SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ પાતળો અને યુવાનને જાડે, એમ વિકલ્પ સમજવે. તેનું પ્રયોજન કર્યું છે કે " वेउव्वऽवाउडे वातिए हिए खद्वपजणणे चेव । तेसिं अणुग्गहट्टा, लिंगुदयट्ठा य पट्टो उ ॥७२२॥" (ओघनियुक्ति) ભાવાર્થ-કોઈ સાધુને દક્ષિણના લોકોને બેન્ટ માટે (૨) વિંધેલું પુત્રચિન્હ જેમ વિકારી થાય છે તેમ લિફગ વિકારી થતું હોય, કેઈ સાધુ સ્વાભાવિક અગ્રભાગની ચામડી ઉતરી જવાથી ખુલ્લા લિંગવાળે હેય, કેઈને વાયુના વિકારથી ઉન્નત રહેતું હોય, કેઈ પ્રકૃતિએ લજજાળુ હોય, કેઈને કુદરતે તે મોટું હોય, તેઓના ઉપકાર માટે તથા કેઈને પ્રકૃતિએ સ્ત્રીને લેવાથી લિગને ઉદય થતું હોય ત્યારે કોઈ દેખે નહિ તે માટે “ચલ=પુરૂષચિન્હ, તેને ઢાંકવાનું “પટ્ટ=વસ્ત્ર રાખવાનું છે. ઈત્યાદિ ચોલપટ્ટો રાખવાનું પ્રયજન સમજવું. અહીં પ્રસગને અનુસરીને સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધની ઉપધિને વિભાગ (ભેદ) જણાવવા માટે તેઓનું સ્વરૂપ વિગેરે કહે છે કે – "अवरेवि सयंबुद्धा, हवंति पत्तेयबुद्धमुणिणोऽवि । पढमा दुविहा एगे, तित्थयरा तदियरा अवरे ॥५२०॥ तित्थयरवजिआणं, बोही उवही सुअंच लिंगं च । णेयाई तेसि बोही, जाइस्सरणाइणा होइ ॥५२१॥ मुहपत्ती रयहरणं, कप्पतिगं सत्त पायनिज्जोगी। इअ बारसहा. उवही, होइ सयंबुद्धसाहणं ॥५२२।। हवइ इमेसि मुणीणं, पुव्वाहीअं सुअं अहव नेव (नत्थि)। जइ होइ देवया से, लिंगं अप्पइ अहव गुरुणो ॥५२३॥" (प्रवचनसारो०) ભાવાર્થ—(જિનકપીવિકલ્પી ઉપરાન્ત) બીજા પણ “સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ મુનિઓ હોય છે, તેમાં સ્વયંબુદ્ધ બે પ્રકારે છે–એક તીર્થ કરે અને બીજા તે સિવાયના, આ બીજા પ્રકારના સ્વયં બુદ્ધમાં અને પ્રત્યેકબુદ્ધમાં બધિપ્રાપ્તિ, ઉપધિ, શ્રુત અને લિગની અપેક્ષાએ આ પ્રમાણે ભેદ હોય છે બીજા પ્રકારના સ્વયંબુદ્ધોને ૧-સમ્યકૂવની (બોધિની) પ્રાપ્તિ-બાહ્ય કેઈ નિમિત્ત વિના જ પોતાના જાતિસ્મરણજ્ઞાન આદિથી થાય, ૨-ઉપધિ-મુહપત્તિ, રજોહરણું, ત્રણ કપડા અને સાત પ્રકારને (પાત્ર, પડલા, ઝોળી, રજસ્ત્રાણ, ચરવલી અને બે ગુચ્છા, એ) પાત્ર નિયોગ મળી બાર પ્રકારની હોય, ૩-શ્રત–તેઓને પૂર્વ જન્મમાં ભણેલું શ્રત (જાતિસ્મરણથી) હોય અથવા ન પણ હોય (ન હોય તે ગચ્છવાસમાં રહીને ગુરૂપાસે નવું ભણે), જે પૂર્વજન્મનું કૃત હોય તે તેને ૪ત્સાધુવેષ-દેવતા-(શાસનઅધિષ્ઠાયકદેવ) આપે (ગુરૂની નિશ્રા ન સ્વીકારે), અથવા દેવ ન આપે તો ગુરૂ પણ આપે. પૂર્વજન્મનું શ્રુત ના હોય તેને તે સાધુવેષ ગુરૂ જ આપે. વળી “gam વિદુ વિણવરવમો તારિણી વિ(વ) સે રૂ I तो कुणइ तमनह गच्छ-वासमणुसरइ नियमेणं ॥५२४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy