SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેનો અર્થ "इत्थिकहाऽऽसणइंदिअ-निरिक्त संसत्त वसहि-वज्जणया । अइमायाहारपणीअ-पुव्वरयसरणपरिहारो॥१॥ न य साए य सिलोगे, मज्जिज्ज न सहरूवगंधे य । इय दस समाहिठाणा, सपरेसि समाहिकारणओ ॥२॥" વ્યાખ્યા–પુરૂષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરૂષની વિકારજનક વાતનો ત્યાગ કરે, અથવા પુરૂષ માત્ર સ્ત્રીઓની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન, એમ સ્ત્રીનું આસન પુરૂષે અને પુરૂષનું આસન સ્ત્રીએ વર્જવું તે બીજું, રાગદષ્ટિએ સ્ત્રીનાં રોગજનક અ-ઇન્દ્રિઓ વિગેરે પુરૂષે, કે પુરૂષનાં અગ-ઈન્દ્રિએ આદિ સ્ત્રીએ નહિ જેવાં તે ત્રીજું, સ્ત્રી-પશુનપુંસક આદિથી યુક્ત (સંસક્ત) વસતિ(ઉપાય)માં સાધુએ આશ્રય નહિ કરે તે ચોથું, અતિમાત્ર પ્રમાણાધિક) આહારને ત્યાગ કરે તે પાંચમું, સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરે તે છઠું, પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા ભોગોનું સમરણ નહિ કરવું તે સાતમું, શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ–સ્પર્શ આદિ વિષયના સુખમાં રાગ-મદ નહિ કરે તે આઠમું, એ પ્રમાણે પોતાની પ્રશંસા-કીતિ આદિનો મદ નહિ કરવા તે નવમું અને શુભ શબ્દ–રૂપરસગબ્ધ વિગેરે ઈન્દ્રિયના વિષમાં આસક્તિ નહિ કરવી તે દશમું. આ દશ પ્રકારનાં સ્થાને સ્વ–પરને સમાધિ ઉત્પન્ન કરે છે માટે એ દશને સમાધિસ્થાને કહ્યાં છે. તથા દશ અધિકારને જણાવનારાં દશ શાસ્ત્રો તે દશ દશાઓ કહી છે. અહીં તે દરેકનું નામ સ્ત્રીલિગે બહુવચનાન્ત છે તેનું કારણ એ છે કે તે શાને તેવાં નામથી આગમમાં જણાવેલાં છે, તે આ પ્રમાણે છે"कम्मविवागाण दसा, उवासगंतगडणुत्तरदसा य । पण्हावागरणदसा, दसासुअक्खंधदसा य ॥११॥ बंधाइ दसा चउरो, सेसा वक्खाणिया न चुन्नीए । महव्वयकसायचउजुअ-तवेहिं दसहा समणधम्मो ॥२॥" વ્યાખ્યા–૧-કર્મવિપાકદશા, ર–ઉપાસકદશા, ૩-અન્તકૃતદશા, ૪-અણુરેપપાતિકદશા, પ-પ્રશ્નવ્યાકરણદશા, ૬-દશાશ્રુતસ્કન્ધદશા, ૭-અબ્ધદશા, ૮-દ્વિગૃદ્ધિદશા, ૯-દીર્ઘદશા અને ૧૦સંક્ષેપકદશા. એમ દશ દશાસૂત્રે જાણવાં, તેમાં છેલ્લી ચાર દશા વર્તમાનકાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણિમાં એને કહી નથી. તથા પાંચ મહાવ્રતોનું પાલન, ચાર કષાયતે ત્યાગ અને બાર પ્રકારને તપ, એ દશ ૧૮૫પ્રકારે શ્રમણધર્મ સમજે. (૨૧) શારીતિનાં જ =સામાન્યતયા સર્વ કેઈ આશાતનાઓને, અથવા ત્રિગુણમ્ રિમૂ=અગીઆરના અર્કથી ત્રણ ગુણી અર્થાત્, (પગામસિજ્જામાં કહી તે) તેત્રીશ આશાતનાઓને વિચિત્ર ત્યાગ કરતો અને તેથી જ ઉપલંપન્ન =અથપત્તિએ અનાશાતનાના ભાવને પ્રાપ્ત થએલ, યુa:= સાધુતાના ગુણોથી યુક્ત એ હું પાંચ મહાવ્રતોનું રક્ષણ-પાલન કરું છું એ અર્થ પૂર્વ પ્રમાણે(૨૨). એ પ્રમાણે એક-બે આદિ શુભસ્થાનેને અલ્ગીકાર અને અશુભસ્થાનને ત્યાગ કરવાદ્વારા મહાવતેના રક્ષણની (પાલનની) પ્રતિજ્ઞા કરી, હવે નહિ કહેલાં બાકીનાં સ્થાનોને અતિદેશ (ભલામણ) કરવાપૂર્વક મહાવ્રતની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે–વં=ઉપર ત્રણ લેશ્યા વિગેરેને ત્યાગ કરવાપૂર્વક ઈત્યાદિ કહ્યું તેમ ત્રિવિરતઃ ત્રણ દડથી વિરામ પામેલે, અર્થાત્ જેમ રાજા ૧૮૫-સમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, યતિધર્મના એમ પણ દશ પ્રકારે કહ્યા છે, તથા બીજા આચાર્યો–સમા, નિર્લોભતા, માર્દવ, આર્જવા લાઘવ, તપ, સંયમ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એમ પણ દશ પ્રકારો કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy