SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મરિવા ” અને તેને અર્થ) ૨૩૫ અસ્વાધ્યાયિક કહેવાય, તે અસ્વાધ્યાયિકનું સ્વરૂપ અસ્વાધ્યાયનિયુક્તિમાંથી જોઈ લેવું.૧૭૩ ૧૭૩-અસ્વાધ્યાય અમુક, કાળમાં અને ક્ષેત્રમાં તે તે અશુચિ દ્રવ્યના કે શેક સુતાપરૂપ સંક્ષિણ ભાવ ના વેગે થાય છે, એનું કારણ એ છે કે કેઈપણ ગુણની સાધના માટે જીવને પદ્ગલિક આલઅને વર્તમાનકાળમાં આવશ્યક છે, કારણ કે જીવથી વર્તમાનમાં સાલમ્બન ધર્મ જ થઈ શકે છે. આ આલમ્બને દ્રવ્ય (પદાર્થ), ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારનાં પવિત્ર હેાય તે આત્માની કર્મ રૂ૫ મલિનતા ટળે અને અપવિત્ર હોય તે વધે માટે જૈન સાહિત્યમાં કોઈપણ અનુષ્ઠાનમાં દ્રવ્યાદિ ચારને વિશિષ્ટ વિચાર કરે છે, સ્વાધ્યાય એ સાધનાનું પરમ અફૂગ છે, તેને માટે પણ દ્રવ્યાદિ આલમ્બનેની પવિત્રતા આવશ્યક છે, તે ન હોય તે સ્વાધ્યાય સફળ ન થાય અથવો, ઉલટું અહિત થાય માટે સ્વાધ્યાયનો નિષેધ કર્યો છે. તેને અસ્વાધ્યાય કહેવાય છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. રૂધિરાદિ અશુચિ વિગેરેને કારણે સ્વાધ્યાય (સૂત્રાદિનું પઠન-પાઠન) વિગેરે ન થઈ શકે તેવા પ્રસંગને અસ્વાધ્યાયિક કહેવાય છે, તેના બે મૂળ ભેદે છે, સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી અસ્વાધ્યાયનું કારણ ઉપજે તે ૧-આત્મસમુન્થ” અને બીજાથી અસ્વાધ્યાયનું કારણ ઉપજે તે ૨-“પરસમુત્થ’ જાણવું. તેમાં પરસમુથનું વર્ણન નીચે પ્રમાણે છે. આત્મસમુત્ય અસ્વાધ્યાય તે પરસમુત્થમાં કહીશું તે પ્રમાણે અન્યમનુષ્યના અસ્વાધ્યાયની તૂલ્ય સમજવો. અસ્વાધ્યાયના ઉત્તર પ્રકારે પાંચ છે, ૧-સંયમઘાતિક, રાતિક, ૩-સદેવ, ૪-બુક્ઝાહિક અને ૫-શારીર, એ પાંચે પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાને ભગ, અનવસ્થા, વગેરે દેશે લાગે છે. તેમાં ૧-સંયમઘાતિ=સંયમને ઘાતકરનાર, તેના (૧) મહિકા, (૨) સચિત્ત રજોવૃષ્ટિ અને (૩) અપકાયની વૃષ્ટિ, એમ ત્રણ ભેદે છે, તેમાં કાર્તિકથી માઘ મહીના સુધી આકાશમાં જે ધુમરી (ધુમ્મસ) વરસે તે ૧-મહિકા, આ ધુમ્મસ વરસતાં તુર્ત જ સર્વ સ્થાને અપૂકાયમય બની છે, માટે અંગે પાંગ સંકેચીને, મૌનપણે ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઈએ, હાથપગ પણ હલાવવા જોઈએ નહિ, ૨-રવૃષ્ટિ=અરણ્યના પવનથી ઉડેલી વ્યવહારથી સચિત્ત રજ, તે વર્ણથી કાંઈક લાલ હોય અને દૂરદૂર દિશાઓમાં દેખાય, આ સચિત્તરજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સવ સ્થાન પૃથ્વીકાયમય બની જાય છે, (૩) આ કાયની વૃષ્ટિ, તેના ત્રણ પ્રકાર છે (૧) ખુબુદ્દ વર્ષા (૨) ખુબુદ્ રહિત, અને (૩) ફુસિઆ, તેમાં બુબુદ્દ એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીઓ) થાય, તે જો આઠ પ્રહર સુધી (અન્યમતે ત્રણ દિવસ સુધી) સતત વરસે તે તે પછી અસ્વાધ્યાય. બીજા પ્રકારને ખુબુદ્દે (પરપોટા) રહિત વરસાદ સતત પાંચ દિવસ વરસે તે તે પછી અસ્વાધ્યાય અને ૩–ફૂસિકા (ઝીણી ફૂશિ) સતત સાત દિવસ વરસે તે સર્વત્ર અપૂકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજો. (આ અસ્વાધ્યાય આથી ચિત્રા નક્ષત્રને સૂય હેય ત્યારે ગણાય છે, શેષકાળે તે અ૫ વરસાદ પડે તો પણ બન્ધ થયા પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય છે.) વળી આ સંયમઘાતિકને પરિહાર વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છે, તેમાં દ્રવ્યથી–ઉપર્યુક્ત મહિકા, સચિત્ત ૨જ અને અને વર્ષાને સ્વાધ્યાય કરતાં ત્યાગ કરવો તે, ક્ષેત્રથી–જે ગામ-શહેર આદિમાં વરસે તે ક્ષેત્રને સ્વાધ્યાયમાં ત્યાગ, કાળથી–તે તે કાળ પછી જ્યાં સુધી તે વરસે ત્યાં સુધી (તેટલા કાળન) ત્યાગ અને (૪) ભાવથી-નેત્ર ફુરણુ-શ્વાસોચ્છવાસ સિવાયની સઘળી ચેષ્ટાને ત્યાગ કરવો, ઉપરાન્ત જવું-આવવું, પડિલેહણ કરવું, વગેરે કાયિક પ્રવૃત્તિ પણ વર્જવી, વિના કારણ લેશ પણ પ્રવૃત્તિ નહિ કરવી, બિમારી વગેરે આવશ્યક કારણે જવું પડે તો હાથ-આંખ કે આંગળીના ઈશારાથી કામ લેવું, બાલવું પડે તો મુખવસ્ત્રિકાથી મુખ ઢાંકીને બોલવું, અને જવું-આવવું પડે તે વર્ષકલ્પ(કામળી)થી શરીરને ઢાંકીને જવું-આવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy