SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ [ધર સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૬ ૧૨-મુખવસ્ત્રિકા-મુહપત્તિ (બેલવા વિગેરે પ્રસંગે મુખ આગળ રાખવાનું વસ્ત્ર.) તેનું પ્રમાણ કહ્યું છે કે – "चउरंगुलं विहत्थी, एयं मुहणंतगस्स उ पमाणं । વિવુિં મુળમાાં, જપમાળા વિજf I૭૨ શ” (નિવૃત્તિ) ભાવાર્થ-મુહપત્તિનું એક પ્રમાણુ એકવેંત ચાર આંગળનું અને બીજું પ્રમાણ મુખ પ્રમાણે કરવું. સંખ્યાથી દરેક સાધુને મુહપત્તિ એક એક રાખવી. અહીં મુખ પ્રમાણુ એ માટે કહ્યું કે વસતિ (મકાન) આદિની પ્રમાર્જના કરતાં નાક અને મુખમાં રજ પ્રવેશ ન કરે, તે ઉદ્દેશથી મુહપત્તિને મુખ અને નાક ઉપર રાખવાની હોય છે, તે ત્રિકોણ કરીને બે ખુણા પકડી તેનાથી પાછળ ગરદન ઉપર ગાંઠ દઈ શકાય માટે સ્વ સ્વ શરીરના અનુસાર ગ્ય માપની રાખવી. મુહપત્તિનું પ્રયોજન જણાવ્યું છે કે – ___ “संपातिमरयरेणू-पमज्जणवा वयंति मुहपत्तिं । नासं मुहं च बंधइ, तीए वसहिं पमज्जंतो ॥७१२॥” (ओघनियुक्ति) ભાવાર્થ–બોલતાં ઉડતા જીવ (શ્વાસેવાસથી ખેંચાઈને) મુખમાં પ્રવેશ ન કરી જાય માટે મુખ સામે મુહપત્તિ રાખવાની છે, સચિત્ત રજનું પ્રમાર્જન કરવા માટે તથા (અચિત્ત) ધૂળનું પ્રમાર્જન કરવા માટે મુખે મુહપત્તિ રાખવાનું પૂર્વ મહર્ષિઓએ કહેલું છે અને વસતિ પ્રમાર્જતાં મુખ-નાક બાંધવા માટે મુહપત્તિ કહી છે. ૧૪૦ ૧૩-માત્રક-(લઘુપાત્ર), તેનું પ્રમાણ કહ્યું છે કે – જે માનો પત્થા, સવિશેષ તુ મત્તાવાળું . दोसु वि दव्वग्गहणं, वासावासे अहिगारो ॥७१३॥" (ओघनियुक्ति) ભાવાર્થ–મગધ દેશમાં જે પ્રસ્થ (નામનું માપુ) હોય છે, તેનાથી માત્રકનું પ્રમાણ કંઈક મોટું કહ્યું છે. અહીં બે અસતિની (હથેળીઓની) એક પસતિ (પસલી), બે પતિની એક સેતિકા (ખોબો), અને ચાર સેતિકાને મગધ દેશને એક પ્રસ્થ થાય છે. તેનાથી માત્રક કંઈક મોટું રાખવું. વર્ષ અને ઋતુબદ્ધ બને કાળમાં (હંમેશાં) તેમાં ગુર્નાદિને ચગ્ય આહારાદિ વસ્તુ વહોરવાને અધિકાર છે. તથા– ૧૪૦-મુહપત્તિનું ઉપર જણાવ્યું તે બાહ્ય પ્રયોજન છે, તે ઉપરાત અન્તરદૃગ પ્રોજન એ છે કે બેલતી વેળા મુખ આગળ મુહપત્તિ રાખવાથી બેલનાર પ્રાયઃ ક્રોધાદિથી યુક્ત કઠોર વચન બોલી શકતું નથી, અસત્ય કે અયોગ્ય બાલાતું નથી, કારણ કે મુહપત્તિ હાથમાં લઈ મુખ આગળ ધરતાં જ આવેશ ઉતરી જાય છે. કાયમ મુહપતિ મુખ ઉપર બાંધી રાખવાથી પણ એ કાર્ય સરતું નથી. અને મહ૫ત્તિને બેલાતી વેળા ઉપયોગ નહિ કરવાથી પણ એ લાભ થતા નથી. એમ કહી શકાય કે નિરવદ્ય અને શાસ્ત્રોક્ત ભાષા બોલવામાં મુહપત્તિ મહત્ત્વ ભરી સહાય કરે છે. કાયમ બાંધી રાખવાથી બેલતી વેળા તેનું બળ મળતું નથી, બેલતી વેળાએ જ ઉપયોગ કરવાથી એ લાભ મળે છે. આ રહસ્ય અનુભવથી સમજાય તેવું સિદ્ધ છે અને તેથી મુખે મુહપત્તિ રાખ્યા વિના બેલનારની ભાષાને સાવધભાષા કહી છે તે યથાર્થ છે. પ્રાય: જન સાધુનાં પ્રત્યેક અનુષ્ઠાનમાં બાહ્ય અને અન્તરફગ ઉભય લાભ રહેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy