા યાવસજીવ સુધી ત્યાગ કરે તે પહેલું વ્રત છે. ટીકાને ભાવાર્થ અજ્ઞાન, સંશય, બુદ્ધિની વિપરીતતા, રાગ, દ્વેષ, વિસ્મરણ, મન-વચન કાયાની દુષ્પવૃત્તિ અને ધર્મમાં અનાદર, એ આઠ પ્રકારના પ્રમાદના વેગથી એટલે એ પ્રમાદ કરવાથી અશેષ” એટલે સૂક્ષ્મ કે બાદર અથવા ત્રસ કે સ્થાવર, સર્વ જીના “પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય” એ દશ પ્રાણે પૈકી જેને જેટલા હોય તેટલા તેના પ્રાણને વિનાશ કરે તે હિંસા અને તેની નિવૃત્તિ એટલે વિરામ પામ-અટકવું, તે અહિંસા કહેવાય. તે દેશથી પણ થઈ શકે માટે અહીં કહ્યું છે કે “સર્વથા એટલે સર્વ પ્રકારે, અર્થાત્ “મન-વચન-કાયાથી કરવાને કરાવવાનું અને અનુદવાને” એમ ત્રિવિધ-ત્રિવિધભાંગાથી ત્યાગ કરવો, તે ત્યાગ અમુક મર્યાદિત કાલ સુધીનો પણ થઈ શકે, માટે કહ્યું છે કે-“યાજજી' અર્થાત જીવન પર્યન્ત એ હિંસા નહિ કરવી (અહિંસાનું પાલન કરવું), તેને પહેલું “અહિંસા વ્રત' કહ્યું છે. એમ વાકયમાં ક્રિયાપદ જોડવું. આ વ્રતને સર્વથી પહેલું એ કારણે કહ્યું છે કે બીજાં બધાં વ્રતનો આધાર ૨૬ અહિંસા છે, અને સૂત્રોમાં વ્રતોને કમ પણ તે પ્રમાણે છે. સૂત્રોમાં કમ એ પ્રમાણે છે એ હેતુ બીજા ત્રીજા વિગેરે સર્વ વ્રતોના ક્રમમાં પણ સમજવો. - રર૬–“afÉરા ઘરનો ઉં.” એ સૂત્રને સર્વ દર્શનકારે માને છે, અર્થાત્ “અહિંસા પરમ છે. એ સર્વમાન્ય છે. તેમાં એ પણ કારણ છે કે હિંસા કરનાર કે નહિ કરનાર, સર્વ જી પિતાની અહિંસા ઈચ્છે છે. ભલે, પિતે પિતાની કે પરની હિંસાને છેડી શકતા ન હોય, પણ કુર હિંસક સિંહ, વાઘ, કે ઈરાદા પૂર્વક હિંસા કરનારા શિકારીઓ, પારધિઓ અને કસાઇઓ વિગેરે પણ પિતાની હિંસા થાય તેમ ઈચ્છતા નથી. આ સ્વઅહિંસાની ઈચ્છા દરેક આત્માનો આત્મીય અવાજ છે અને સવને તે અવાજ સમાન હોવાથી સર્વને ઈષ્ટ તે “ અહિંસા ” એક જ પરમધર્મ છે. એમ અહિંસા સર્વ માન્ય ઇષ્ટ તત્ત્વ હોવાથી પરમધર્મ છે અને તેની સિદ્ધિ માટે સત્ય, અસ્તેય, બ્રહ્મ અને અપરિગ્રહવ્રત સાધને છે. સાધનાનું અસ્તિત્વ સાધ્યને આશ્રીને હેવાથી અહિંસાને શેષગ્રતોના આધાર ભૂત કહી છે. જો અહિંસાનું ધ્યેય ન હોય તે સત્ય, અસ્તેય, બ્રહ્ના કે અપરિગ્રહને આદર કરવા છતાં તેનું વસ્તુતઃ કંઈ ફળ નથી, તેમાં પણ પિતાના આત્માની અહિંસાને સાધ્ય નથી બનાવી તે વસ્તુતઃ પરની સાચી અહિંસા કરી શકતું નથી માટે નિશ્ચયથી પિતાના આત્માની અહિંસા (રાગ-દ્વેષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy