SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સાંજના પડિલેહણને વિધિ] ઈચ્છાનુસાર ઔધિક ઉપધિને પડિલેહીએ ? એમ પૂછીને પહેલાં પિતાનું પાત્ર, માત્રક(નાનું પાત્ર) અને પછી પિતાની સઘળી ઉપધિનું પડિલેહણ કરે, ચલપટ્ટો છેલ્લે પડિલેહે કહ્યું છે કે – " तत्तो गुरू परिणा, गिलाण सेहाइ जे अभत्तट्ठी। संदिसह पायमत्ते य, अप्पणो पट्टगं चरिमं ॥"६२९ ओघनियुक्ति ॥ ભાવાર્થ-મુખવસ્ત્રિકા અને શરીરનું પડિલેહણ કરીને ગુરૂની, તે પછી પરિજ્ઞા એટલે આહારનું પચ્ચખાણ કરનારા અનશનવાળાની, પછી ગ્લાનની, પછી નવદીક્ષિત (જેને સંયમની શિક્ષા માટે સ્થવિરેને સોંપ્યા હેય તે) સાધુની અને આદિ શબ્દથી વૃદ્ધો વિગેરેની, એ દરેકની ઉપધિનું ઉપવાસી પડિલેહણ કરે, પછી ગુરૂને જણાવીને ઔધિક ઉપધિના પડિલેહણની અનુમતિ મેળવીને પિતાનું પાત્ર, માત્રક, શેષઉપાધિ અને તેમાં છેલ્લે ચોલપદો પડિલેહે. આ ઉપવાસીને પડિલેહણનો વિધિ કહ્યો, ભોજન કરનારે તે મુખત્રિકા અને શરીરનું પડિલેહણ કરીને ચલપટ્ટાનું, પછી વધેલો) કોઈ આહારાદિ (મૂકેલો) ન હોય તે નાના માત્રકનું અને તે ખાલી ન હોય તે તેને પાછળથી પડિલેહવાનું બાકી રાખીને પડલા, ઝોળી, ગુચ્છા, વિગેરે પાત્રોના ઉપકરણે સહિત મોટા પાત્રનું પડિલેહણ કરે. તેમાં પણ કમ આ રીતે જાણ–પહેલાં (ઉપરનો) ગુઓ, પછી ચરવળી (પાત્ર કેસરિકા), પછી ઝેળી, પછી પડલા, પછી રજસ્ત્રાણ, પછી પાત્રસ્થાપન (નીચેને ગુચ્છ), પછી મુખ્ય પાત્ર અને પછી ખાલી ન હોવાથી બાકી રાખ્યું હોય તે તેમાંની વસ્તુ (મોટા) પાત્રમાં નાખીને છેલ્લે માત્રક (નાનું પાત્રક), એ કેમે પાત્રોની ઉપધિ સહિત પાત્રાં પડિલેહે, પછી ગુરૂ વિગેરેની ઉપધિનું પડિલેહણ કરીને ગુરૂની અનુજ્ઞા માગે કે-સંસિદ! ગોબિં હિસ્ટેમ” અર્થાત્ “આપ અનુમતિ આપે, હવે ઔધિક ઉપધિનું પડિલેહણ કરીએ ?” એમ પૂછીને આજ્ઞા મેળવીને બાકી રહેલાં ગચ્છસાધારણ (સર્વ સાધુઓને ઉપયોગી) જે જે વાપર્યા વગરનાં હોય તે તે પાત્રોને અને વસ્ત્રને પડિલેહે, પછી પિતાના (એક કામળી અને બે સૂત્રાઉ એમ) ત્રણ કપડા અને વાપરવાની શેષ ઉપધિને પણ પડિલેહે, યાવત્ છેલ્લે પાદચ્છન(દસ્કાસન)નું અને રજોહરણ (ઘા)નું પડિલેહણ કરે. એ પ્રમાણે ભોજનવાળા સાધુનો સાંજની પડિલેહણને વિધિ સમજે. કહ્યું છે કે "पट्टगमत्तय सग(य)मोग्गहो अ गुरुमाइया अणुनवणा। तो सेस भाणवत्थे, पाउंछणगं च भत्तट्ठी ॥६३०॥ जस्स जहा पडिलेहा, होइ कया सो तहा पढइ साहू । परिअट्टेइ व पयओ, करेइ वा अन्नवावारं ॥६३१॥" ओघनियुक्ति । ભાવાર્થ-(મુહપત્તિ અને કાયાની પડિલેહણા પછી)એલપટ્ટો, પછી(પાત્રાદિના પડિલેહણમાં) ઉપરને ગુચ્છ, પછી ઝેળી, પછી પહેલા, પછી રજસ્ત્રાણ અને પછી મુખ્ય પાત્ર પડિલેહવું. માત્રક ખાલી ન હોય તે આ વિધિ જાણવો અને ખાલી હોય તે લપટ્ટા પછી સહુથી પહેલાં માત્રક પડિલેહીને પછી પિતાના પાત્રોના પરિકરમાં ગુર છો, ઝોળી, પડલા, રજસ્ત્રાણ, અને મુખ્ય પાત્રને પડિલેહવું. તે પછી ગુરૂ વિગેરેની ઉપધિનું પડિલેહણ કરીને તેઓની અનુજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy