SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્રો ધેવાનું વિધાન, તેની વિધિ, ક્રમ અને જ્યણા] ૧૯૫ એક દ્રવ્ય અને બીજું ભાવ. તેમાં ખાડા વિગેરેમાં પડતાને દેરડા વિગેરેનો આધાર તે દ્રવ્ય આલખન અને સંસારરૂપ ખાડામાં પડતાને આધારભૂત જ્ઞાનાદિગુણે તે ભાવ આલમ્બન સમજવું. અહીં જે ક્ષેત્રમાં અથવા જે કાળમાં વસ્ત્ર (વિગેરે મળવું) દુર્લભ હોય તે ક્ષેત્ર-કાળ વિગેરેને આલમ્બન તરિકે સમજવું, તે પ્રશસ્ત (રાગ-દ્વેષ-મૂછ-માયાદિ દૂષણવાળું ન) હેવું જોઈએ, અર્થાત્ જે કાળે જે ક્ષેત્રમાં સંયમ યોગ્ય સામગ્રી દુર્લભ હોય, ત્યાં તે કાળે સંયમ રક્ષાના માત્ર ઉદ્દેશથી ગણાવચ્છેદકાદિ મુનિઓ વધારે પણ ઉપધિ રાખે તો તે સાધુઓને ઉપકારક હોવાથી રાખી શકે.] વસ્ત્ર વિગેરે સર્વ ઉપધિ વર્ષાકાળને અડધે મહિને બાકી હોય ત્યારે જયણાપૂર્વક જેવી જોઈએ. પૂર્ણ પ્રમાણમાં પાણી ન મળે તે પાત્રના પડલા-ળી વિગેરે જ ધોવું. કહ્યું છે કે "अप्पत्ते चिअ वासे, सव्वं उवहिं धुवंति जयणाए। વ તાર ૩, વસ્ત્રો પથનિન્નો રૂપ” (નિ૪િ) ભાવાર્થ–વર્ષાકાળ આવતાં પહેલાં જ સાધુઓ સર્વ ઉપધિને યતનાપૂર્વક દેવે અને પાણી પૂર્ણ ન મળે તે જઘન્યથી પાત્રની ઉપાધિને જ જયણાથી ધવે. આચાર્ય, ગ્લાન વિગેરેની ઉપધિને તે વારંવાર દેવી જોઈએ. કહ્યું છે કે "आयरियगिलाणाणं, मइला मइला पुणो वि धोवंति । मा हु गुरूण अवण्णो, लोगंमि अजीरणं इयरे ॥३५१॥" (ओघनियुक्ति) ભાવાર્થ-ગુરૂની લોકમાં હલકાઈ (અપકીર્તિ) ન થાય અને બીમારને મેલાં કપડાંથી (શરદી થતાં) અજીર્ણ ન થાય, એ ઉદ્દેશથી આચાર્યની (ગુરૂની) અને બીમારીની ઉપધિ(વસ્ત્રોને જ્યારે જ્યારે મલિન થાય ત્યારે ત્યારે અન્ય સાધુઓ વારંવાર ધોવે. વસ્ત્રાદિ દેવામાં પડલા, ઝેળી વિગેરે પાત્રની ઉપધિ, રજોહરણનાં બહારનું-ઊનનું અને અંદરનું-સૂત્રાઉ” એ બે નિશૈથિયાં, “સંથારીયું, ઉત્તરપટ્ટો અને ચોલપટ્ટો એ ત્રણ પટ્ટા, તથા મુહપત્તિ અને રજોહરણ, એટલી વસ્તુમાં બહુ વિલમ્બ નહિ કર, અર્થાત્ જૂઓ ઉતારવા માટે બે ત્રણ દિવસ રાખી મૂકવી નહિ, કારણ કે તેને બદલે વાપરવા માટે બીજાં વસ્ત્રો હતાં નથી. જો તેમાં જૂઓ દેખાય તો તેને જોતાં પહેલાં હાથના અંતરે બીજું વસ્ત્ર રાખીને તેમાં (બીજું વસ્ત્ર પકડીને તે વસ્ત્રદ્વારા) જયણાથી ઉતારે, પછી દેવે કહ્યું છે કે “વાસ પહોળાઈ, નિસ(sa)તિપત્તિ થઈ .. एते ण उ विसामे, जयणा संकामणा धुवणा ॥३५२॥' (ओपनियुक्ति) ભાવાર્થ–પાત્રોને પરિકર (વ), બે નિશથિયાં, ત્રણ પટ્ટા અને રજોહરણ તથા મુહપત્તિ, એટલી વસ્તુઓને બેતાં પહેલાં જુઓ ઉતારવા માટે બે ત્રણ દિવસ વાપર્યા વિનાની રાખી ન મૂકતાં તેમાં જૂઓ દેખાય તો જયણાથી એટલે સીધી હાથથી નહિ પકડતાં અન્ય વસ્ત્રના આંતરે હાથથી (વઅથી) પકડીને તે બીજા વસ્ત્રમાં ઉતારે અને પછી ધવે. બાકીની ઉપધિની વિશ્રામણા કરે-વિસામે આપે. અર્થાત્ અમુક દિવસ વાપરવાનું બન્ય કરી તેમાં થીજૂઓ ઉતરી ગયા પછી છે. તે માટે કહ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy