________________
દૂધ, સંવે ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૯૯, સાર્વજનિક મકાનમાં તે ઉપર કહ્યું તેમ વચ્ચે બે બે હાથ આંતરું રાખવાથી ઘણી જગ્યા ખાલી રહે અને બલાત્કારે કોઈ ગૃહસ્થ ત્યાં સુઈ જાય, એવા પ્રસંગથી બચવા માટે બીજી રીતે એની વ્યાખ્યા જણાવે છે કે –
સાધુનું શરીર એક હાથ ભૂમિ રેકે, તે પછી સાધુ શરીર પ્રમાણને સંથારે અને પાત્રો તે બેની વચ્ચે વીસ આગળ આંતરું રહે, તે પછી પાડ્યાં આઠ આંગળ ભૂમિ રેકે અને પાત્રાથી બીજા સાધુના સંથારા સુધી વચ્ચે વીસ આંગળ આંતરું રહે, તેમાં ઊનને સંથારે તે ૨૮ આંગળનો જ સમજો, કિન્તુ શરીરથી ચાવીસ આંગળ શેકાય અને બાકીના ચાર આંગળ સંથારાના વધે તે સહિત વીસ આંગળનું પાત્રો વચ્ચે આંતરું રહે, તે પછીની આઠ આંગળ ભૂમિમાં પાત્રો મૂકાય અને પાત્રમાંથી બીજા સાધુ વચ્ચે ૨૦ આંગળ આંતરું રહે. એમ સાધુ શરીરના ૨૪, આંતરાના ૨૦, પાત્રોના ૮ અને બીજા સાધુના આંતરાના ૨૦, મળી કુલ ૭૨ આંગળના ત્રણ હાથ થાય, એમ પ્રત્યેક
| સંથારે આંતરું પાડ્યાં આંતરૂં કુલ સાધુને માટે ત્રણ ત્રણ હાથ ભૂમિ સમજવી.
૨૮ ૧૬ ૮ ૨૦ =૭૨ જુઓ સ્થાપના બાજુમાં– અહીં બે હાથ અબાધા (આંતરું) એ !
સાધુશરીર આંતરું પાડ્યાં આંતરું રીતે રહે કે એક સાધુના શરીરથી અન્ય | ૨૪ ૨૦ ૮ ૨૦ =૭૨ સાધુના શરીર વચ્ચે એક (એક) હાથ અને પગની નીચે (બીજાના મસ્તક ઉપર) પણ એક એક હાથ જવા આવવાને માર્ગ મૂકીને સંથારો કરે. એ લાંબી (લમ્બારસ) વસતિમાં સુવાને વિધિ કહ્યો.
સમરસ વસતિમાં તે ભીંતથી ત્રણ હાથ જગ્યા મૂકીને સૂવે, તેમાં ભતથી એક હાથ ભૂમિ છોડીને પાત્રો એક હાથ પ્રમાણ પાથરણા ઉપર મૂકે, એથી એક હાથ ભૂમિ પાડ્યાં રેકે, તે પછી એક હાથનું આંતરું રાખીને સંથારો (મસ્તક) કરે, એમ બે આંતરાના હાથ અને પાત્રોને એક મળી ત્રણ હાથનું ભીત અને મસ્તકને આંતરું રહે. એ વિધિથી શયન કરનારા સાધુઓને બાજુમાં સાધુ-સાધુની વચ્ચે બે હાથ આંતરું સમજવું. આ માપ પ્રમાણપત વસતિ માટે સમજવું.
જે વસતિ ન્હાની હોય તે બે માથાઓની પાસે વચ્ચે પાત્રમાં મૂકવાં. અને જે વસતિમાં ભૂમિ ખાડાવાળી હોય તો સર્વ સાધુઓનાં પાત્રો ભેગાં કરીને તે ખાડામાં મૂકવાં, તેમાં પણ જે પાત્રો “પ્રાસુક’ એટલે દોષ વિનાનાં અને જે અ૫રિકમ (અલ્પષ)વાળાં હોય તે પાત્રો મંગલરૂપ હોવાથી ઉપર મૂકવાં. (શેષ બહુપરિકમેવાળાં હોય તેને નીચે મૂકવા).
હવે વસતિ એથી પણ ન્હાની હેવાથી અતિ સંકડાશ હોય અને પાત્રમાં મૂકવાની જગ્યા ન - ૧૯૧-સર્વજનસાધારણ ધર્મશાળાદિમાં ઉતર્યા હોય અને વચ્ચે જગ્યા ખાલી પડી હોય તો કોઈ મુસાફર આવીને વચ્ચે સુવે એ સંભવિત છે, પ્રાચીન સમયમાં સાધુઓ માટે ભાગે સર્વસાધારણ ધર્મશાળામાં મકાનની યાચના કરીને તેમાં ઉતરતા હતા, તે કાળે સાધુ જીવન પ્રત્યે માનવ જાતિને ઘણું સન્માન હતું, માટે એ પ્રવૃત્તિ ઉચિત હતી, આજે પણ જ્યાં તેનું સન્માન જળવાતું હોય ત્યાં તે પ્રવૃત્તિ જરૂર ઉચિત છે, પણ જયાં તેનું સન્માન ત જળવાય ત્યાં સાધુએ એવી પ્રવૃત્તિને રેકી સાધુતાનું માન જળવાય તે રીતે યોગ્ય વ્યક્તિના મકાનમાં ઉતરવું એ ઉચિત છે, કારણ કે સાધુને જે સાધુતાના બળે પિતાનું આત્મકલ્યાણ સાધવાનું છે, તે સાધુતાનું સન્માન જગતમાં જળવાઈ રહે અને ગૃહસ્થો સાધુતા પ્રત્યે આદરવાળા રહે તેમ વર્તવું તે જરૂરી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org