SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ - a st? દિવસના છેલા પ્રહરનું, છેલા મુહૂર્તનું કર્તવ્ય અને માંડલાને વિધિ]. ૧૯૭ ઉપવાસીની) પછી ગ્લાનની, પછી નવદીક્ષિતની (તેઓ અભાવિત હોવાથી મલપરીષહથી તેઓના ચિત્તને ભગ થાય માટે) અને પછી પિતાની ઉપધિનું પ્રક્ષાલન કરે. તેમાં પણ સહુથી પ્રથમ યથાકૃતનું (તુણ્યા-સાંધ્યા વિનાનાં જે જેવાં પહેર્યા હોય તેવાં જ વપરાતાં હોય તેનું), તે પછી અલ્પપરિકર્મવાળાનું (જે કોઈ કોઈ સ્થળે ત્યાં હોય તેનું) તે પછી બહુપરિકર્મવાળાનું (જે સાંધ્યાં હોય અને તુણ્યાં હોય તે વસ્ત્રોનું પ્રક્ષાલન કરે. વસ્ત્રો ધેવામાં આ પ્રમાણે પુરૂષને અને વસ્ત્રને ક્રમ કહ્યો. ધોવામાં જયણા માટે કહ્યું છે કે “કચ્છદિશાસુ , ધુવે ધોવે વથાવ ન રે ! પરિમો .પરિમોળ, છાત વેટ્ટ વરાળ રૂપળા” (નિત્તિ) ભાવાર્થ–વસોને જોતાં સાધુ પત્થરાદિ ઉપર બેબીની જેમ ઝકે નહિ, લાકડાના ધેકાથી ફૂટે નહિ, કિન્તુ હાથથી જયણ પૂર્વક મસળીને પેવે. ધેએલાં વસ્ત્રને તાપમાં સુકવે નહિ, તેમાં એ વિવેક છે કે જે વસ્ત્રો વપરાતાં હોય તેમાં જૂઓને સંભવ હોવાથી છાયામાં સુકવે, વપરાતાં ન હોય તેને તાપમાં (પણ) સુકવે અને સુકાય ત્યાં સુધી કોઈ લઈ ન જાય તે માટે જોયા કરે. એ પ્રમાણે જયણાથી ધોયા પછી તેને ગુરૂ “એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આપે. (‘કલ્યાણક પ્રાયશ્ચિત્તનું એક પારિભાષિક પ્રમાણ છે.) એમ ઉપધિનું પડિલેહણ અને પ્રસન્ગાનુસાર તેનું સ્વરૂપ વિગેરે કહ્યું. હવે સર્વ ઉપકરણોના પડિલેહણ પછીનું (ચેથા પ્રહરનું) શેષ કર્તવ્ય જણાવે છે કે – मूलम्-"ततः स्वाध्यायकरणं, मुहूर्त यावदंतिमम् । तत्रोच्चारप्रश्रवण-कालभूमिप्रमार्जनम् ॥९७॥" મૂળને અર્થ-તે પછી છેલ્લું મુહૂર્ત (બે ઘડી દિવસો બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરે અને છેલ્લા મુહૂર્તમાં સ્થષ્ઠિલ, માત્રુ અને કાળગ્રહણ માટેની ભૂમિઓનું પ્રમાર્જન-માંડલાં કરે. ટીકાને ભાવાર્થ–સર્વ ઉપધિની પ્રતિલેખના કર્યા પછી દિવસના સેળમા ભાગરૂપ છેલ્લે અન્તર્મુહૂર્ત દિવસ બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરે, એ સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યને સંબન્ધ સમજ. કહ્યું છે કે “બ પુછાવિ ઉજ્ઞા, સુરં વાઇ મુત્તi . ___ अत्थत्थीणं गुरुणो, कहंति तह चेव अत्थं पि ॥" यतिदिनचर्या-३२०॥ ભાવાર્થ...તે પછી (પૂર્વાહ્નની અપેક્ષાએ) બીજી વાર ઉપાધ્યાય સૂત્રગ્રાહી સાધુને સૂત્રની અને તેવી રીતે ગુરૂ (આચાર્ય) અર્થશાહીને અર્થની વાચના પણ આપે. છેલ્લું મુહૂર્ત આવે ત્યારે રાત્રિએ ડિલ-માત્રુ પરઠવવા માટે અને કાળગ્રહણ માટે સ્થાનની ભૂમિઓની) પ્રમાર્જના કરે, અર્થાત્ દિવસ બે ઘડી બાકી રહે ત્યારે સ્વાધ્યાયમાંથી ઉઠીને સાધુ બાર ભૂમિઓ રાત્રિએ ડિલને અને બાર માત્રાને પાઠવવા માટે પડિલેહે કહ્યું છે કે "चउभागवसेसाए, चरिमाए पडिक्कमित्तु कालस्स । उच्चारे पासवणे, ठाणे चउवीसई पेहे।।६३२॥" ओघनियुक्ति ભાવાર્થ–દિવસના છેલ્લા (થા) પ્રહરને ચે ભાગ બાકી રહે ત્યારે કાલનું પ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy